ફેક્સામા રહેલી કફ અને ધુમાડાની સમસ્યા થશે જડમુળથી દૂર, આજે જ અજમાવો આ ઘરેલું ઉપચાર

Spread the love

મિત્રો, વધતા જતા પ્રદૂષણને લીધે વાતાવરણમાં બીમારીઓ ફેલાઈ રહી છે. હવાના પ્રદૂષણને લીધે ફેફસાને લગતા રોગો વધી રહ્યા છે. ફેફસામાં કફ અને શરદીને લીધે શ્વાછોશ્વાસની ક્રિયામાં અડચણ આવે છે. જેનાથી શરીરમાં જરૂરી ઑક્સીજન પુરતી માત્રામાં મળી શકતો નથી અને શરીરમાં ઑક્સીજન લેવલ ઘટી જાય છે.

ચાલો જોઈએ ફેફસાને કેવી રીતે સાફ કરી ઑક્સીજન લેવલ વધારવુ :

સૌપ્રથમ કપૂર અને લવિંગ લેવા તેમાં અજમો થોડો સેકીને મિક્સ કરવો. આ ઔષધીય મિશ્રણને એક નાના રૂમાલમા બાંધી લેવું. હવે તે રૂમાલની પોટલીને ૧૭-૧૮ વાર સૂંઘવી. આમ કરવાથી શ્વાસનળી ચોખ્ખી થશે અને શ્વાસ લેવામાં તકલીફ નહી પડે તેમજ ફેફસા સુધી આ સુગંધ પહોંચતા જ ફેફસામાથી જામેલો કફ દૂર થશે અને ફેફસા શુદ્ધ અને સ્વચ્છ થશે. આ ઉપાય દ્વારા તમને શ્વાસ લેવામાં થતી તમામ સમસ્યાઓ દૂર થશે અને શરીરને જરૂરી ઑક્સીજન મળી રહેશે. જેથી તમારું ઑક્સીજન લેવલ પણ એકજ દિવસમાં વધારી શકાય છે.

આ ઉપરાંત ઝંડુ બામની સુગંધ નાક વાટે લેવાથી પણ બંધ નાક ખૂલી જાય છે અને શ્વાસનળી પણ ચોખ્ખી થાય છે. જેથી શ્વાસનક્રિયા નિયમિત કરી શકાય છે અને શરીરમાં પૂરતા ઑક્સીજનની અવર-જવર થાઈ શકે છે. ત્યારબાદ આવે છે નાસ પદ્ધતી. તેના માટે પાણીને ગરમ કરી તેમા ઝંડુ બામ નાખવું. જેમ બામ ઓગળતું જાય તેમ નાક વડે તેની વરાળ અંદર લેવી. આમ કરવાથી નાકમા રહેલ અશુધ્ધિઓ ઓગળીને નાકની બહાર પાણીની જેમ નીકળવા લાગશે. આ પ્રયોગ કરવાથી નાક અને ગાળામાં રહેલા કફ નીકળી જાશે.

ફેફસામાં રહેલ કફ દૂર કરવા માટે તુલસીના પાન, કાથો, કપૂર, અને ઇલાયચીને સરખા પ્રમાણમાં લઈ વાટી લો. ત્યારબાદ તેમા ૯ ગણી ખાંડ ભેળવી મિક્સ કરી લો. આ મિશ્રણને દિવસમા એક ચપટી બે વાર ખાવાથી ફેક્સામા જામેલ કફ છૂટો પડીને નીકળી જાશે. તેથી ફેફસા પૂરતા પ્રમાણમાં ઑક્સીજન લઈ શકશે જેથી, તમારુ ઑક્સીજન લેવલ વધશે.

આદું પણ ફેફસાને શુધ્ધ કરવા ખૂબ જ ઉપયોગી ઔષધિ સાબિત થાય છે. એક લિટર પાણીમાં એક ટુકડો આદુ કટકા કરીને નાખો અને ત્યારબાદ ૨૫૦-૩૦૦ ગ્રામ ગોળ, લસણની કળીનો છુંદો,અને ૨ ચમચી હળદર ઉમેરી અને તેને ઉકળવા માટે મુકી દો. બરાબર ઉકળી જાય પછી આ મિશ્રણને ગાળી લો. ભૂખ્યા પેટે આ ઉકાળાનું સેવન કરવાથી થોડાજ દિવસોમાં તમને કફની સમસ્યાથી રાહત મળશે.

આ ઉપરાંત ગાજર, ફૂદીનો, હળદર, લસણ, ક્રેનબેરી વગેરેનો ખોરાકમા ઉપયોગ કરવાથી ફેફસા સાફ રહે છે. આ સિવાય નિયમિત રીતે કસરત કરવી ખુબજ જરૂરી છે. રોજ દિવસમાં ૧૫-૩૦ મિનિટ અનુલોમ-વિલોમ અને લાંબા શ્વાસ લેવાની કસરત કરવી જોઈએ, જેથી તમારા ફેફસા મજબૂત બને છે. આ બધા ઉપચારો ફેફસામાં રહેલા કફ અને ધુમાડા જેવી ગંદકીને સાફ કરે છે. જેથી ફેફસા, શ્વાસનળી અને નાક ખૂલે છે અને શરીરમાં જરૂરી ઑક્સીજન પહોંચી શકે છે. તેથી તમારું ઑક્સીજન લેવલ વધે છે અને શ્વાસ લેવામાં તકલીફ થતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *