ઘરમા રહેલા નમક થી થઇ શકે છે ત્વચાની તમામ સમસ્યાઓ દુર, સ્ત્રીઓએ તો જરૂર જાણવું અને અજમાવવું…

Spread the love

આપણે સૌ જાણીએ છીએ કે આપના આયુર્વેદમાં ઘણી એવી વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે તેનાથી આપની ત્વચાને લગતી કોઈ પણ સમસ્યા સરળતાથી દૂર કરી શકાય છે. ખૂબ કીમતી ક્રીમ જે કામ નથી કરી શક્તિ તે આપના આયુર્વેદમાં બતાવ્યા ઉપાય કરી શકે છે. અત્યારના સમયમાં લોકો આયુર્વેદને ભૂલી ગયા છે. પરંતુ ઘણા એવા લોકો છે જે આયુર્વેદની નથી ભૂલ્યા.

તે તેની ત્વચા માટે તેમાં દર્શાવ્યા પ્રમાણે ઉપચાર કરીને તે ત્વચાને લગતી સમસ્યા માથી હમેશા માટે મુક્તિ મેળવી લીધી છે. તેથી તેની ત્વચા સુંદર અને ચમકદાર બની ગઈ છે. આપના ઘરમાં કોઈ પણ વસ્તુ જે ખાવાની હોય તેમાં મીઠાનો ઉપયોગ કરીએ છીએ. તેનાથી આપના ભોજનનો સ્વાદ વધે છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે મીઠાનો ઉપયોગ ત્વચાને સાફ અને ચમકદાર બનાવવા માટે પણ કરવામાં આવે છે.

તેનાથી ઘણા પ્રકારના ત્વચાને લગતા રોગો દૂર કરી શકાય છે. આના ઉપયોગથી આપની ત્વચા સુંદર બને છે. આ આપની સુંદરતમાં વધારો કરવામાં મદદ કરે છે. બધાના ઘર માઠી મીઠું મળી આવે છે. આ ખૂબ સસ્તું બજારમાં મળે છે. કોઈ ઘર એવું નહીં હોય કે તે મીઠાનો ઉપયોગ નહીં કરતાં હોય. આજે આપણે આનો ઉપયોગ કેવી રીતે કરવાથી આપની ત્વચા સુંદર અને ચમકદાર બને છે તેના વિષે આજે જાણીએ.

ત્વચા પર કાળા ડાઘ હોય તો તેના માટે :

આપની ત્વચા પર કાળા ડાઘ પડી ગયો હોય તો તેને દૂર કરવા માટે આ ખૂબ ઉપયોગી છે. ઘણા લોકોને ઘૂંટણ અને કોણી કાળા પડી ગયા હોય છે તેના માટે પણ આ ઉપયોગી છે. તેના માટે ૧ ચમચી સફેદ મીઠું, ૧ ચમચી ઓલિવ ઓઇલને સાથે ભેળવીને તેને સારી રીતે ભેળવીને તેને કાળા ડાઘ પર લગાવો. તેને તમારે ૫ થી ૭ મિનિટ માટે હળવા હાથે મસાજ કરવું. તે પછી તમારે તેને ભીના કપડાથી સાફ કરી લેવું. આ અઠવાડિયામાં બે કે ત્રણ વાર કરવું.

માથામાં ખોડો હોય તો તેના માટે :

માથા પર જે ખોડો રહેલો હોય છે તેના માટે આનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે વાળ ધોવો તે પહેલા ૨૦ મિનિટ પહેલા મીઠું માથા પર હલકા હાથે મસાજ કરવો. ૨૦ મિનિટ પછી તેને હલકા શેમ્પુથી ધોઈ લેવું. આનાથી માથા પર રહેલ ખોડો દૂર તહશે અને તેની સાથે વધારાનું તેલ પણ દૂર થશે. આનો ઉપયોગ વધારે વાર કરવો નહીં.

સૂકી ત્વચા માટે :

આપના શરીરમાં ઘણી જગ્યાએ ત્વચા સૂકી બની ગઈ હોય છે. ત્યાં ઘણી વાર બળતરા પણ થાય છે. તેને દૂર કરવા માટે મીઠું, તેમાં બદામ તેલ, રોસમેરી ટેક અને ઓલિવ ઓઇલ એક એક ચમચી લેવું તેને સારી રીતે ભેળવીને સૂકી ત્વચા પર લગાવવું. આ ઉપાય થોડા દિવસ કરવાથી તમારી સૂકી ત્વચા દૂર થશે અને ત્વચા સુંદર બનશે. તેનાથી ત્વચા પર ચમક પણ આવે છે.

નખની તકલીફ હોય તેના માટે :

ઘણી સ્ત્રીઓને શરીરમાં કોઈ ઉણપને લીધે નખ ખરાબ થઈ જાય છે તેનાથી તેની સુંદરતા ઘટે છે. તેના માટે અડધો ગ્લાસ હુંફાળું પાણી લઇ તેમાં એક ચમચી સફેદ મીઠું નાખી અડધી ચમચી ખાવાનો સોડા અને અડધી ચમચી લીંબુનો રસ નાખીને તેને સારી રીતે ભેળવીને તેમાં ૨૦ થી ૨૫ મિનિટ માટે નખને રાખવા જોઈએ. તે પછી નખને સાદા પાણીથી સાફ કરી લેવા આનાથી તમારા નખ ચમકવા લાગશે અને તે ખૂબ સુંદર પણ લાગશે.

વધારે તૈલી ત્વચા અને ખીલ વળી ત્વચા માટે :

ત્વચા પર વધારે તેલ રહેવાથી ખીલ, ફોલ્લી જેવી સમસ્યા થવા લાગે છે. તેના માટે તમારે ૩ ચમચી મધ અને ૧.૫ ચમચી સફેદ મીઠું ભેળવીને તેને તમારે ચહેરા પર લગાવવું તેને ૧૫ મિનિટ માટે રાખીને સાફ કરી લેવું. આ ઉપાય અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરવો તેનાથી ચહેરા પર રહેલ વધારનું તેલ દૂર થશે. તેનાથી થોડા દિવસમાં તમારી ત્વચા ચમકવા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *