હાલ આવનાર સમયમા ગુરુ, મંગળ અને શુક્ર જેવા મોટા ગ્રહો બદલશે પોતાની ગ્રહદશા, અમુક રાશિઓ માટે આવશે સારો સમય, જાણો શું કહે છે તમારી રાશીનુ ભાગ્ય…?

Spread the love

મિત્રો, હાલ પ્રવર્તમાન માસમા પાંચ એવા મુખ્ય ગ્રહો છે કે, જે પોતાની રાશી બદલશે. આ પાંચ ગ્રહોમા સુર્ય, મંગળ, બુધ, ગુરુ અને શુક્રનો સમાવેશ થાય છે. આ ગોચરને લીધે નક્ષત્રોના પ્રભાવ પર વિશેષ અસર પડશે. તેથી લોકોના જીવન પર પણ સકારાત્મક અસરો જોવા મળશે. તો ચાલો જાણીએ આ ગ્રહો અને તેની અસરો વિશે.

સુર્ય ગ્રહનુ રાશીગોચર :

નોકરીના ક્ષેત્રમાં કીર્તિ વધારનાર અને માન સમ્માન વધારનાર સુર્યદેવ દર મહિને પોતાની રાશી બદલે છે. તે મીન રાશી માંથી મેષ રાશિમાં ગોચર કરશે. તેનાથી મેષ રાશિના જાતકોને ઘણી રાહત મળશે. સિંહ રાશિના સ્વામી એવા સુર્યદેવ તુલા રાશિમાં નીચ અને મેષ રાશિમાં ઉચ્ચ માનવામાં આવે છે.

મંગળ ગ્રહનું રાશીગોચર :

મંગળ ગ્રહને સહાય કરનાર, પરાક્રમ અને શૌર્ય વધારનાર માનવામાં આવે છે. તે મંગળ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશશે. મંગળ ગ્રહના પ્રભાવને કારણે મિથુન રાશીના લોકોનુ માન-સમ્માન ઘણુ વધી શકે છે.

બુધ ગ્રહનુ રાશીગોચર :

ગ્રહોના રાજકુમાર માનવામાં આવતા ચંદ્રપુત્ર બુધ એક મહિનામાં બે વાર રાશી બદલે છે. તે  મીન રાશીમાથી ગોચર કરી મેષ રાશીમા પ્રવેશશે. બુધ ગ્રહનો પ્રભાવ માણસની તર્કશક્તિ, સંચાર, વ્યાપાર, વાણી, ગણિત, લેખન, અને બુધ્ધિ પર પડે છે. તેથી અને લગતા ક્ષેત્ર માં લોકો ખૂબ પ્રગતિ કરે છે અને ખ્યાતિ મેળવે છે. મિથુન અને કન્યા રાશિના સ્વામી કહેવાતા બુધ, કન્યા રાશી માં ઉચ્ચ અને મીન રાશિમાં નીચ માનવામાં આવે છે.

ગુરુ ગ્રહનું રાશીગોચર :

બધા ગ્રહોમા મોટા બૃહસ્પતિ કહેવાતા ગુરુ ગ્રહ  મકર રાશીમાથી કુંભ રાશીમા પ્રવેશશે. આ ગ્રહના પ્રભાવને કારણે મકર રાશિના લોકોને લગ્નજીવન, નોકરી, ધંધામા સારા અવસરોની પ્રાપ્તિ થશે.

શુક્ર ગ્રહનુ રાશીગોચર :

શુક્ર ગ્રહ ને સુખ, વૈભવ, પ્રસન્નતા આપનાર માનવામાં આવે છે. તે મેષ રાશિમાં પ્રવેશશે. આ ગ્રહ વૃષભ રાશી અને તુલા રાશિના સ્વામી છે. તેને કન્યા રાશિમાં નિચ્છ અને મીન રાશિમાં ઉચ્ચ માનવામાં આવે છે.

શની ગ્રહનુ રાશીગોચર :

શની ગ્રહ એક રાશિમાં અઢી વર્ષ રહે છે. આ ગ્રહના પરિવર્તનને કારણે સાડાસાતી શરૂ થાય છે. આ ગ્રહ ન્યાયના કારક કહેવાય છે. શની સારા કર્મો કરનાર લોકોને સારું ફળ આપે છે. આ ગ્રહ આખું વર્ષ મકર રાશી માં રહેશે.

રાહુ ગ્રહનુ રાશીગોચર :

રાહુ ગ્રહ આ વર્ષે તેની રાશી નહીં બદલે. આ ગ્રહના પ્રભાવથી વૈભવ, ભૌતિક સુવિધાઓ, સાંસારિક પ્રતિષ્ઠા, રાજનીતિમાં સફળતા, ઉત્તમ આરોગ્ય મળશે.

કેતુ ગ્રહનુ રાશીગોચર :

કેતુ ગ્રહ આ વર્ષે તેની રાશી નહીં બદલે. જ્યોતિષશાસ્ત્ર મુજબ રાહુ અને કેતુ હમેશા ઊલટી ચાલ ચાલે છે. કેતુ ગ્રહ વૃશ્ચિક રાશીના રહેશે.

આ માસ રહેશે રાશીઓ માટે કઈક આવો :

શુભ : મેષ રાશિ, મિથુન રાશિ, તુલા રાશિ, સિંહ રાશિ, મકર રાશિ
અશુભ : કર્ક રાશિ, વૃશ્ચિક રાશી, કન્યા રાશિ
મિશ્ર ફળ : વૃષભ રાશિ, ધન રાશિ, કુંભ રાશિ, મીન રાશિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *