હાલ સૂર્યનારાયણ કરવા જઈ રહ્યા છે રાશીપરીવર્તન, આ પરિવર્તન અમુક રાશીજાતકો માટે શુભ તો અમુક રાશીજાતકો માટે સાબિત થશે અશુભ, જાણો શું કહે છે તમારી રાશીનું ભાગ્ય…?

Spread the love

મેષ રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય ખુબ જ સારો રહેશે. મનોબળ અને આત્મવિશ્વાસમા વૃદ્ધિ થશે. ઉત્તમ કાર્ય કરવાની પ્રેરણા મળશે. વહીવટી બાબતોનું સંચાલન કરી શકશો. લોકપ્રિયતા અને પ્રભાવમાં વૃદ્ધિ થશે.

વૃષભ રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય વિશેષ લાભદાયી સાબિત થશે. વિદેશ પ્રવાસ કરી શકાય છે. જુના કેસોનો નિકાલ થશે. દાન-ધર્મના કાર્યમા તમને વધુ પડતો રસ રહેશે. શત્રુ પક્ષ શાંત રહેશે. આર્થિક રોકાણની સંભાવનાઓ વધશે. સંબંધોમા સુધાર આવશે.

મિથુન રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય આર્થિક દ્રષ્ટીએ મજબુત સાબિત થશે. ભાગીદારીમા કોઈ નવો વ્યવસાય શરુ કરવાનુ આયોજન કરી શકો. તમને તમારા મિત્રો અને નજીકના લોકો તરફથી ભરપૂર સહયોગ મળશે.

કર્ક રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય ઉતમ રહેશે. કાર્યક્ષેત્રે અપેક્ષા કરતા તમને સારી એવી સફળતા મળી રહેશે. પિતા તરફથી તમને ભરપૂર સહયોગ મળશે. બઢતીની તકો ઉભી થશે.

સિંહ રાશી :

આ રાશીજાતકોને આવનાર સમયમા ભાગ્યનો ભરપૂર સાથ મળી રહેશે. ધાર્મિક કાર્યોમા તમે વધુ પડતો રસ લેશો. તમને તમારી યોગ્યતા માટે ભરપૂર તકો મળશે. આવનાર સમયમા તમને ધનનો લાભ થશે. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

કન્યા રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય આધ્યાત્મિક પ્રગતિથી ભરપૂર રહેશે. તમારા જીવનના તમામ દુઃખોનો અંત આવશે. આર્થિક લાભ પ્રાપ્ત થશે. આકસ્મિક ધનલાભથી ઉત્સાહિત થશો. કાર્ય પૂર્ણ કરવામા સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો.

તુલા રાશી :

આ રાશીજાતકોની લીડરશીપની ગુણવતામા વૃદ્ધિ થશે. પ્રયત્નો કરવાથી અપેક્ષિત સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. જીવનસાથી સાથેના સંબંધો વધારે પડતા ગાઢ અને મજબુત બની શકે છે. આર્થિક સ્થિતિ સાવ સામાન્ય રહેશે.

વૃશ્ચિક રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય વ્યવસાય ક્ષેત્રે ખુબ જ સારો રહેશે. શત્રુઓ અંગે વિશેષ સાવચેતી રાખવી. તમે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખી શકશો. જવાબદારી નિભાવવામા તમે વધુ પડતા આગળ રહેશો.

ધનુ રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય એકદમ સામાન્ય રહેશે. તમે પરીક્ષાની સ્પર્ધામા સફળતાની કસોટી જીતી શકશો. બૌદ્ધિક પ્રયાસોમા તમે સૌથી આગળ રહેશો. આવકના નવા સ્ત્રોતો મળી રહેશે જેથી, આર્થિક સ્થિતિ મજબુત બનશે.

મકર રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય શારીરિક સુવિધાઓથી ભરપૂર સાબિત થશે. મકાન, વાહન અને જમીન સંબંધિત બાબતો અંગે અમુક વિશેષ ચર્ચા કરવામા આવશે. ઉપરી અધિકારીઓ તરફથી તમને સલાહ-સુચન મળી રહેશે. તમારા જીવનમા સ્થાનાંતરણ શક્ય છે. તેથી થોડીક ધીરજ રાખો.

કુંભ રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય હિમ્મત અને સાહસથી ભરપૂર સાબિત થશે. સંપર્ક અને સંચાર વધુ સારો રહેશે. ટૂંકા અંતરની વ્યાપાર યાત્રા શક્ય બની શકે છે. ધંધામા ખુબ જ સારો એવો વિકાસ થશે.

મીન રાશી :

આ રાશીજાતકો માટે આવનાર સમય ખુશીઓથી ભરપૂર સાબિત થશે. ઘર-પરિવારમા આનંદ અને ખુશીની ક્ષણો વધશે. આર્થિક બાજુ મજબૂત રહેશે. વાણીની વર્તણૂકમા સ્પષ્ટતા વધશે. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *