ફક્ત આટલા જ દિવસોમા પેટ ની ચરબી તેમજ શરીરનો વજન પાણી જેમ ઓગળશે, જાણો ઘરમાં જ બનાવી શકાય તેવા આ ચૂરણ વિષે…

Spread the love

મિત્રો, જો આપણે  વજન ઘટાડવા માટેના ઉપાયો વિશે વાત કરીએ તો તેમા જવનુ નામ સૌથી પહેલા આવે છે. તે ચરબી ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે કારણકે, જવમા આવા અમુક તત્વો રહેલા હોય છે, જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવો અનુભવ કરાવે છે. આ જવ પચવામા ખુબ જ ભારે હોય છે.

જવનો ઉપયોગ મુખ્યત્વે ચરબી ઘટાડવા માટે થઈ શકે છે. આ માટે ૨ લિટર પાણીમા ૨ મોટી ચમચી જવ નાખી તેને ઉકાળવા. આ જવ ઉકાળતી વખતે ઢાંકણું બરાબર બંધ કરવુ, જેથી જવના દાણા બરાબર રીતે પાકી જાય. જ્યારે આ પાણીનો કલર ગુલાબી થઈ જાય ત્યારે તેને ઉતારી લેવું. આ પાણી હવે પીવા માટે તૈયાર છે. તેને ગાળીને રોજ તેને પીવાથી મોટાપામા ઘટાડો થશે. તેના સ્વાદમા વધારો કરવા માટે તેમા લીંબુ, નમક અને મધ પણ ઉમેરી શકો છો.

જવને પાકવામા વાર લાગે છે. તેમા પણ જો ફોતરાવાળા જવ હશે તો ખુબ જ વધુ વાર લાગશે. ફોતરી વગરના જવ પ્રમાણમા વહેલા ચડી જાય છે. જવ અને ચણાના લોટની રોટલી રોજ ખાવાથી પેટનો, કમરનો તેમજ આખા શરીરનો મોટાપો પણ દૂર થઇ થશે. ફોતરીવાળા જવમા ફાયબરનુ પ્રમાણ ખુબ જ વધારે હોય છે. આનો ઉપયોગ પ્રમાણસર કરવો જોઈએ. વધુ પ્રમાણમા સેવન કરવાથી મુશ્કેલીઓ પણ આવી શકે છે.

આ સિવાય લીંબુ પાણી પણ વજન ઘટાડવા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. તે માટે ૧ લિટર પાણી લો. તેમા લીંબુના કટકા કરીને ઉમેરો. ખાસ ધ્યાન એ રાખો કે, લીંબુને નિચોવીને તેનો માત્ર રસ નથી નાખવાનો લીંબુને છાલ સાથે કટકા કરીને નાખો. જ્યારે પીવું હોય ત્યારે આમાંથી ગ્લાસ ભરીને પાણી પીલો. આ પાણી એક જ દિવસમા પૂરુ કરવાનું છે. બીજા દિવસે બીજું આજ રીતે પાણી બનાવો. આમ, એક મહિના સુધી આમ કરવાથી ખૂબ જ સારુ પરિણામ મળશે.

આ ઉપરાંત પપૈયા રોજ ખાવ. તે બધી જ ઋતુમા તમને મળી રહેછે. લાંબો સમય સુધી તેનુ સેવન કરવાથી પણ ચરબી ઓછી થાય છે. આ સિવાય રોજ સવારે ટામેટાનો રસ પીવાથી પણ મોટાપો ઘટે છે. આંબળા અને હળદર ને સરખે ભાગે મિક્સ કરી ચૂર્ણ બનાવી લો અને રોજ છાસ સાથે સેવન કરો તમારી ચરબી સડસડાટ ઉતરશે.

રોજબરોજના જીવનમા ખોરાક સાથે મરચા ખાવાનું રાખો. તેમા રહેલ કેપસાઇસીન તત્ત્વથી ભૂખ ઓછી લાગે છે અને વજન કાબુમાં રહે છે. વજન ઘટાડવા માટે ખોરાક માં ફેરફાર કરવો જરૂરી છે. કાર્બોહાઈડ્રેટ વાળો ખોરાક ઓછો ખાવો. ખાંડ, બટેટા, તેમજ ચોખા માં વધુ કાર્બોહાઈડ્રેટ હોય છે.

આ ઉપરાંત માત્ર જવના લોટની રોટલી કરતાં ચણા અને સોયાબીન મિક્સ કરેલ લોટની રોટલી વધુ ફાયદાકારક છે. કોબીમાં ચરબી ઘટાડવાના ગુણ હોય છે તેમજ દહીં શરીરની વધારાની ચરબી ઘટાડે છે. તેથી ખોરાકમા આવી વસ્તુઓ લેવી જોઈએ. છાસ પણ દિવસ માં ૨-૩ વાર પીવો.

આ ઉપરાંત એક ચમચી ફુદીનાના રસને મધ સાથે લેવાથી મોટાપો ઓછો થાય છે. આ ચરબી અને મોટાપાનુ કારણ છે વધારે પડતુ ભોજન. જરૂરિયાત કરતા વધુ ભોજન કરવાથી ચરબીનુ પ્રમાણ વધે છે. તેથી, જો તમારે ચરબીથી મુક્તિ મેળવવી હોય તો જમવામા નિયંત્રણ રાખો અને પ્રમાણસર ખોરાક જ ખાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *