ઘઉં નો લોટ દળતી વખતે તેમા આ મુજબ ઉમેરી દો માત્ર આ એક વસ્તુ, રોટલી ની પૌષ્ટિકતા વધવા ની સાથોસાથ કરશે સ્વાદ બમણો…

Spread the love

મિત્રો, દરેક ગુજરાતી ઘરમા સવારે અને સાંજના સમયે રોટલી બનતી હોય છે. જો તમે આ રોટલી બનાવતા સમયે તેમા મોણ ઉમેરો તો તેનો સ્વાદ અને તેમા રહેલી પૌષ્ટિકતામા વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત રોટલી ફૂલેલી અને મુલાયમ બને છે. પરંતુ, શુ તમને ખ્યાલ છે કે, ઘઉં અને સોયાબીનને મિક્સ કરીને તેના લોટની રોટલી બનાવીને તેનુ સેવન કરવાથી તમારુ સ્વાસ્થ્ય સારુ રહે છે.

આ ઉપરાંત રોટલીની પૌષ્ટિકતામા પણ વૃદ્ધિ થાય છે. એવુ કહેવાય છે કે, ઘરના બધા જ સદસ્યોના પોષણની જવાબદારી એક ગૃહિણીની હોય છે. જો તમે તમારા ઘરના સદસ્યોના સ્વાસ્થ્ય સાથે કોમ્પ્રોમાઈઝ કરવા ઈચ્છતા નથી તો આજે જ આ કામ કરી લો. આનાથી તમારુ કામ થોડુ સરળ બની જશે.

જ્યારે પણ તમે ઘઉં દળાવવા માટે જાઓ છો ત્યારે ઘઉંની સાથે સોયાબીન પણ તેમા મિક્સ કરીને દળાવી લો. જો તમે ૧૦ કિલો ઘઉ લો છો તો તેની સામે તમે ૧ કિલો સોયાબીન લઈ શકો છો. આ સોયાબીનને કારણે તમારી રોટલી એકદમ નરમ અને પૌષ્ટિક તો બને જ છે તેની સાથે તમારા સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત રાખે છે. તો તમે પણ એકવાર આ લોટની રોટલી બનાવવાનો પ્રયત્ન અવશ્ય કરો, તેનાથી થતા લાભ તમે જાતે જ અનુભવશો.

સોયબીનથી પ્રાપ્ત થશે આ ફાયદા :

સોયાબીનમાથી તમારા શરીરને પ્રોટીનની સાથે એમિનો એસિડ , વિટામિન-કે , રીબોફ્લેવીન , ફોલેટ , વિટામીન-બી૬, થાયમીન, વિટામિન-સી , લોહતત્વ , મેગેંનીઝ , ફોસ્ફરસ , કોપર , પોટેશિયમ , મેગ્નેશિયમ , ઝિંક , સેલેનિયમ અને કેલ્શિયમ પણ પ્રાપ્ત થઇ રહે છે. આ સિવાય એન્ટી-ઓક્સીડન્ટ્સ અને ફાઈબર તથા કાર્બોહાઈડ્રેટસ માટેનો પણ તે શ્રેષ્ઠ સ્ત્રોત છે. તેમાનુ લેસિથિન એ ત્વચા અને હૃદય માટે પણ લાભદાયી સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *