ગેસ, ખાટા ઓડકાર અને એસિડિટીની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટેનો સો ટકા અસરકારક ઉપચાર, આજે જ જાણો ઉપયોગ કરવાની રીત અને મેળવો રાહત

Spread the love

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા દર ત્રીજી વ્યક્તિ પેટની ખરાબીની સમસ્યાથી પીડાતુ જોવા મળે છે. આવી પરિસ્થિતિમા પેટમા ગુડગુડ અવાજ આવવો એ પણ સાવ સામાન્ય છે. જો યોગ્ય સમયે ભોજન કરવામા ના આવે તો અવી સ્થિતિ સર્જાઈ શકે. ખાલી પેટમા ગેસ બનવાથી પેટમા ભારેપણુ અનુભવાય છે. જો તમે લાંબા સમયથી આ સમસ્યાથી પીડાતા હોવ તો તેને અવગણશો નહિ તુરંત જ તેનુ નિદાન કરવુ.

જો પેટ ખરાબ હોય તો તે અનેકવિધ બીમારીઓ ઉદ્ભવવા પાછળનુ કારણ બની શકે છે. પ્રવર્તમાન સમયની વ્યસ્ત જીવનશૈલીમા લોકો બહાર જમવાનો આગ્રહ વધુ પડતો રાખે છે અને તેના કારણે જ તમારા સ્વાસ્થ્ય પર તેની ખુબ જ ગંભીર અસર થશે થઈ શકે છે. આ ઉપરાંત ઘણીવાર વધારે પડતી દવા લેવાના કારણે, મિનરલ્સની કમીના કારણે અને તણાવની સમસ્યાના કારણે પણ તમારા પાચનતંત્રનુ સંતુલન બગડી શકે છે.

આ ઉપરાંત પેટ ખરાબ થવાના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડે છે અને પ્રતિરોધક ક્ષમતા નબળી પડી જતા અનેકવિધ બીમારીઓ તમારા શરીરને ઘર કરી લે છે. તો આજે આ લેખમા અમે તમને આ સમસ્યાઓના નિવારણ માટેના અમુક અસરકારક ઘરેલુ ઉપચાર વિશે માહિતી આપીશુ, તો ચાલો જાણીએ.

જ્યારે પણ તમને પેટ સાથે સંકળાયેલ કોઈપણ સમસ્યા ઉદ્ભવે ત્યારે તમે સૌથી પહેલા તો કોઈ ફ્રૂટનુ જ્યૂસ અથવા તો શાકભાજીના જ્યૂસનુ સેવન કરો. આ સિવાય જો તમે પાણીમા લવીંગનો પાવડર કરી તેને ઉમેરી તેનુ સેવન કરો તો તે પણ તમારા માટે ખુબ જ લાભદાયક સાબિત થઇ શકે છે. આ ઉપરાંત નારીયેલ પાણી પણ તમારી પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર કરવા માટે અસરકારક સાબિત થઇ શકે છે.

આં ઉપરાંત ભોજનમા ફાઇબર અને કાર્બોહાઇડ્રેટથી ભરપૂર પદાર્થોનુ સેવન કરો તથા આદુને તમારા રોજીંદા ડાયટમા ઉમેરો જેથી, તમને આ પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓ સામે રાહત મળશે. આ સિવાય જો શક્ય બને તો ચા અને કોફીનુ સેવન ઘટાડો જેથી, તમને ગેસ અને અપચા જેવી સમસ્યાઓ સામે રાહત મળે.

આ પેટદર્દની સમસ્યાને દૂર કરવા માટે દહી પણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમા સમાવિષ્ટ બેક્ટેરિયા આપણા શરીરના સંતુલનને જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે. તેના સેવનથી આપણા પેટમા ઠંડક રહે છે અને પેટ સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે.

આ સિવાય પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર કરવા માટેનો એક રામબાણ ઈલાજ આદુ પણ છે. તેમા પુષ્કળ માત્રામા એન્ટીફંગલ અને એન્ટી-બેક્ટીરિયલ પોષકતત્વો સામાવિષ્ટ હોય છે, જે તમને પેટના દુઃખાવામા રાહત આપે છે. નિયમિત એક ચમચી આદુના રસનુ સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

આ સિવાય ફુદીનો પણ પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર કરવા માટે અસરકારક સાબિત થાય છે. જો શિયાળામા તમને પેટ સાથે સંકળાયેલ કોઈપણ સમસ્યા સર્જાય તો તમે તેનુ સેવન કરીને આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. તેમા સમાવિષ્ટ એન્ટી-ઓક્સિડન્ટ તમારી પાચનક્રિયાને સુધારવામા અને તેને મજબુત બનાવવામા ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે. તો એકવાર તમે પણ આ ઉપાયોને અજમાવો અને જુઓ ફરક, ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *