ગેસ, અપચો, પેટમા દુખાવા જેવી પેટ થી લગતી ઘણી સમસ્યાઓ ને દૂર કરવા માટે સક્ષમ છે આ આર્યુવેદિક ઉપચાર, તુરંત મળશે રાહત, જાણો તમે પણ…

Spread the love

પેટમાં થતો ગેસ એક એવી બીમારી છે, જે આપણા ભોજનમાં અનિયમિતતાને લીધે થાય છે. જે લગભગ ઘણા લોકોને આ સમસ્યા થાય છે. પેટમાં ગેસ ઘણા કારણોથી થાય છે. જેમ કે વધારે પડતો આહાર, પેટમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધારે થવાથી, જમતા સમયે વાતો કરવી, વ્યવસ્થિત પાચન ન થવાને લીધે આ સમસ્યા થાય છે. જમી લીધા પછી તેનું પાચન સારી રીતે ન થાય તો પેટમાં ગેસ થાય છે.
તે ઉપરાંત આપણા પેટમાં એસીડ બનવાને લીધે પણ ગેસ થાય છે.

ઘણા લોકોને કોઈ એવી વસ્તુ ખાવાથી એલર્જી થાય છે, તેના કારણે આપણા પેટમાં ગેસ થવાની સમસ્યા આવે છે. આલ્કોહોલ અને તાણ પણ ગેસ થવાનું કારણ હોઈ શકે છે. ત્યારે તમે તેમાં કુદરતી રીતે છુટકારો મેળવવા માંગતા હોય તો આજે અમે તમને આ લેખ દ્વારા કેટલાક ઉપાયો બતાવીશું જે ઘરેલું છે. તેનો ઉપયોગ કરવાથી ગેસની સમસ્યા દુર થાય છે. તો ચાલો જાણીએ તે ઉપાયો વિષે.

અજમો :

પેટમાં થતા ગેસમાં અજમા ખુબ ઉપયોગી બને છે. અજમાનું સેવન કરવાથી તે આપણા પાચનમાં સુધારો કરે છે, અને એસિડીટી જેવી સમસ્યા માંથી છુટકારો આપે છે. તેનું સેવન દિવસમાં બે વખત ગરમ પાણી સાથે કરવું જોઈએ.

જીરુ પાણી :

જીરૂનું પાણી પીવાથી પણ ગેસમાં રાહત થાય છે. જીરૂની અંદર આવશ્યક તેલ હોય છે, જે આપણા ખોરાકને સારી રીતે પાચન કરે છે, અને ગેસ થવા દેતું નથી. તેને બનાવવા માટે એક ચમચી જીરું અને બે કપ પાણી લેવું. ત્યારબાદ તેને દસ થી પંદર મિનીટ સુધી ઉકાળવું. ત્યાર પછી તેને ઠંડું થવા દો અને તેનું સેવન કરવાથી પેટમાં થતી ગેસની સમસ્યામાં છુટકારો મળે છે.

હિંગ :

હિંગ એક દેશી દવા છે. જેનો ઉપયોગ ગેસની સમસ્યાને દુર કરવા માટે થાય છે. તે માટે અડધી ચમચી હિંગમાં એક ગ્લાસ ગરમ પાણીમાં તેનું સેવન કરવાથી ગેસની સમસ્યા દુર થાય છે. હીંગ એ એન્ટિ-ફ્લેટુલેન્ટ તરીકે પણ કામ કરે છે. જે આપણા આંતરડા બેક્ટેરિયાના વિકાસને થતો અટકાવે છે. જે પેટમાં વધારે ગેસ ઉત્પન્ન કરે છે.

આદુ :

આદુમાં આર્યુવેદિક ગુણધર્મ રહેલો છે. જે પેટમાં થતા ગેસને દુર કરે છે. એક ચમચી આદુના રસમાં ચૂનાનો રસ પીવાથી ગેસમાં ફાયદો થાય છે. આદુની ચા બનાવીને પણ પી શકાય છે. તે પીવાથી ગેસની સમસ્યા દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *