ગભરાવવા ની જરૂર નથી પરંતુ આ દુકાનો ને ખોલવા પર હજુ છે પાબંદી – વાંચો આ હકીકત અને અર્થઘટન

Spread the love

મિત્રો, હાલ સમગ્ર દેશ અને રાજ્ય કોરોનાની સમસ્યામા જકડાઈ ચૂક્યા છે અને હજુ પણ કોરોનાનો કહેર વરસવાનો બંધ નથી થયો. એવામા સરકાર દ્વારા લોકડાઉનમા અમુક દુકાનો ખોલવા માટેનો નિર્ણય જાહેર કર્યો છે. ત્યારે લોકો સરકારના આ નિર્ણય થી ચિંતિત છે અને આ નિર્ણય ના કારણે લોકોમા ફફડાટ પણ વધ્યો છે.

હાલ, સોશીયલ મિડીયા પર લોકો સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણય ને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે ત્યારે હકીકત કઈક આવી છે. શુક્રવાર ના રોજ મોડી રાત્રીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લોકડાઉનમા અમુક પ્રકારની છૂટછાટ આપતો વધુ એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર પેહલા ઇલેક્ટ્રિક-પંખા ની દુકાનો તથા વિદ્યાર્થીઓ માટે પુસ્તકો વહેંચતી દુકાનો ખુલી રાખવા માટેની છૂટછાટ આપવામા આવી હતી.

ત્યારબાદ શુક્રવારે મોડી રાત્રે અન્ય વધુ દુકાનો ખુલવા માટેનો પરિપત્ર આવ્યો, જાણો તેની વિગતો :

શહેરી વિસ્તારની બહાર આવેલ દુકાનો જે રહેણાક કૉમ્પ્લેક્સમા હોય કે શોપિંગ કૉમ્પ્લેક્સમા હોય તે દુકાનો ને ખુલી રાખવા માટે અપાઈ મંજૂરી.પરંતુ , સિંગલ બ્રાન્ડ કે મલ્ટી બ્રાન્ડ ધરાવતો મોલ હજુ શરૂ નહિ કરાય. આ બધી દુકાનોને ૫૦% કર્મચારીઓ સાથે કાર્ય કરવુ પડશે. આ સિવાય આ તમામ લોકો માટે માસ્ક પહેરવુ પણ ફરજીયાત રહેશે તથા સોશ્યલ ડિસ્ટન્સ નુ પણ યોગ્ય પાલન કરવુ પડશે.

આ બધા જ નિયમો કન્ટેન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તાર માટે લાગુ પડશે :

કેન્દ્ર સરકારના ગૃહ ખાતાએ મોડી રાત્રે વધુ દુકાન ખોલવાની છૂટ આપવાનો પરિપત્ર તો બહાર પાડ્યો છે પરંતુ, જ્યા સુધી જે – તે જીલ્લા ના કલેકટર કાયદેસર નોટિફિકેશન બહાર પાડે નહી ત્યા સુધી વેપારીઓએ પોતાની રીતે વાતો નુ અર્થઘટન કરીને દુકાન ખોલવાની ઉતાવળ કરવી નહી. વિશેષમા આ દરેક જાહેરનામા ૩જી મે સુધી જ યથાવત છે માટે જાહેરનામા નો કે ૧૪૪ નો ભંગ ના થાય તે વાતની કાળજી રાખવી.

બાઈક પર એક જ વ્યક્તિ એ અને કારમા બે જ વ્યક્તિએ બહાર નીકળવુ. મેગા સીટી અને મોટા શહેરોમા ૩જી મે સુધી દુકાન ખોલવાની મંજૂરી આપવામા આવશે નહી. મુખ્યમંત્રી સાથે ઉપરી સ્તર ની બેઠક થાય ત્યારબાદ અંતિમ નિર્ણય લેવાશે. ગ્રામ્ય વિસ્તારમા આવતીકાલ થી દુકાન ખોલવાની છૂટ મળે તેવી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *