ઘરમા કાયમી માટે રાખવી જોઈએ આ એક વસ્તુ ભરેલી, તમારું ઘર પણ ભરાઈ જશે ખુશીઓથી, જાણો કઈ છે આ વસ્તુ…
આપની આસપાસ રહેલા વાતાવરણમાં એક ઉર્જા રહેલી હોય છે. આ ઉર્જાથી આપના જીવનમાં ઘણી અસર થાય છે. તેના પ્રવાહથી સીધી અસર પડે છે. તે ઉર્જાનો પ્રવાહ સકારાત્મક અને નકારાત્મક હોય છે. તેમાં જ્યારે નકારાત્મક ઉર્જાનો પ્રવાહ આપના ઘરમાં પ્રવેશે ત્યારે ઘરના સભ્યોના મન પર ખરાબ અસર પડે છે. તેનાથી પરિવારના સભ્યો વચ્ચેના સબંધમાં ઘણા મતભેદ થવા લાગે છે. જ્યારે ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે ત્યારે આપના ઘરું વાતાવરણ ખૂબ ખુશનુમા રહે છે.
ત્યારે ઘરમાં હમેશા માટે આનંદિત વાતાવરણ રહે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તેના માટે કેટલાકા એવા ઉપાય દર્શાવ્યા છે. તેને અપનાવીને આપણે આપના ઘરમાં હમેશા માટે ખુશી લાવી શકીએ છીએ. તેના માટે તમારે કોઈ ખર્ચ કરવાની જરૂર રહેશે નહીં. પરંતુ તમારે તેના માટે ઘરના થોડાક સમાનને સાચી દિશામાં રાખવાની જરૂર છે. તેનાથી તમે વાસ્તુદોષ થી છૂટકારો મેળવી શકો છો.
બાથરૂમમાં વાસ્તુનું ધ્યાન રાખવું :
આપણે આપના ઘરના ઇન્ટીરીયરને આપણે વાસ્તુના પ્રમાણે ગોઠવવું જોઈએ. તેની સાથે બાથરૂમનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તને માટે તમારે બાથરૂમમાં એક પાણીની ડોલ ભરીને રાખવી જોઈએ તેનાથી તમારા ઘરમાં ક્યારેય ધનને કમી રહેશે નહીં. તેની સાથે તમારા ઘરમાં ખુશીનું આગમન પણ થશે. ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે. વાસ્તુ પ્રમાણે બાથરૂમમાં આછા વાદળી રંગની ડોલ રાખવી જોઈએ. તે રાખવી ખૂબ શુભ મનાય છે. આ ડોલ પાણીની ભરી રાખવાથી ઘરમાં ક્યારેય પૈસાની તંગી આવતી નથી.
દક્ષિણ પશ્ચિમ દિશામાં પરિવારની તસવીર લગાવવી :
તમારે ઘરમાં દક્ષિણ પશ્ચિમ દિશાને પારિવારિક સબંધ સાથે સંકળાયેલ માનવામાં આવે છે. તેથી આ દિશામાં તમારે તમારા પરિવારનો ફોટો લગાવવો જોઈએ. તેનાથી પરિવારના સભ્યો વચ્ચે હમેશા મીઠાસના સબંધ રહેશે. એવું માનવમાં આવે છે કે આ દિશામાં આખા પરિવારની તસવીર લાગવાથી પરિવારના સભ્યો ક્યારેય અલગ થતાં નથી.
બાથરૂમમાં પણ વાસ્તુદોષ રહેલો હોય છે :
ઘર બનાવતી વખતે બધાની ઈચ્છા હોય છે કે તેનું ઘર ખૂબ સારું બને તેની સાથે તેનું બાથરૂમ શાનદાર હોય. તેના માટે ઘણા લોકો બાથરૂમને સારું બનાવવા માટે ઘણા રૂપિયાનો ખર્ચ કરતાં હોય છે. પરંતુ તે જાણતા નથી કે બાથરૂમમાં પણ વાસ્તુ દોષ રહેલો હોય છે. આજે આપણે જાણીએ કે બાથરૂમમાં કેટલીક ભૂલ થવાને કારણે વાસ્તુદોષ આવી શકે છે. તેના માટે આપણે આવી ભૂલ ન કરવી જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવવા લાગે છે.
તમારે બાથરૂમમાં આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમારે બાથરૂમના દરવાજાની સામે અરીસો રાખવો જોઈએ નહીં અને તમારે ક્યારેય બાથરૂમમાં ક્યારે પણ એકથી વધારે અરિસા ન રાખવા. તમારે બાથરૂમને હમેશા માટે સાફ રાખવું જોઈએ. તમારે તેમાં હમેશા માટે વાદળી કલરની ડોલ રાખવી અને તેને હમેશા પાણીથી ભરીને રાખવી જોઈએ.
તે ખૂબ શુભ માનવમાં આવે છે. વાસ્તુ પ્રમાણે ત્રણ પગ વાળો દેડકો ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેને તમારે ઘરના મુખ્ય દ્વાર સામે રાખવો જોઈએ. તમારે ઘરમાં શૌચલાય અને રસોડાને આસપાસ ન રાખવું જોઈએ. તમારે પુસ્તકને ક્યારેય પણ ખુલ્લા કબાટમાં ન રાખવા તેને હમેશા પેક કબાટમાં રાખવા જોઈએ.