ફિલ્મજગતનો આ એક દિગ્ગજ કલાકાર કરોડોની સંપતિની માલિકી ધરાવતો હોવા છતાં જીવે છે સાદગી ભરેલું જીવન, આજે તમે પણ જાણો આ કલાકાર વિશે…

Spread the love

મિત્રો, ફિલ્મજગતમા પોતાના અભિનયથી એક અલગ જ ઓળખ બનાવનાર આ લોકપ્રિય અભિનેતા નાના પાટેકરે હાલ જ પોતાના ૭૦ મા જન્મદિવસની ઉજવણી કરી હતી. મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના મુરુદ જંજીરામાં જન્મેલા આ દિગ્ગજ કલાકારે ૧૯૭૮મા આવેલી ફિલ્મ ‘ગમન’થી ફિલ્મજગતમા પ્રવેશ કર્યો હતો.

ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી મુજબ આ કલાકાર પાસે અંદાજે ૭૩ કરોડ રૂપિયા જેટલી સંપત્તિ છે, જેમા ફાર્મહાઉસ, કાર તથા અન્ય અનેકવિધ પ્રોપર્ટીઓનો સમાવેશ થાય છે. આટલી બધી સંપત્તિ હોવા છતાપણ તે એકદમ સાદગીથી જીવન જીવે છે. તે પોતાની ૯૦ ટકા કમાણી દાનમાં આપી દે છે અને ફક્ત ૧૦ ટકા કમાણીમા જ પોતાનુ ગુજરાન ચલાવે છે.

તેમણે જણાવ્યુ હતુ કે, તે શોખથી નહી પરંતુ, મજબૂરીના કારણે આ ફિલ્મજગતમા પ્રવેશ્યા હતા. તેમને હમેંશાથી એક સાધારણ જીવન જીવવુ પસંદ છે. તેમણે આર્ટ્સમા પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ છે. આ કલાકારનુ પૂના નજીક ખડકવાસલામા ૨૫ એકરમાં ફેલાયેલુ ફાર્મહાઉસ છે. શહેરના ભીડભાડવાળા જીવનથી દૂર અહી નાના પાટેકર આરામ કરવા માટે આવે છે. અહી તે પોતાના ફાર્મહાઉસમાં ઘઉં અને ચણાની ખેતી કરે છે.

અહી સાત રૂમ તથા એક મોટો હોલ પણ છે. આ સિવાય ઘરમા સિમ્પલ વુડન ફર્નીચર અને ટેરાકોટા ફ્લોર પણ છે. આ ફાર્મહાઉસની કિંમત આશરે ૧૨ કરોડ રૂપિયાની છે. આ સિવાય મુંબઈમા પણ આ કલાકારનો એક ફ્લેટ છે. આ ફ્લેટ ફક્ત ૭૫૦ સ્કેવર ફૂટનો છે. આ ફ્લેટ તેમણે ૯૦ ના દશકામા ૧.૧૦ લાખમા ખરીદ્યો છે.

અહી એક બેડરૂમ, હોલ તથા રસોઈઘર આવેલુ છે. આ ફ્લેટની કિંમત હાલ પ્રવર્તમાન સમયમા સાત કરોડ રૂપિયા આંકવામા આવી રહી છે. મીડિયામાંથી પ્રાપ્ત થતા અહેવાલ પ્રમાણે આ કલાકાર પાસે ૮૧ લાખ રૂપિયાની ઓડી ક્યૂ સેવન કાર છે. આ સિવાય તેની પાસે ૧૦ લાખની સ્કોર્પિયો છે અને તે ઉપરાંત ૧.૫ લાખની રોયલ એનફિલ્ડ પણ છે.

તેમના ઘરનો દરેક રૂમ બેઝિક સ્ટાઈલ તથા જરૂરિયાત મુજબ સજાવવામાં આવ્યો છે. આ સિવાય તેમના ફાર્મહાઉસમા ઘણા બધા વૃક્ષો ઉગાડવામા આવ્યા છે. આ સિવાય અહી એક તબેલો પણ તૈયાર કરવામા આવ્યો છે, જેમા ગાય તથા ભેંસો રાખવામા આવેલી છે. એક સમયે પોતાના ઘરનુ ગુજરાન ચલાવવા માટે નાના પાટેકર ઝિબ્રા ક્રોસિંગ પર પેઈન્ટિંગ કરતા હતા અને તે સમયે તેમને આ કામના ૩૫ રૂપિયા મળતા હતા.

ત્યારે હાલ તે કરોડોની સંપતિના માલિક છે અને સમાજમા એક વિશેષ ઓળખ પણ ધરાવે છે તેમછતા તેમણે પોતાની જીવનશૈલીમા કશો જ ફરક કર્યો નથી અને પોતાની મોટાભાગની સંપતી તેમણે લોકોના ભલાઈના કામમા લગાવી છે. હાલ, તે ખેડૂતો માટે જે કરી રહ્યા છે તે જોઇને તેને એકવાર સલામ કરવાનુ મન અવશ્ય થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *