ઘર બેઠા આ રીતે હ્રદય તેમજ કિડનીની સાફ-સફાઇ કરી તેને લગતી દરેક બીમારીઓ માથી છુટકારો મેળવવા જરૂરથી અપનાવો જોઈએ આ આયુર્વેદિક ઉપચાર…
કિડની આપણા શરીરમાંથી અનેક પ્રકારનો કચરો દૂર કરે છે. તે મૂત્રાશયમાં પ્રવાહી સ્વરૂપે બહાર નીકળે છે. કિડનીને શુદ્ધ રાખવા માટે આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. નહિતર પેટનો દુખાવો, તાવ, ઊલટી થવી વગેરે જેવી સમસ્યાઓ ઉદભવે છે. કેટલાક લોકોને હદયની નળીઓ બ્લોક થઈ જાય છે. તજ, મરી, તમાલપત્ર, સાકર, અખરોટનું ચૂર્ણ બનાવીને પીવાથી તે સમસ્યા દૂર થાય છે.
મધ, હળદર, આદું આ બધી વસ્તુઓને લઈને એક વાસણમાં પાણી ગરમ મૂકીને તેમાં તે નાખીને ઉકાળવું જોઈએ. ત્યારબાદ તેને ગાળીને પીવાથી ખૂબ ફાયદો થાય છે. તેને ચામાં નાખીને પણ પી શકાય છે. તેને નિયમિત ભૂખ્યા પેટે પીવાથી ખૂબ ફાયદો થાય છે.
કિડનીની કેટલીક બીમારીઓ દૂર કરવા માટે મકાઇના રેસાનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તેનાથી પેશાબની અનેક સમસ્યાઓ દૂર થાય છે. તેને પાણીમાં નાખીને ઉકાળીને તે ઠંડુ થાય પછી તેમાં મધ નાખીને પીવાથી આવી સમસ્યાઓ દૂર થાય છે.
મેથી શરીર માટે ખૂબ ઉપયોગિ છે. તેનો ઉપયોગ નિયમિત કરવો જોઈએ. તેમાં અનેક ઔષધિય ગુણ રહેલા હોય છે. તે કિડનીની કેટલીક સમસ્યાઓને દૂર કરી શકે છે. તેમાં યુરીનનું પ્રમાણ ઘટાડે છે. શરીરમાં હિમોગ્લોબીનનુ પ્રમાણ વધારવા માટે તે ખૂબ જરૂરી છે. તેનું પાણી પીવાથી કિડની ચોખ્ખી રહે છે. તે પાણી નિયમિત પીવાથી કિડનીની કોઈ સમસ્યાઓ થતી નથી.
કિડની અને હદય માટે મખાના ખૂબ ઉપયોગી છે. તેમાં મીઠાનું પ્રમાણ ઓછું હોય છે. તેથી કિડનીની અનેક સમસ્યાઓ દૂર થાય છે. તેનાથી કબજિયાત જેવા અનેક પેટના રોગો દૂર થાય છે. શરીરમાં રહેલી ગંદકીને દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી છે. કેટલાક લોકોને ઊંઘ ન આવતી હોય તે લોકો માટે તેનું સેવન કરવું ફાયદાકારક બને છે.
દહી શરીર માટે ખૂબ જરૂરી છે. તેમાં બેક્ટેરિયા રહેલા હોય છે. તેથી પાચનક્રિયા મજબૂત બને છે. તે બેક્ટેરિયા શરીરની કિડનીને સાફ રાખે છે. ધાણાના પાન અને અજમાની પેસ્ટ બનાવીને તેને પાણીમાં નાખીને ઉકાળીને પીવાથી યુરીન સાફ રહે છે. તેની અનેક સમસ્યાઓ દૂર થાય છે.
જીરું શરીર માટે ખૂબ ઉપયોગી છે. તે કિડનીને સાફ રાખવા માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. લીંબુના રસમાં જીરું અને ધાણા નાખીને પીવાથી કિડની સાફ રહે છે. પાણી પીવાનું પ્રમાણ વધારે રાખવું જોઈએ. તેથી કિડનીની કોઈ તકલીફ થતી નથી. તે વધારાનો કચરો દૂર કરીને લોહીને શુદ્ધ રાખે છે.
દ્રાક્ષ શરીરમાં પાણીનું પ્રમાણ ઘટવામાં મદદ કરે છે. તે કાળી અને લીલી બજારમાં જોવા મળે છે. તેમાં વિટામિન સી રહેલું હોય છે. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ આયર્ન જેવા તત્વો રહેલા હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી પેટની કેટલીક તકલીફો અને થાક લાગતો નથી. કિડનીને સાફ રાખવા માટે તે ખૂબ ઉપયોગી છે.