ગુજરાતના આ મુસ્લિમ ડોક્ટર દંપત્તિની થઇ રહી છે ચારેબાજુ ચર્ચા, અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણ અર્થે કર્યું આટલા કરોડ નુ દાન…

Spread the love

છેલ્લા ઘણા વર્ષથી અયોધ્યામા મંદીર બનાવા માટેનો વિવાદ ચાલતો હતો. આ વિવાદનુ પરીણામ આવી ગયુ છે અને ત્યા રામ મંદીર બનાવામા આવશે. તેને બનાવા માટે બધા પાસેથી દાન લેવામા આવ્યુ હતુ. તેમા ગુજરાતના અનેક લોકોએ દાન કર્યુ છે. ઘણા લોકોએ તો કરોડો દાનમા આપ્યા છે. તેમા એક દંપત્તિએ પણ ઘણુ બધુ દાન કર્યુ છે. તેમની ચર્ચા આજકાલ બધે થાય છે. કારણ કે તે એક મુસ્લિમ દંપત્તિ છે અને તેમણે ૧.૫૧ કરોડ રૂપિયાનુ દાન આપ્યુ છે. આ લોકોના વખાણ આખા દેશમા થાય છે.

રામ મંદીર બનાવા માટે ગુજરાત રાજ્ય માથી આજ સુધીમા ૩૧ કરોડ જેટલુ દાન આપવામા આવ્યુ છે. ગુજરાતમા બધાથી વધારે દાન પાટણના ડોકટર દંપત્તિએ આપ્યુ છે તેમનુ નામ હામિદ મંસુરી છે અને તેમની પત્નીનુ નામ મુમતાઝ મંસુરી છે. તેમણે ૧.૫૧ કરોડનુ દાન આપ્યુ છે.

આ મંદીરના ભવ્ય નિર્માણ કરવા માટે આ સમય સુધી વીએચપીએ એકત્રીસ કરોડનુ દાન ભેગુ કર્યુ છે. ત્યારે આ લોકોએ એક અનોખુ કામ કર્યુ છે. તેમણે એકતા માટેનુ ખુબ સારુ ઉદાહરણ આપ્યુ છે. તે માનવતા અને એક બીજા સાથે હળી મળીને રહેવા માટેનુ ઉદાહરણ આપ્યુ છે. પાટણ જીલ્લામા આ લોકોની ખુબ જ વધારે ચર્ચા થઇ રહી છે.

આ કપલએ રામ મંદીર બનાવા માટે પોતાની તિજોરી ખોલીને દાન કર્યુ છે. તે લોકોએ હિન્દુ લોકોને પણ ખુશ કર્યા છે અને તે લોકોને ખુશીના આંસુથી રડાવ્યા છે. ત્યારથી આ લોકો ખુબ જ ચર્ચામા ચાલી રહ્યા છે. તે લોકો અયોધ્યાની મુલાકાતે પણ ગયા હતા. તે લોકોના મનમા જ રામ ભગવાન માટે શ્રદ્ધા છે. તે લોકોની આ આસ્થા માનવતા ગણાય છે.

તે લોકો પોતાના વ્યસ્ત જીવન માથી સમય કાઢીને ભગવાન રામના દર્શન કરવા માતે અયોધ્યા ગયા હતા. ત્યારે મુમતાઝએ માનતા રાખી હતી કે મંદીરનો વિવાદ ઉકેલી જાય અને ત્યા મંદીર બનાવામા આવે. અત્યારે મંદીર બની રહ્યુ છે ત્યારે આ લોકો ખુબ જ દાન આપે છે.આ લોકોએ બીજા ઘણા બધા ભારતીય હિન્દુ મંદીરના દર્શન કર્યા છે. તે મુસ્લિમ હોવા છતા ભગવાના માટે તેમની આસ્થા એ ખુબ મોટી વાત કહેવાય. તે લોકો કોઇપણ ધર્મમા ભેદભાવ રાખતા નથી.

તે લોકો એમ કહે છે કે બધા ધર્મથી મોટો માનવ ધર્મ છે. તે લોકોને ભારતીય હોવા પર ગર્વ થાય છે. તેણી જણાવે છે કે મંદીર બનવા આંગેનો નિર્ણય આવ્યો તે પહેલા તેના માટે મે માનતા રાખી હતી. અત્યારે તેનો સારો નિર્ણય આવ્યો છે અને ત્યા રામ મંદીર બને છે. હુ આ વાત સાંભળીને ખુબ ખુશ થઇ હતી અને હુ મારી જાતને ખુબ જ નસીબદાર ગણુ છુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *