હાડકાને મજબુત બનાવી માનસિક તણાવથી કાયમી માટે છુટકારો અપાવશે આ અસરકારક ઔષધી, જાણો તમે પણ…

Spread the love

ખસખસમાં ભરપુર પ્રમાણમાં પોષકતત્વો હોય છે જે આપણા આરોગ્યને સારું રાખે છે, અને આપણને સ્વસ્થ બનાવે છે. તેની અંદર બે પ્રકારના એસીડ હોય છે ઓમેગા-૬ અને ઓમેગા -૩. તે ઉપરાંત તેની અંદર મિનરલ્સ જેમ કે કેલ્શિયમ,પોટેશિયમ,મેગ્નેશિયમ અને આર્યન પૂરતા પ્રમાણમાં હોય છે. ખસખસને આર્યુવેદ ઔષધ તરીકે પણ વાપરવામાં આવે છે. આંખની નબળાઈ, કોઈ વસ્તુ યાદ ન રેવી, ઉંધની મુશ્કેલી આ બધી સમસ્યા માટે નો જો કોઈ ઈલાજ છે તો તે છે ખસખસ.

ખસખસમાં ભરપુર માત્રામાં ફાયબર રહેલું છે. જેના લીધે કબજિયાતની સમસ્યા પણ રહેતી નથી. તે આપની પાચન શક્તિમાં પણ વધરો કરે છે. તે આપણા શરીરમાં શક્તિ આપે છે. જો કોઈ વ્યક્તિને ઉલટી બંધ ન થતી હોય ત્યારે તેને બંધ કરવા મગ, પીપળી, ધાણા અને ખસખસ આં બધી વસ્તુને પાચ થી દસ ગ્રામ જેટલી લઈ તેનો પાવડર બનાવો. આ પાવડરને સાંજે પલાળીને સવારે તેને પીવાથી ઉલટીમાં ઘણી રાહત મળે છે. જો તમે અનિદ્રાથી પરેશાન છો તો ખસખસનું દૂધ પીવાથી ખુબ ફાયદો થાય છે.

માનસિક તણાવ માંથી છુટકારો મેળવવા માટે ખસખસના બી ખુબ ફાયદાકારક છે. તેને ખાવાથી ચામડી પરની કરચલીઓ પણ દુર થાય છે. તેમાં ભરપુર પ્રમાણમાં એન્ટીઓક્સીડેંટ રહેલું છે. જે તમને યુવાન બનાવી રાખે છે. તેની અંદર રહેલું ફોસ્ફરસ ફૂડ એ તેના તત્વોમાં હોય છે. તેના કારણે તે આપણા હાડકાને કોઈ નુકસાન થવા દેતું નથી, અને હાડકાને મજબુત બનાવે છે. બે ચમચી ખસખસ અને ચાર ચમચી દહીં આ બંને વસ્તુને મિક્સ કરી ચહેરા પર લગાડવાથી ચહેરા પરની ચમકમાં વધરો થાય છે, અને ચહેરા પરના ગંદા રજકણોને દુર કરે છે, અને તમારા ચહેરા પર કુદરતી ચમક લાવે છે.

ખસખસના બી મગજના વિકાસ વધારવા માટે પણ ખુબ ઉપયોગી છે. ખસખસમાં રહેલા મિનરલ્સને કારણે તે આપણા મગજને તેજ બનાવે છે. તેની અંદર રહેલું કેલ્શિયમ, ન્યુંરોનલ ફંકશનને લીધે તે યાદશક્તિમાં પણ વધારો કરે છે. નિયમિત બસો ગ્રામ જેટલા ખસખસ ખાવાથી તે આપણા શરીરમાં ફાયબરની કમીને પૂરી કરે છે. જે વ્યક્તિ વજન વધારવા માંગતા હોય તેને નિયમિત ખસખસનો હલવો બનાવીને ખાવો જોઈએ. ખસખસ ખાવાથી શરીરની શરીરક નબળાઈ દુર થાય છે. નાના બળકોને ખસખસ ખવરાવાથી યાદશક્તિમાં વધારો થાય છે, અને તેમની લંબાઈ પણ વધે છે.

જે વ્યક્તિને પથરીની સમસ્યા છે, તેના માટે પણ ખસખસના બી ખુબ ફાયદાકારક છે, તેની અંદર કેલ્શિયમ હોવાથી તે આપણને પથરી થવા દેતું નથી. ખસખસ દાંતને લગતી કોઈ પણ સમસ્યામાંને દુર કરવામાં મદદ કરે છે. જેમ કે દાંતનો દુખાવો, દાંત માંથી લોહી નીકળવા વગેરે સમસ્યાને તે દુર કરે છે. એક ચમચી ખસખસ બે ચમચી દહીં અને અડધી ચમચી સફેદ મરી આ બધી વસ્તુને મિક્સ કરી વાળ પર લગાવાથી વાળની બધી સમસ્યા દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *