ગુજરાતના એક સંતે કરી ભવિષ્યવાણી! મહામારી બાદ આવશે ગુજરાતમા આવા દિવસો, શું આ ભવિષ્યવાણી થશે સાચી સાબિત…?

Spread the love

આજે આપણે મોર્ડન ટેકનોલોજીના જમાનામાં આપણા જૂન શાસ્ત્રોને ભૂલતા જઈએ છીએ. આપણા શાસ્ત્રોમાં એવી વાતો નું વર્ણન કરવામાં આવ્યું છે જે આજના દિવસ સુધીમાં કોઈ ઉકેલી નથી શક્યું. અમેરિકાની સંસ્થા નાસા પણ માને છે કે આપણા શાસ્ત્રોમાં એક અદભુત તાકાત છે.

આજે આપણે એક એવા સંત વિશે વાત કરીશું જેના શાસ્ત્રો વાંચવાથી ભવિષ્યની જાણકારી મળે છે. તેમાં જે લખેલું છે તે આજના જમાનામાં સાચું પડી રહ્યું છે. તે સંત છે દેવાયત પંડિત. તો ચાલો તેમના વિષે થોડું જાણીએ. દેવાયત પંડિત મૂળ ગુજરાતના હતા. તે સાહિત્ય આગમવાણી તરીકે પણ જાણીતા છે. તે તેની અનોખી કાલથી ભવિષ્યમાં શું થવાનું છે તેની જાણ કરતાં. આજે આપણે તેમના એક એવા સાહિત્ય ની વાત કરશું જેમાં ભવિષ્ય પર નજર પડે છે.

તેમની એક રચના જેનું નામ દારા દાખવે છે તેનો અર્થ ભવિષ્યમાં આવા દિવસો આવશે એવો થાય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં એવા કેટલાય ત્રિકાળજ્ઞાની સંત થઈ ગયા છે જેમની ભવિષ્યવાણી આજે સાચી પડી રહી છે. તેમથી જ એક છે દેવાયત પંડિત. આજે આપણે દેવાયત પંડિતે અમદાવાદ વિશે કરેલી ભવિષ્યવાણી વિશે જાણીશું.

તેમને આ ભવિષ્યવાણી માં કહ્યું છે કે પહેલા પહેલા ફરકશે પવન નદીએ નહિ હોય નીર ઉત્તર દિશાથી સાયબો આવશે મુખે હશે હનુમાન વીર લખ્યા ને જો કિયા એવા દિન આવશે કેવા દેવાયત પંડિત દાળા દાખવે. આ પંક્તિમાં તે કહે છે કે પહેલા ખૂબ જ પવન ફૂંકાશે અને નદી માંથી પાણી સુકાઈ જશે અને ઉત્તર દિશાથી સાયબો એટલે કે ભગવાન વિષ્ણુ કલ્કિ અવતાર માં ઉત્તર દિશા માંથી આવશે અને તેના રથ પર હનુમાનજી બિરાજમાન હશે.

પોરો આવશે રે સંતો પાપનો ધરતી માગશે રે ભોગ કેટલાક ખડગે સહર્ષ કેટલા મળશે રોગ લખ્યા ને ભાગ્યા સોઈ દિન આવશે આ પંક્તિ માં દેવાનંદ પંડિત કહે છે કે સંતો પણ પાપ નો આસરો લેશે અને ધરતી તેનો ભોગ માંગશે તે સમયે રોગ ફેલાશે અને લોકો અકાળે મૃત્યુ પામશે.

કાંકરિયા તળાવે તંબુ તાણશે સો-સો ગાઉની સીમ રૂડી ને વિશે રળિયામણી ભેરા આવશે અર્જુન અને ભીમ લખ્યા રે ભાખ્યા એવા સોય દિન આવશે એવું લખે દેવાયત પંડિત દારા દાખવે. આ લખી દેવાનંદ પંડીતે કાંકરિયા તળાવ વિશે ભવિષ્યવાણી કરી છે. આ પંતિમાં તે કહે છે કે કલ્કિ અવતારમા આવેલા ભગવાન કાંકરિયા તાળવે રોકાણ કરશે તેમજ યુદ્ધ માટે તેની સાથે અર્જુન અને ભીમ પણ હશે.

પૃથ્વી પર સર્વત્ર યુદ્ધ ફેલાશે અને નગરો સુના પડી જશે. લોકોને ધન લૂટશે તો પણ કોઈ ફરિયાદ નહીં કરે. આ કાવ્યમાં જણાવવામાં આવેલ ઘણી વાતો આજે સાચી થતી હોય એવું દેખાય છે. આ કોરોના કાળમાં લોકો અકાળ મૃત્યુ નો ભોગ બને છે અને નગરો સૂના પડી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *