ગુજરાતમા ફરી લૉકડાઉન થવાના મુદે ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલ દ્વારા કરવામા આવી આ સ્પષ્ટતા
મિત્રો, આપણા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ ગૃહરાજ્ય ગુજરાત કોરોનાના સંક્રમણથી સૌથી વધુ ખરાબ રીતે પ્રભાવિત થનારા રાજ્યોમાનુ એક રાજ્ય છે. મહારાષ્ટ્ર પછી બીજા નંબરે ગુજરાત એવુ રાજ્ય હતુ કે જ્યા ખુબ જ ઝડપથી કોરોના વાયરસનુ સંક્રમણ ફેલાઈ રહ્યુ છે અને અહી કોરોના વાયરસના કારણે મૃતકોનો દર સતત ચિંતાનો વિષય બની રહ્યો છે.
આ કોરોના વાયરસના કારણે સમગ્ર દેશને ખુબ જ લાંબા સમયગાળા સુધી લૉકડાઉન કરવામા આવ્યો પરંતુ, દેશની આર્થિક સ્થિતિ કથળતા હાલ અનલૉક-૧મા અમુક પ્રકારની છુટછાટ આપવામા આવી છે. અનલોક-૧મા આપેલી છૂટછાટ બાદ હાલ ગુજરાત રાજ્યમા કોરોના વાયરસના કેસોમા વધારો થતો જોવા મળી રહ્યો છે.
કોરોના વાયરસના પોઝીટીવ કેસોના આંકડામા વધારો થતા હાલ એવી અફવાઓ વહેતી થઇ હતી કે, સમગ્ર ગુજરાતમા લૉકડાઉન ફરી લાગૂ થશે. ત્યારે આજે આ અફવાનો અંત આવ્યો છે. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમા ફરીથી લોકડાઉન થવાની આ અફવા પર સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતમા હવે ફરી કોઈ લૉકડાઉન થવાનુ નથી. સોશિયલ મીડિયામા વાયરલ થઇ રહેલી આ વાત ફક્ત એક અફવા છે.
કન્ટેઇન્મેન્ટ ઝોનના લૉકડાઉનના સમયકાળમા વધારો કરવામા આવ્યો હતો :
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ થોડા દિવસ પહેલા અમદાવાદમા કોરોનાનું સંક્રમણ વધતા કન્ટેઇન્મેન્ટ ઝોનના લૉકડાઉનના સમયકાળમા વધારો કરવામા આવ્યો છે. પોલીસ કમિશ્નર દ્વારા આ અંગે જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ હતુ. અહી ૩૦ જૂન સુધી લૉકડાઉન વધારવામા આવ્યુ છે. અહી ૩૦ જૂન સુધી કન્ટેઇનમેન્ટ ઝોનમાં શોપિંગ મોલ, ધાર્મિક સ્થળ, દુકાનો બંધ રહેશે. જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ રહેશે અને અહી લૉકડાઉન સાથે કલમ૧૪૪ પણ લાગુ રહેશે.