ઘરમા પૂજા પાઠ કરતા સમયે જો મળવા લાગે આ સંકેત તો સમજી લેવુ ભગવાન થઇ રહ્યા છે તમારા પર મહેરબાન, જાણો ક્યાં છે આ શુભ સંકેતો…

Spread the love

મિત્રો, કોઈપણ વ્યક્તિ જીવનમા ભલે ગમે તેટલો વ્યસ્ત કેમ ના હોય પરંતુ, તે ઈશ્વરની પૂજા કરવા માટેનો સમય અવશ્ય કાઢી લે છે. દરેક વ્યક્તિના ઘરમા સવાર-સાંજ ઈશ્વરની આરાધના કરવામા આવે છે. નિયમિત ઘરમા પૂજા-પાઠ કરવાથી ઘરનુ વાતાવરણ સુખમય અને શાંતિમય બને છે પરંતુ, શુ તમને ખ્યાલ છે કે અમુક સમયે ઈશ્વર તમને દૈવીય સંકેત આપે છે જેના પરથી તમને ખ્યાલ આવશે કે ઈશ્વરની તમારા પર વરસશે અસીમ કૃપા.

જ્યારે આપણે ઈશ્વરની ઉપાસના કરીએ છીએ ત્યારે આપણી આસપાસ એક વિશેષ પ્રકારની ઉર્જાનુ નિર્માણ થાય છે, જે આપણને ચારેય તરફથી ઘેરી લે છે, આજે આ લેખમા અમે તમને અમુક વિશેષ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જો તમને પૂજા કરતી વખતે આ સંકેતો મળે તો તમારે સમજી જવુ કે ઈશ્વરની અસીમ કૃપાદ્રષ્ટિ તમારા પર સદાય બની રહેશે.

જ્યારે કોઈપણ વ્યક્તિ ઈશ્વરની પૂજા  કરવા માટે દીવડો પ્રજ્વલિત કરે છે ત્યારે જો આ દીવડાની જ્યોત વધુ પડતી પ્રજ્વલી થાય અથવા તો તે જ્યોત વધુ ઉપર સુધી જાય તો તમારે સમજી જવુ કે ઈશ્વરની તમારા પર અસીમ કૃપા બની રહેશે.

જ્યારે તમે ઈશ્વરની આરાધના કરતી વખતે ધૂપ પ્રગટાવો અને આ ધૂપમાંથી નીકળતો ધુમાડો ઈશ્વર તરફ જઈ અને ઓમનો આકાર બનાવે છે, તો તમારા પર ઈશ્વરની વિશેષ કૃપા રહેશે, તેવુ કહી શકાય.

ઘણીવાર એવુ બને છે કે, ઈશ્વરની આરાધના કરતા સમયે ધૂપ લગાડતા પહેલા જ ઘરમા સુગંધ ફેલાય છે. જો તમને પણ આ સંકેત મળે તો તમારે સમજવુ જોઈએ કે, ઈશ્વર હમેંશા તમારી સાથે છે અને તમારા પર આવનાર તમામ સંકટોને તે દૂર કરી દેશે.

જો તમે પૂજા-પાઠ કરી રહ્યા હોવ અને તે દરમિયાન કોઈ તમારા ઘરે તમારી માટે કોઈ ભેટ અથવા પૈસા લઈને આવે છે, તો તમારે સમજી લેવું જોઈએ કે, તમને ઈશ્વર તરફથી કોઈ વિશેષ આશીર્વાદ મળવાના છે.

ઈશ્વર એ વિશ્વના દરેક ખૂણામા હાજરાહજૂર હોય છે અને તે કોઈપણ સ્વરૂપમા દેખાઈ શકે છે. ઘણીવાર અમુક લોકોના સ્વરૂપમા આપણને સાક્ષાત ઈશ્વરના દર્શન થાય છે માટે જ્યારે પણ તમારી સાથે આવું થાય ત્યારે તે વ્યક્તિને ક્યારેય પણ તમારા ઘરેથી ખાલી હાથે ના મોકલવી.

જો ઈશ્વરની પ્રતિમાને અર્પણ કરેલુ પુષ્પ પૂજાપાઠ કરતી વખતે તમારા પર પડે છે, તો તે સૂચવે છે કે ઈશ્વર તમારી ઇચ્છાઓ ખૂબ જ જલ્દી પૂર્ણ કરશે અને તેમનો આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *