હાલ ૮૧ વર્ષ ની વયે “રાવણ” ને ઓળખવા છે મુશ્કેલ, રિયલ લાઈફમા છે ભગવાન રામ ના ભક્ત

Spread the love

મિત્રો, કોરોના વાયરસ ના કહેર વચ્ચે ચાલી રહેલા લોકડાઉન મા હાલ દૂરદર્શન પર સીરિયલ ‘રામાયણ’ ખૂબ જ હિટ થઈ ચુકી છે. આમ, તો રામાનંદ સાગરની રામાયણ નુ દરેક પાત્ર લોકો ને આજે પણ યાદ છે પરંતુ, રાવણ નુ પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી ને તેમના દમદાર અવાજ અને હાસ્ય ના કારણે ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા.

૮૧ વર્ષના થઈ ચુકેલા અરવિંદ ત્રિવેદીએ રામાયણમા ભલે રાવણ નુ પાત્ર ભજવ્યુ હોય પરંતુ, વાસ્તવિક જીવનમા તે પ્રભુ શ્રી રામના અનન્ય ભક્ત છે. તો ચાલો આજે આપણે આ લેખમા રામાયણમા રાવણ નુ પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી વિશે થોડી માહિતી મેળવીએ. ૮ નવેમ્બર, ૧૯૩૮ મા મધ્યપ્રદેશના ઉજ્જૈનમા જન્મેલા અરવિંદ ત્રિવેદી હાલ મુંબઈમા રહે છે.

તેમણે બાજુના જ એક ગામમા રામ મંદિર બનાવ્યુ અને તેઓ ત્યા ઘણી વાર પૂજા કરવા માટે પણ જાય છે. અરવિંદ ત્રિવેદી હાલ તો વૃદ્ધાવસ્થા ના ઉંબરે પહોંચી ચુક્યા છે અને મોટા ભાગનો સમય ઘરે જ વ્યતીત કરે છે. હાલ તેમના મોઢા પર ઉમર ના કારણે એટલા પરિવર્તનો આવી ચુક્યા છે કે તેમને ઓળખવા પણ મુશ્કેલ થઈ ગયા છે.

અરવિંદ ત્રિવેદીએ જ્યારે રામાયણમા રાવણ નુ પાત્ર ભજવ્યુ, ત્યારથી તેઓ પ્રભુ શ્રી રામના અનન્ય ભક્ત હતા. આ ધારાવાહિક મા મહારાજ લંકેશ ને જોઈને થરથરી જતા લોકો ને એ વાત નો ખ્યાલ પણ નથી કે વાસ્તવિક જીવન મા તેમનો સ્વભાવ અત્યંત નરમ છે. ટેલિવિઝન મા રાવણ નુ પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી ગુજરાતના સાબરકાંઠા થી સાંસદ પણ રહી ચુક્યા છે.

૧૯૯૧ થી ૧૯૯૬ ના સમય દરમિયાન તેઓ ભાજપ ના સાંસદ રહ્યા હતા. એકવાર પોતાના લેખમા સ્વયં તેમણે લખ્યુ હતુ કે, મને રામાયણ મા રાવણ નુ પાત્ર ભજવવા ના કારણે જ લોકસભાના સાંસદ બનવાનો અવસર પણ મળ્યો અને જ્યારે હુ લોકસભા સદસ્ય બન્યો ત્યારે મારા પર મારા મિત્ર રાજેશ ખન્નાએ ખૂબ જ સરસ ટિપ્પણી કરી હતી કે, ભારતીય જનતા પાર્ટીએ રામના નામ પર ચૂંટણી લડી અને રાવણ ને લોકસભાની ટિકિટ આપી.

તેમણે પોતાના કરિયર ની શરૂઆત ગુજરાતી રંગભૂમિ ના મંચ થી કરી. તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી સિનેમા નુ એક ખાસ્સુ જાણીતુ નામ છે અને અનેકવિધ ગુજરાતી ફિલ્મોમા તે અભિનય પણ કરી ચુક્યા છે. સ્વયં અરવિંદ ત્રિવેદી પણ ૩૦૦ ફિલ્મોમા કાર્ય કરી ચૂક્યા છે. ગુજરાત સરકાર થી માંડી ને સમગ્ર દેશની તથા વિશ્વ ની અનેક સંસ્થાઓએ તેમનુ સન્માન કર્યું છે.

ગુજરાતી અને હિન્દી ફિલ્મોમા સફળ ઈનિંગ રમી ચુકેલા અરવિંદ હવે અનેકવિધ સામાજિક કાર્ય કરતી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. અરવિંદે ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’, ‘ઢોલી’, ‘મણિયારો’, ‘સંતુ રંગીલી’ જેવી ગુજરાતી ફિલ્મોમા કામ કર્યું છે. અરવિંદના ગુજરાતી સિનેમામા કરેલા કાર્ય અને હિંદી સિનેમામા આપેલા યોગદાન ને જોતા રામાનંદ સાગરે તેમને રામાયણમા રાવણ ના પાત્ર માટે પસંદ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *