હાલ આ ગરમીમા બપોરે જો મળી જાય ઠંડો-ઠંડો શ્રીખંડ, તો ભોજન નો આનંદ વધી જાય, આજે જ બનાવો ડ્રાયફ્રૂટ શ્રીખંડ

Spread the love

મિત્રો, હાલ ઉનાળા ની કાળઝાળ ગરમી ની મોસમ ચાલી રહી છે ત્યારે લોકો આ ગરમી ને દૂર ભગાડવા માટે ઠંડી વસ્તુઓ નુ સેવન કરવાનો વધુ પડતો આગ્રહ રાખતા હોય છે. ઉનાળાની મોસમ છે એટલે આ મોસમમા લોકો ને બે વસ્તુ અત્યંત પ્રિય હોય છે એક તો કેરી અને બીજુ છે શ્રીખંડ. હાલ, કોરોના વાઇરસ ની આ સમસ્યા અને લોકડાઉન ના કારણે કેરી નો સ્વાદ કદાચ ચાખવા મળે કે ના મળે પરંતુ, તમે ઘરબેઠા શ્રીખંડ નો સ્વાદ અવશ્ય માણી શકશો, ચાલો જાણીએ કેવી રીતે?

શ્રીખંડ બનાવવા માટે ની આવશ્યક સાધન-સામગ્રી :

ઘર નુ તાજુ દહી : ૧ કિલો , ખાંડ : આવશ્યકતા મુજબ , ઈલાયચી ના દાણા : ૭-૮ નંગ , જાયફળ : ૧ નંગ , કેસર ના તાંતણા : ૧ ચમચી , બદામ અને પિસ્તા : ૭-૮ નંગ

વિધિ :

શ્રીખંડ બનાવવા માટે સૌથી પહેલા તો ઘર ના તાજા અને એકદમ મોળા દહી નો જ ઉપયોગ કરવો. સહેજ પણ ખાટુ દહી શ્રીખંડ ને ખાટુ કરી દેશે અને દહી પણ ફૂલ ફેટવાળા દૂધ માંથી જ જમાવવુ. પાતળા કોટન ના કાપડમા દહીં લો. ત્યારબાદ તેની નીચે કાણાવાળી જાળી કે ચાયણી રાખવી. મેં અહી જૂના હાથરૂમાલ નો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ બધા છેડાને વ્યવસ્થિત રીતે ભેગા કરી દોરી બાંધી પાણી નિતારવા મૂકી દો.

૩૦-૪૦ મિનિટ બાદ આ જ અવસ્થામા ચાયણી ફ્રીઝમા બીજી ૩ કલાક માટે મુકી દો. બધુ જ પાણી નીતરી જશે અને ફ્રીઝમા હોવાથી દહી ખાટુ પણ નહી પડે. ત્યારબાદ તમે જોશો તો દહી એકદમ ક્રીમી અને જાડુ થઈ જશે. ખાંડની સાથે મિક્સરમા ઈલાયચી અને જાયફળ ઉમેરી એકદમ બારીક ભુક્કો કરો.

ત્યારબાદ કેસર ના તાંતણા ને ૩ મોટી ચમચી હુંફાળા દૂધમા પલાળી રાખો. હવે એક મોટા વાસણમા આ જાડુ દહીં લો. ત્યારબાદ તેમા આ દળેલી ખાંડ, ઈલાયચી અને જાયફળ નો ભુક્કો તથા પલાળેલુ કેસર ઉમેરો. મે અહી કલર કે ફ્લેવર નો ઉપયોગ કર્યો નથી. તમે ઇચ્છો તો આ સ્ટેજ પર ઉમેરી શકો.

ત્યારબાદ બધુ યોગ્ય રીતે મિક્સ કરી થોડી વાર ફેટી લો. આમ કરવાથી દહી એકદમ મુલાયમ બની જશે અને ખાંડ પણ સરસ રીતે ઓગળી જશે. પીરસવાના સમય સુધી તેને ફ્રીઝમા જ રાખવુ. ત્યારબાદ બદામ-પિસ્તા ની કતરણ ઉમેરો તો તૈયાર છે તમારુ શ્રીખંડ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *