ઘરના બાથરૂમમાં નાખી દો માત્ર એક મુઠી મીઠું, બની જશે દરેક કામ આસાન.

Spread the love

દોસ્તો, મીઠાનું આપણા જીવનમાં ખુબ જ વધારે મહત્વનું સ્થાન છે અને આપણે બધાને મીઠા વગર એક દિવસ પણ રહેવું મુશ્કેલ થઇ જાય છે. મીઠાના ઘણા બધા ઉપયોગ પણ થાય છે. મીઠું આપણા ઘરના વાસ્તુદોષને દુર કરે છે તેમજ સાથે જ મીઠાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધીનો પણ વાસ હોય છે. જો મીઠાને પાણીમાં નાખીને ઘરમાં પોતા કરવામાં આવે તો એ ખુબ સારું શુકન છે. ઘરેથી નકારાત્મકતા દુર થાય છે, ઘરમાં ખુશીથી ભરેલો માહોલ બને છે અને ધન આવવાનો માર્ગ પણ ખુલે છે. આ પ્રકારે આજે અમે વાત કરવાના છીએ કે ઘરના બાથરૂમમાં મીઠું રકવાથી શું થાય છે.

દોસ્તો આ ખુબ જ આસન ઉપાય છે. માત્ર તમારા ઘરના વાતાવરણને જ સારું નહિ પરંતુ તમારા ઘરમાં ખુશીઓ પણ લાવે છે. આવુ કરવાથી ઘરના બધા સદસ્યોનું સ્વાસ્થ્ય સારું બની રહે છે. જો તમને લાગે છે કે કોઈએ કંઈ કરી દીધું છે તમારા ઘર પર બરકત નથી અથવા તમારા ઘરમાં તમામ પરેશાનીઓ આવી ગઈ છે. પૈસા તો આવે છે પણ ખર્ચ થઇ જાય છે, ખબર નથી પડતી કે ક્યાં જતા રહે છે, ડોક્ટર પર વધારે ખર્ચ થઇ રહ્યો છે, તો એવામાં તમે એક કામ કરો, તમારા ડાબા હાથમાં એક મુઠી મીઠું લઈને ઘરના બધા સદસ્યોના માથા પર ત્રણ વાર ઊંધું ફેવીને અને ઘરના બાથરૂમમાં ફ્લશ કરી દો.

એનાથી થશે એ કે ઘરની નકારાત્મક શક્તિ સમાપ્ત થઇ જશે અને બધા ઘરના સદસ્ય સ્વસ્થ બની રહેશે, ભાગ્ય વર્ધક બની રહેશે તેમજ ઘરમાં પૈસા આવવાનો માર્ગ પણ ખુલી જશે. તમારા ઘરમાં ખુશીઓ આવવાની શરુ થઇ જશે. આ ઉપાય તમે કોઈ પણ મંગળવાર, શનિવાર અથવા રવિવારના દિવસે કરો.

મીઠાનો ઉપયોગ રસોઈની સાથે સાથે બીજી પણ ઘણી રીતે ઉપયોગમાં લઇ શકાય છે, જેમકે વાસ્તુદોષ દુર કરવા માટે, નજર ઉતારવા માટે તેમજ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દુર કરવા માટે થાય છે. નાના બાળકોને ઘણી વાર ખરાબ નજરની અસર થઈ જતી હોય છે અને બાળકોને ખરાબ નજર થી બચાવવા માટે તેમજ નકરાત્મ પ્રભાવ ઓછો કરવા હાથમાં મીઠું લઇ તેના પરથી સાત વાર ઉતારી અને બાથરૂમમાં પાણી સાથે વહાવી દેવાથી બધીજ નકારાત્મક અને ખરાબ અસર દુર થઇ જાય છે અને બાળક પણ સ્વસ્થ બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *