ગણપતિ દાદા ના મંદિરે જઈને રાખી દો આ ખાસ વસ્તુ, પૂરી થશે દરેક ઈચ્છાઓ, જાણો તમે પણ…

Spread the love

તમારી કોઈ અધૂરી ઈચ્છા હોય અને તે પૂરી નથી થતી ત્યારે તમારે ગણેશજીના મંદિરમાં જઈને આ કામ કરવાથી તમારી બધી ઈચ્છા પૂરી થશે. દરેક મનુષ્યની કોઈને કોઈ એવી ઈચ્છા હોય જ છે જેને તે પૂરી કરવા માંગતા હોય. તેના માટે તે ઘણા પ્રયાસો કરે છે તે છતાં પણ તે પૂરા નથી થતાં ત્યારે તમારે ગણેશજીનો સહારો લેવો જોઈએ. ભગવાન ગણેશને તેના ભક્તોની ઈચ્છા પૂરી કરનાર તરીકે ઓળખાય છે.

તેની સાથે તેને ભાગ્ય વિધાતા પણ માનવમાં આવે છે. તે તમારા ભાગ્યને સારું બનાવે છે. આપણુ નસીબ સાથ ના આપવાથી ઘણા કામ થતાં પહેલા જ બગડી જતાં હોય છે. ત્યારે તમારે તમારું ભાગ્યને સારું બનાવવા માટે ભગવાન ગણેશની મદદ લેવી જોઈએ. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તમારે એક ખાસ ઉપાય કરવો જોઈએ. આ ઉપાય કર્યા પછી તમારી બધી મનોકામના પૂરી થશે અને તમારા બગડેલા કામ પ સુધારવા લાગશે. તે ઉપાય વિષે આજે આપણે જાણીએ.

આ ઉપાયને તમારે બે ભાગમાં કરવો જોઈએ. આને તમે કોઈ પણ દિવસે કરી શકો છો પરંતુ આ ઉપાયને બુધવારના દિવસે કરવાથી વધારે ફાયદા મળે છે. આ દિવસે એટલા માટે કારણકે બુધવારનો દિવસ ગણેજીનો દિવસ ગણાય છે. આ દિવસે કરેલી પ્રાર્થના ગજાનંદ વહેલા સાંભળે છે. તેના પહેલા ભાગમાં તમારે બુધવારે વહેલા ઊઠીને સ્નાન કરીને તૈયાર થઈ જવું. તે પછી એક નારિયળ લેવું અને તેને ફોડવું. તેને એવી રીતે ફોડવું કે તેની વચ્ચેથી બે ટુકડા કરવા.

તેનાથી નારિયેળની બે વાટકી બની જશે. તેને તમારે ઘરે ગણેશજીની મુર્તિ સામે રાખવું. તે પછી ઘીનો દીવો પ્રગટાવવો. આરતી કરવી. આરતી પૂરી કરીને નારીયેલની વાટકીની અંદર સિક્કો, સાબૂત સોપારી અને એક એલચી મૂકવી. નારીયેલને તમારે કપડાં અથવા થેલીમાં રાખવું અને તમારે ભગવાન ગણેશના મંદિર તરફ જવું.

મંદિરે પહોંચીને ઉપાયનો બીજો ભાગ કરવો. તમારે ત્યાં જઈને મંદિરમાં મોદક અથવા બીજી વસ્તુનો પ્રસાદ ચડાવો. તે પ્રસાદ માથી થોડો ભાગ તમારે નારિયેળમાં રાખવો. તે નારીયેલને તમારે ગણેશજીને ચડાવવું. તમારી પાસે નારિયેળના જે બે ટુકડા હતા તેમાથી જે ટુકડામાં સમાન છે તેને મંદિરમાં જ રહેવા દેવું. ખાલી ટુકડાને તમારે તમારી સાથે પ્રસાદી રૂપે લઈ જવું.

તમારે ત્યાં તમારી મનોકામના કહેવી તે પછી નારિયેળની પ્રસાદી તમારે ખાવી. તમે બીજા વ્યક્તિને પણ આની પ્રસાદી આપી શકો છો. જેની સાથે તમારી મનોકામના જોડાયેલી હોય છે. જે મોદકનો પ્રસાદ ચડાવ્યો હતો તે તમે બધાને આપી શકો છો. તમારી મનોકામના પૂરી થાય તે પછી ફરીથી ભગવાન ગણેશના મંદિરમાં જઈને તમારે ગણેશજીને ધન્યવાદ કહેવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *