ટૂંક સમય મા જ ગેસ, અપચો તેમજ એસિડિટી ની તકલીફથી રાહત મેળવવા અજમાવી જુઓ આ અસરકારક આયુર્વેદિક ઉપચાર, જાણો તમે પણ…

Spread the love

વધારે મસાલાવાળુ અને ચરબી વાળો આહાર ખાવાથી અપચો થાય છે. વરીયાળિ આ સમસ્યા માટે અક્સીર ઇલાજ સાબિત થયો છે. આને સેકીને તેને મિક્સરમા પીસીને પાવડર બનાવવો જોઇએ. આને અડધી ચમચીમા પાણીમા ભેળવીને એક દિવસમા બે વાર પીવુ જોઇએ. અથવા તો આની ચા બનાવીને પીવી. એક વાટકી ગરમ પાણીમા તેના બીજ નાખવા જોઇએ. તમે આને ચાવી પણ શકો છો.

આ સમસ્યા પેટમા એસિડ વધવાથી થાય છે. બેકિંગ સોડા પણ આ સમસ્યા માટે અસરકારક છે. અડધો ગ્લાસ પાણીમા અડધી ચમચી બેકિંગ સોડા નાખીને હલાવીને પીવુ જોઇએ. આનાથી એસીડીટી અને પેટનો દુખાવો દુર થાય છે. જમ્યાબાદ હર્બલ ટી પીવાનુ રાખવુ જોઇએ. હર્બલ ટીને પાણીમા પલાળીને ગરમ કરીને પીવી જોઇએ.

ધાણા ખુબ જ સારા છે આ સમસ્યા માટે આ પાચક ઉત્સેચકોના ઉત્પાદનને વધારે છે. આ પેટને આરામ આપે છે. છાશમા ધાણા શેકીને નાખવા જોઇએ. આમ દિવસમા એક થી બે વાર પીવુ જોઇએ. તજ પણ આ સમસ્યા માટે ખુબ સારા છે. આ ખોરાકને પાચન કરવામા મદદ કરે છે. આ પેટમા થતી બળતરાને પણ દુર કરે છે. આની ચા આ સમસ્યા માટે ખુબ જ સારી છે. તેને બનાવા માટે એક ગ્લાસ પાણીમા અડધી ચમચી તજ પવડરને નાખીને ઉકાળવુ જોઇએ. તે ઉકળે પછી આને ગરમ ગરમ પીવુ જોઇએ.

આના માટે ઘણા આયુર્વેદિક ઉપાયો પણ કામ કરે છે. તેમાથી ઉત્તમ છે તુલસી. આ આંતરડામ ઉત્પન્ન થતા ગેસને મટાડે છે અને આંતરડા સાફ કરે છે. એક તપેલીમા એક ગ્લાસ પાણી અને તેમા તુલસી પાન નાખીને ઉકાળવુ જોઇએ. તેને ઉકાળવુ જોઇએ. આમ આ ચા તૈયાર છે. એક દિવસમા તમે આના ત્રણ કપ પી શકો છો. અથવા તો દહિંમા થોડાક તુલસી પાન અને તેમા કાળુ નિમક અને તીખાની ભુક્કી ભેળવવી જોઇએ. આને સારી રીતે ભેળવી લેવુ જોઇએ. આમ આને દિવસમા ત્રણ થી ચાર વાર પી શકો છો.

જીરુ પણ આ સમસ્યા માટે રામબાણ ઇલાજ સાબિત થાય છે. આ અપચો, ઉલ્ટી, પેટ ફુલવુ અને પેટના દુખાવામા રાહત આપે છે. આ એક આયુર્વેદિક ઉપાય છે. આ આપણા શરીરમા પાચન માટે જરૂરી સ્વાદુપિંડાઅના ઉત્સેચકોના સ્ત્રાવને વધારે છે. આનો પાવડર બનાવી લેવો જોઇએ. એક પ્યાલા પાણીમા આ પાવડરને એક ચમચી નાખીને પીવુ જોઇએ. વધારે સમસ્યા થતી હોય તો એક પ્યાલા છાશમા આ પાવડર સેકીને અને તીખાનો પાવડર ભેળવીને પીવુ જોઇએ.

આને એક દિવસમા ત્રણ થી ચાર વાર પીવુ જોઇએ. આમ થોડા દિવસ પીવાથી આ સમસ્યા દુર થાય છે. અજમામા રહેલ કૃત્રીમ ગુણઓ હોય છે. જે અપચાની સમસ્યા માટે ખુબ જ સારુ છે. આનો અને આદુને ભેળવીને ભુક્કો બનાવવો જોઇએ. આ પાવડરને પાણીમા તીખાના ભુક્કિ સાથે ઉકાળીને પીવુ જોઇએ. આને તમે દિવ્સમા એજ થી બે વખત પી શકો છો. આને તમે ચાવી પણ શકો છો.

આદુ પણ આ સમસ્યા માટે ખુબ જ સારુ છે. જ્યારે તમે વધારે આહાર લીધો હોય તો આદુમા નિમક લગાવીને ખાવુ જોઇએ. આનો રસ, લીંબુનો રસ અને નિમકને મિક્સ કરીને પીવુ જોઇએ. તમે તેના પર પાણી પણ પી શકો છો. આના રસને ગરમ પાણીમા નાખીને અને તેમા આદુ નાખીને પીવુ જોઇએ. એક ગ્લાસ પાણીમા આદુ નાખીને તેને ઉકાળવુ જોઇએ. તે ઉકળી જાય એટલે તૈયાર છે આદુની ચા. તમે આને પી શકો છો.

સફરજનનુ વિનેગર આ સમસ્યા માટે ખુબ જ સારુ છે. તેમા રહેલ ક્ષારયુક્ત ગુણો હોય છે જે અપચાને દુર કરે છે. એક વાટકા પાણીમા ફિલ્ટર કર્યા વગરનુ એપલ વિનેગર ભેળવવુ જોઇએ. ત્યારબાદ તેમા મધ નાખવુ જોઇએ. આને સારી રીતે ભેળવી લેવુ જોઇએ. આને તમે એક દિવસમા બે થી ત્રણ વખત પીવુ જોઇએ. આમ કરવાથી આરામ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *