ગણપતિ બપ્પા સામે કરીલો હળદર નો આ ખાસ ઉપાય, તમામ સંકટો થઈ જશે દૂર, જાણો તમે પણ…

Spread the love

હિંદુ ધર્મમાં કરોડો દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે. બધા દેવી દેવતાની પૂજા કરવાનો અલગ-અલગ દિવસ હોય છે. તેવી જ રીતે ગણેશ ભગવાનની પુજા બુધવારે કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે બુધવારે ગણેશજીની પૂજા અર્ચના કરવાથી તમારા બધા પ્રકારના દુખો દુર થાય છે. તમારી બધી ઇચ્છા પણ પૂરી થાય છે. જો વ્યક્તિ બુધવારે ગણેશજીની વિશેષ પૂજા કરે તો તેને તેનું ફળ વહેલું પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિને તેના કામમાં વાંરવાર અવરોધો આવતા હોય તો ગણેશજીની વાસ્તુ પૂજા કરવી જોઈએ.

તો ચાલો હવે ગણેશજીની પૂજાને લગતા ઉપાયો વિશે જાણીએ. ગણેશજીની પૂજા હળદરથી કરવામાં આવે તો જીવનમાં સારા પરિણામો મળે છે. ગણેશની ખાસ પ્રકારની હળદર સાથે પૂજા કરવાથી ગણેશના વિશેષ આશિર્વાદ પ્રાપ્ત થાય છે. ગણેશ ભગવાન હિંદુ ધર્મના દેવી દેવતામાં સૌથી પ્રથમ દેવતા છે. જયારે શુભ કામ કરીએ ત્યારે પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ત્યારે ગણેશજીની પૂજા કરવાથી લાભ થાય છે.ગણેશજીની મૂર્તિ અથવા તો ફોટો રાખવાથી ક્યારેય ઘરમાં કોઈ દુષ્ટ શક્તિઓ પ્રવેશતી નથી.

ગણેશજીની પૂજા દરરોજ કરવાથી ઘરમાં રહેલા વાસ્તુ દોષને કારણે થતી બધી મુશ્કેલીને દુર થાય છે. એવું કહેવામાં આવે છે કે ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સ્મૃધિ પ્રાપ્ત થાય છે, અને સમાજમાં પણ તમને માન સન્માન મળે છે. શાસ્ત્રો જણાવ્યા પ્રમાણે ગણેશજીને હળદર ચડવાનું શુભ માનવામાં આવે છે. હળદરથી ગણેશજીનું તિલક કરવાથી ગણેશજીના આશિર્વાદ મળશે અને તેમના બધા કાર્યમાં ફાયદો થશે. ગણેશજીને હળદર ચડવાથી તમારા બધા દુખોને દુર કરે છે.તે ગણના સ્વામી હોવાથી તેનું ગણપતિ નામ રાખ્યું છે.

જ્યોતિષ શાસ્ત્રમાં તેને કેતુના દેવતા કહેવામાં આવે છે અને દુનિયા ગમે તે વસ્તુના તે માલિક છે. કેમ કે ગમે તે કામ કરીએ ત્યારે ગણેશજીની પૂજા કરવામાં આવે છે. તેમનું માથું હાથી જેવું હોવાથી તેને ગજાનન પણ કહેવાય છે. ગણેશજીની પ્રાથના કરવાના સુમુદાયને ગણપત્ય કહે છે. પહેલાના સમયની વાત છે જયારે ગણેશજીની પૂજા કરીએ ત્યારે પીળા રંગમાં હળદરનો ગઠ્ઠો બાંધવામાં આવે છે અને તે ગણેશજીને ધરવાથી ઘરમાં સકારાત્મક અસરો આવે છે અને નકારાત્મક અસર દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *