ગુરુવારે આ ઉપાયો અજમાવવા થી તમામ સમસ્યાઓ થશે દૂર, ભગવાન વિષ્ણુ ના આશીર્વાદથી પૂરી થશે દરેક ઈચ્છાઓ…

Spread the love

આપણા દેશને ધાર્મિક દેશ માનવામા આવે છે. દુનિયાના ધાર્મીક દેશો માનો એક દેશ આપણો પણ છે. આપણા દેશમા સૌથી વધારે હિન્દુ ધર્મના લોકો રહે છે. તેથી રોજ બધા ભગવાનની ભક્તિ કરે છે. એક સપ્તાહમા સાત દિવસ એટલે કે સાત વાર હોય છે જે બધાને અલગ અલગ દેવી દેવતાઓને સમર્પિત કરવામા આવ્યો છે.

ગુરુવારના દિવસને ભગવાન નારાયણને સમર્પિત કરવામા આવ્યો છે આ દિવસે તેમની પુજા અર્ચના કરવામા આવે છે. આ દિવસ નારાયણની સાથે સાથે ગુરુ ગ્રહનો પણ માનવામા આવે છે. એમ માનવામા આવે છે કે જે લોકો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરે છે અને તેમના આશીર્વાદ તે લોકોને મળે તો તેમના જીવનમા ચાલતી બધી જ સમસ્યાઓ દુર થાય છે અને તેઓનુ જીવન સરળ બની જાય છે.

જો તમારા જીવનમા પણ મુશ્કેલી ચાલી રહી છે અને તમે તેને દુર કરવા માટે ઘણા ઉપાયો અને પ્રયત્નો કરવા છતા પણ તે દુર નથી થતા તો ગુરુવારએ આ ઉપાયો કરવા જોઇએ જેનાથી બગવાન ખુશ થાય છે અને તમારા જીવનની બધી જ સમસ્યા દુર કરે છે. તો ચાલો આજે જાણીએ તે ઉપાયો વિશે.

નારાયણને જગતના પાલનહાર માનવામા આવે છે. ગુરુવારના દિવસે તેમની પુજા કરવી ખુબ જ ઉત્તમ ગણાય છે. આ દિવસે વહેલુ ઊઠીને નાહી ધોઇને તમારા બધા કામ પુરા કરી લેવા જોઇએ ત્યારબાદ નારાયણાના મંદીરમા જઇને તેમની મુર્તીની સામે દીપ અને અગરબત્તી પ્રગટાવી જોઇએ. તે પછી તેમને પીળા કલરના ફુલની માળા ચડાવી જોઇએ. તેની સાથે ચંદન પણ અર્પણ કરવુ જોઇએ.

મંદીરમા બેસીને ૧૦૦૮ વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના પાઠ કરવા જોઇએ. ત્યારબાદ ભગવાનની પ્રતીમાની સામે જોઇને તમારી બધી સમસ્યા દુર કરવા માટેની પ્રાર્થના કરવી જોઇએ. તેમ કર્યા બાદ જરા પણ અવાજ વગર ઘરે આવવુ જોઇએ. ઘરે આવતા સમયે કોઇ પણ સાથે વાત ન કરવી જોઇએ. આને તમારે સાત ગુરુવાર કરવાનો હોય છે. આમ કરવાથી ભગવાનના આશીર્વાદ તમને મળે છે.

સુખ સમૃદ્ધી ની પ્રાપ્તિ માટે :

આ દિવસે તમારા ઘરમા રહેલ તુલસીની પુજા અર્ચના કરવી જોઇએ. તેની બાજુમા દીવો પણ કરવો જોઇએ. નારાયણને તુલસી ખુબ જ પ્રિય છે. આમ કરશો તો તમારા જીવનની બધી જ મુશ્કેલીઓનો ઉકેલ આવશે અને તમારા સુખ, શાંતી અને સમૃદ્ધી મળશે. તમારા ઘરના દરેક લોકોની બધી ઇચ્છાઓ પુરી થશે.

મનપસંદ વ્યક્તિ સાથે જલ્દી લગ્ન કરવા માટે :

કોઇ પણ કન્યાને પોતાના લગ્ન માટે રાહ જોવી પડે છે. તેના લગ્નમા ઘણી બધી અડચણો આવે છે અને તેનો યોગ્ય વર મળતો નથી તો તેને આ દિવસે શ્રી કૃષ્ણ અને રૂક્ષમણીજીની પુજા કરવી જોઇએ. કૃષ્ણએ નારાયણના અવતાર છે. આની એક સાથે પુજા અર્ચના કરવાથી તમારી પસંદનો વર મળે છે. તે તમારા માતે યોગ્ય હશે. આની સાથે તમારા લગ્નમા આવતી બધી જ અડચણો દુર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *