ગામડુ હોય કે શહેર, આ દુકાનો ને ખોલવામા નહિ આવે અને જો ખોલશે તો થઇ શકે છે આવી સજા

Spread the love

મિત્રો, હાલ સમગ્ર દેશ કોરોના વાયરસ ની સમસ્યા ના કારણે સજજડ બંધ છે. જેના કારણે સમગ્ર દેશભરમા હાહાકાર મચી ગયો છે. લોકડાઉનના લીધે હાલ નાના-મોટા બધા જ વ્યવસાય ઠપ થઈ ચૂક્યા છે. તેથી આ વાતને કેન્દ્રમા રાખીને આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો તથા વ્યવસાયકારો માટે એક ખૂબ જ અગત્યનો નિર્ણય લીધો છે.

ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય પર હાલ હજુ રાજ્ય સરકાર ચર્ચા-વિચારણા કરી રહી છે અને એક અગત્યની બેઠક બોલાવી આ નિર્ણય લઈ રહી છે. આ નિર્ણય મુજબ નીચે મુજબની દુકાનો હજુ પણ ખોલી શકાશે નહિ, તો ચાલો જાણીએ કઈ છે આ દુકાનો?

હેર સ્પા અને સલુન :

હાલ, હેર સ્પા અને સલુન કોઈપણ સંજોગોમા ખોલવામા આવશે નહિ. કારણ કે, આ જગ્યાઓ પર ખુબ જ ભીડ એકત્રિત થઇ શકવાનો ભય રહે અને લોકોનુ શિસ્ત જાળવવુ પણ શક્ય ના બને એટલે હાલ સ્પા અને હેર સલુનની દુકાન ખોલવાની મંજુરી આપવામા આવશે નહી.

પાન-માવાના ગલ્લાઓ :

આ જગ્યા પણ એક એવી જગ્યા છે કે જ્યા વધારે પડતી ભીડ એકત્રિત થવાની શક્યતા રહેલી છે. લોકો જ્યા વધુ પ્રમાણમા એકઠા થતા હોય તેવી જગ્યાઓ ચાલુ કરવી હાલ ખૂબ જ જોખમી પણ છે. એટલે હાલ જ્યા સુધી સ્થિતિ સામાન્ય નહી થાય ત્યા સુધી પાન, બીડી અને તંબાકુ ની દુકાનો ખુલશે નહિ જ.

શોપિંગ મોલ અને કોમ્પ્લેક્ષ :

શોપિંગ મોલ અને કોમ્પ્લેક્ષમા એક જ જગ્યાએ વધુ પડતા લોકો હોવાથી લોકો ની ભીડ અવશ્ય થવાની જ છે માટે આવી જગ્યાઓ અત્યારે ખોલવાની મંજૂરી સરકાર દ્વારા આપવામા આવશે નહી.

આઈસ્ક્રીમ પાર્લર અને નાના ફરસાણની દુકાનો :

જે પણ જગ્યાએ વધુ પડતા લોકો એકત્રિત થઇ શકે ત્યા કોઈપણ રીતે ચેપ સરળતાથી એકબીજામા ફેલાઈ શકે માટે આઈસ્ક્રીમ પાર્લર અને નાના ફરસાણની દુકાનો આવી જગ્યાઓ પણ હાલ માટે બંધ રહેશે.

રેસ્ટોરાં અને હોટેલ્સ :

ઉપરોક્ત ચર્ચા પરથી તમે સમજી જ શકો છો કે શા માટે રેસ્ટોરાં અને હોટેલ્સ ને આ યાદીમા સમાવી છે. રેસ્ટોરન્ટ અને હોટેલ્સ ખોલવા પણ હાલ ખૂબ જ જોખમી છે માટે હાલ તે પણ ખુલશે નહિ. ટૂંકમા, હાલ જ્યા સુધી લોકડાઉન છે ત્યા સુધી તમામ રાજ્યમા હેરકટીંગ સલૂન, પાન-ગુટકા-સીગારેટનુ વેચાણ કરતી દુકાનો અને ટી-સ્ટોલ તથા રેસ્ટોરન્ટ અને હોટલ્સ ચાલુ રાખી શકાશે નહીં અને જે પણ નિયમોનો ભંગ કરશે તેની સામે સખત કાર્યવાહી કરવામા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *