ઘૂંટણ તેમજ પગના અસહ્ય દુખાવાને દૂર કરવા માટે આ છે રામબાણ ઉપચાર, તુરંત જોવા મળશે અસર, જાણો તમે પણ…

Spread the love

આજના લોકોને ઘૂટણના દુખાવા થવાની સમસ્યા વધી ગઇ છે. તે બધા લોકોની એક બીમારી બની ગઈ છે. તેનાથી બચવા માટે લોકો કેટલાક ડોકટરોની દવાઓ લે છે. તો પણ આ દુ:ખાવો દૂર થતો નથી. શરીરનું વજન વધ-ઘટ થવાને કારણે ક્યારેક આ સમસ્યા થતી હોય છે. પહેલાના લોકોને ઉંમર મોટી થવાથી તે લોકોના ઘૂટણ દુખતા જ્યારે અત્યારના લોકોને હવે નાની ઉમરમાં જ આ સમસ્યા થાય છે.

તેનું મુખ્ય કારણ શરીરનું વજન છે. તે સમસ્યામાથી બચવા માટે કેટલાક ઘરેલુ ઉપાય કરવા જોઈએ. તેનાથી ખૂબ ફાયદો થાય છે. તેથી શરીરને કોઈ નુકસાન થતું નથી. કેટલાક લોકોને પોતાના કામમાં મહેનત કરવાથી આ બીમારી થાય છે. કેટલાક લોકોને જિમમાં જવાથી આ સમસ્યા થાય છે. આપણા શરીરમાં લૂબ્રિકન્ટ નામનું પ્રવાહી રહેલું હોય છે. તેની અછત સર્જાય ત્યારે આવી સમસ્યાઓ થાય છે.

ઘૂટણની પીડાના કેટલાક ઉપાયો:

લસણ અને સરસવનું તેલ બંનેને મિક્સ કરીને તેને ગરમ કરવું. તે ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને દુઃખાવાની  જગ્યાએ લગાવવું તેનાથી તેમાં રાહત થાય છે. તેનાથી શરીરની માંસપેશીઓ ખૂબ સારી બને છે. થોડો ચૂનો અને તેમાં મધ, હળદર નાખીને તેને મિક્સ કરીને લગાવવાથી ઘૂંટણનો દુ:ખાવો દૂર થાય છે. નિયમિત આ ઉપાય કરવાથી ફાયદો થાય છે.

આમળાના પાવડરમાં થોડો ગોળ નાખીને તેની ગોળી બનાવીને પીવાથી તે દુખાવામાં રાહત થાય છે. તે દુખાવા પર મહેંદી અને એરડાના પાનને ખાંડી ને લગાવવામાં આવે તો તે પીડા દૂર થાય છે. આદુનું ચૂર્ણ અને સરસવનું તેલનું માલિશ કરવાથી આ સમસ્યા દૂર થાય છે.

ખજૂર ઘૂટણના દુખાવા દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે. તેનાથી શરીરના સ્નાયુ ખૂબ સારા બને છે. તેનાથી લોહીનું શુદ્ધ રહે છે. અખરોટનું સેવન કરવાથી આ બીમારી દૂર થઈ શકે છે. બરફના ટુકડાને કપડાંમાં લયને દુખાવા પર ઘસવાથી તે દુખાવો દૂર થાય છે. મેથી શરીર માટે ખૂબ ઉપયોગી છે, તેનો ઉપયોગ નિયમિત કરવામાં આવે તો આવી અનેક સમસ્યાઓ દૂર કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *