ઘરની મહેંદી માં ભેળવી દો આ ચાર વસ્તુ, જે વાળને આપશે અંદરથી પોષણ, સફેદ કે તૂટેલા વાળ અને માથાની ખંજવાળ ને નિયંત્રિત કરશે આ જબરદસ્ત ઉપાય…
અત્યારના ખરાબ વાતાવરણને કારણે મોટાભાગના લોકોની એક જ સમસ્યા રહેલી હોય છે. તેના વાળ ખૂબ ખરે છે અને આ સાથે તે સફેદ થવા લાગ્યા છે. તેમાં ખોડો પણ થાય છે, તેની સાથે તેમાં ખંજવાળ પણ આવે છે. તેથી તે પોતાના વાળને લગતી સમસ્યાને દૂર કરવા માટે અનેક ઉપાય કરે છે પરંતુ, તેનાથી તેમણે કોઈ રાહત મળતી નથી. તેની રહેલી આ સમસ્યાથી તે ખૂબ પરેશાન રહે છે.
ઘણા લોકો તેના વાળને રેશમી, ઘાટા, ચમકદાર અને મુલાયમ બનાવા માટે ઘણા પ્રયાસ કરે છે. તેના માટે તે વાળમાં મહેંદી નાખે છે. કંડિશનર કરે છે અને ઘણા પ્રકારના શેમ્પૂ વાપરે છે. ઘણા લોકો તો મોંઘી હેર ટ્રીટમેન્ટ પણ કરાવે છે તેમછતાં પણ તેમણે વાળને કોઈ લાભ થતો નથી અને લાંબા સમયે તેનાથી વાળને નુકશાન થાય છે.
ઘણા લોકો તેના માટે હેર પેકનો ઉપયોગ કરતાં હોય છે. તેના માટે ઘરેલુ ઉપાય કરીને વાળની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાય છે. આજે આપણે તેના કેટલાક ઉપાય વિષે જાણીએ. તેનાથી વાળને મુલાયમ, કાળા અને ચમકીલા બને છે. આના માટે તમારે મહેંદી નો ઉપયોગ કરવાનો રહેશે. તેની સાથે તમારે થોડી વસ્તુ ભેળવવી પડશે. તેનાથી તમારા વાળ સફેદ થયા હશે તો કાળા થશે અને વાળને લગતી બધી સમસ્યા તેનાથી દૂર થશે.
આવશ્યક સાધન-સામગ્રી :
૨ થી ૩ ચમચી : હર્બલ મહેંદી, ૨ થી ૩ ચમચી : આંબળાનો પાવડર, ૨ ચમચી : ભૃંગરાજ પાવડર, ૨ ચમચી : શિકાકાઈ, ૧ ગ્લાસ : પાણી, ૨ થી ૩ ચમચી : ગુલમહોરના ફૂલનો પાવડર.
બનાવવા માટેની રીત :
તેના માટે તમારે લોખંડનું વાસણ લેવું આ વાસણમાં મહેંદીની સારી અસર થાય છે. આ ન હોય તો તમે બીજું કોઈ પણ વાસણ લઈ શકો છો. તેમાં પાણી નાખવું અને તેને ગરમ કરવું. તે ઉકવા લાગે તે પછી તેમાં તમારે આમળાનો પાઉડર ભેળવી દેવો. તેને ૫ મિનિટ માટે ધીમા ગેસ પર ઉકળવા દેવું પછી તેને ઠંડુ કરવા માટે રાખવું તે હુંફાળું થાય પછી ટી હર્બલ મહેંદી નાખવી અને તેને સારી રીતે ભેળવી દેવું. તે પછી તેમાં ભૃંગરાજ પાવડર નાખવો અને ભેળવી લેવું.
તે પછી ટી શિકાકાઈ નાખવો. છેલ્લે તેમાં ગુલમહોરના ફૂલનો પાવડર નાખવો તેને સારી રીતે ભેળવી લેવું. તે વાળમાં લગાવવા માટે તૈયાર છે. આ તમારે રાતે બનાવી લેવું. તેને તમારે ઢાંકીને આખી રાત માટે મૂકી દેવુ. આમા મહેંદી, આમળા અને શિકાકાઈ નાખવાથી વાળ સિલ્કી, ચમકદાર અને લાંબા બને છે. આને નાખવાથી માથામાં ખંજવાળ પણ નથી આવતી અને ગુલમહોર વાળને મજબૂત બનાવે છે.
કોઈપણ પેક તમારે વાળમા નાખતા પહેલા તમારે રાતે માથામાં હળવા હાથે તેલથી મસાજ કરવુ જોઈએ. રાતે તેલ નાખ્યા પછી સવારે વાળને સારી રીતે ધોઈ લેવા. તેને થોડીવાર સુકાવા દેવુ. તે પછી તમારે આને વાળમા લગાવવુ. તેને વાળના મૂળ સુધી લગાવવુ જોઈએ. તે પછી તમારે ૪૫ થી ૫૦ મિનિટ માટે તેને રહેવા દેવું અને તે પછી તમારે તેને ઠંડા પાણીથી વાળને ધોવા આનો ઉપયોગ તમારે ૮ થી ૧૦ દિવસમાં એક વાર કરવો જોઈએ.
તમે ઘણીવાર વાળમાં ખાલી મહેંદી નાખતા હશો પરંતુ, તેની સાથે આ બધી વસ્તુ ભેળવીને વાળમાં નાખવાથી તેનાથી વાળ સુંદર, કાળા, લાંબા, અને ચમકદાર બને છે. તેનાથી વાળ મજબૂત બને છે. તેનાથી વાળને લગતી બધી તકલીફથી તમને હમેશા માટે છૂટકારો મળશે.