ગુરુવારના દિવસે અવશ્ય અજમાવો આ વિશેષ ઉપાય, ભગવાન વિષ્ણુ થશે પ્રસન્ન અને આપશે વિશેષ આર્શિવાદ…

Spread the love

આપની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. તેનાથી તમારા પર માતા લક્ષ્મીના આશીર્વાદ રહે છે. ગુરુવારે ભગવાન વિષ્ણુના પૂજા પાઠ કરવાથી તમારા જીવનમાં ખુશીનું વાતાવરણ જળવાય રહે છે. કેટલાક નિયમિત ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ તમારા પર પ્રસન્ન થાય છે.

ભગવાન વિષ્ણુનો પાઠ કરવો જોઈએ:

સવારે વહેલા ઊઠીને નાહીને ભગવાન વિષ્ણુની પૂજા પાઠ કરવા જોઈએ. ઘીનો દીવો કરવો જોઈએ. ગુરુવારના દિવસે આ ઉપાય કરવાથી તમારા જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. તમારી મિલકતોમાં વધારો કરી શકો છો. તેમના આશીર્વાદ તમારા પર રહે છે.

ઘરની ગરીબી દૂર કરવા માટે આ ઉપાય:

કેટલાક લોકો પોતાના ઘરની ગરીબીના કારણે દુખી હોય છે. તેમણે ભગવાન વિષ્ણુની પૂજા પાઠ, આરતી અને સ્ત્રોતનું વાંચન કરવું જોઈએ. તેનાથી તમારું મન શાંત રહે છે. જીવનમાં ચાલતી અનેક સમસ્યાઓ દૂર થાય છે.

પીળા વસ્ત્રો પહેરવા જોઈએ:

વિષ્ણુ ભગવાનને પીળો કલર ખૂબ પસંદ છે. તેથી તેમની પૂજા અને પ્રાર્થના કરતી વખતે પીળા અથવા લાલ વસ્ત્રો પહેરવા જોઈએ. તે સમયે તમારા કપાળ પર હળદરથી તિલક કરવું જોઈએ. તેથી તમારા પર ભગવાનના આશીર્વાદ રહે છે. તેમની કૃપાથી તમારું જીવન સુખમય અને શાંતિથી ભરેલું રહે છે.

કેળાના વૃક્ષની પૂજા કરવી:

કેળાંના વૃક્ષ પાસે ઘીનો દીવો કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી જોઈએ. તેનાથી તમારા જીવનમાં ચાલતી સમસ્યાઑ દૂર થાય છે. ભગવાનના આશીર્વાદ તમારા પર વરસતા રહે છે. તેથી તમારા તમામ કામ સરળતાથી પૂર્ણ થઈ શકે છે.

પીળી વસ્તુઓનું દાન કરવું:

ગરીબ લોકોને દાન કરવું જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી દાન કરવું જોઈએ. તેનાથી તમારું સફળ થાય છે. પીળી વસ્તુઓનું દાન કરવાથી તમારા જીવનમાં ખુશીનું આગમન થાય છે. તમારા પર ભગવાન વિષ્ણુની કૃપા વરસતી રહે છે. તમારા પરિવારના લોકો ખુશ રહી શકે છે. તેથી તમારી સંપતિમાં વધારો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *