ગોઠણ, કમર કે પછી હોય સાંધાનો દુખાવો, આ ઘરમા રહેલી વસ્તુ નો આ રીતે કરો ઉપયોગ, જૂનામા જુના દુખાવામા થી મળશે રાહત…

Spread the love

આજના લોકોની ખાણીપીણીના લીધે શરીરની કેટલીક બીમારીઑ થવાની શક્યતાઓ વધતી જાય છે. શુદ્ધ ખોરાક ખાવાથી શરીરની તંદુરસ્તી જળવાય રહે છે. તેમાં ખૂબ જ પ્રમાણમા પોષક તત્વો રહેલા હોય છે. અત્યારના લોકોને શરીરમાં હાડકાંના દુખાવા થવા એ બીમારી સામાન્ય થઈ ગઈ છે. દરેક ઉમરના લોકોને હાડકાના દુખાવા થાય છે. તેનું મુખ્ય કારણ શરીરમાં અનેક કેલ્શિયમ ઘટતા હોય છે. તેના કારણે આવી સમસ્યાઓ થાય છે.

કેટલાક દુખાવામાં આપણને દવા પણ કામ આપતી નથી. ત્યારે આપણે ઘરેલુ ઉપાય કરવા ખૂબ જરૂરી બને છે. તે દુખાવાથી આપણે આપનું કામ બરાબર કરી શકતા નથી. તેથી જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કેટલાક શરીરના દુખવામાથી રાહત મેળવવા માટે ઘરેલુ ઉપાય કરવા ખૂબ ફાયદાકારક બને છે. તે બધી વસ્તુઓ આપના ઘરમાં રહેલી હોય છે.

જાયફળને વાટીને તેમાં સરસોનું તેલ નાખવું. તેને થોડું કઠણ રાખવું જોઈએ. ત્યારબાદ તે પેસ્ટને શરીરના જે ભાગમાં દુખાવો થાય ત્યાં લગાવીને માલિશ કરવું જોઈએ. તેથી તે શરીરના ભાગમાં અંદર તરફ ઉતરે છે અને દુખવામાં રાહત આપે છે. થોડા સમય માલિશ કર્યા બાદ તેને પાણીથી સાફ કરવું. નિયમિત આ ઉપાય કરવાથી થોડા દિવસોમાં આવી અનેક સમસ્યાઓ દૂર થાય છે.

તેને દરરોજ માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે. તેને થોડા સમય સુધી રાખવા માટે તેને યોગ્ય જ્ગ્યાએ સાચવીને રાખવું જોઈએ. આ ઉપાયને આયુર્વેદિક ઉપાય કહી શકાય છે. તેનાથી શરીરને કોઈ નુકસાન થતું નથી. તેનાથી કમરનો દુખાવો, પગના દુખાવા અને વા જેવી અનેક બીમારીઓ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *