એકપણ રૂપિયો ખર્ચ્યા વિના અને કોઇપણ પ્રકાર ના જીમ વગર ઓછુ કર્યું દસ કિ.લો. વજન, જાણો આ અનુભવી સ્ત્રી ની ટીપ્સ
મિત્રો, વધતો જતો વજન એ વ્યક્તિ માટે હાલ એક ગંભીર સમસ્યા બનતી જાય છે. એક અહેવાલ મુજબ વિશ્વમા દર ૧૦૦ માથી ૪૦ લોકો આ મોટાપા ની સમસ્યાનો શિકાર બને છે. આપણને સૌ ને ખ્યાલ છે કે જો વજન વધુ હોય તો હૃદયનો હુમલો આવવાની શક્યતા મા વૃધ્ધિ થાય છે. લોકો પોતાનુ વજન ઘટાડવા માટે જીમ નો સહારો લે છે.
આ સિવાય માર્કેટમા મળતી ઘણી પ્રોડક્ટનો પણ ઉપયોગ કરે છે જેનાથી વજન થોડા સમયમા ઘટી જાય પરંતુ, તેની આડઅસર આપણા શરીરને હાની પહોંચાડે છે. તમે જિમમા અથાગ પરિશ્રમ કરો છો તેમછતા તમને વજનમા અપેક્ષા હોય તેટલો ઘટાડો જોવા મળતો નથી. લાંબા સમય સુધી જિમ કર્યા બાદ પણ અમુક કિલો વજન ઉતરે. પરંતુ, હાલ આપણે આજે આ લેખમા અમુક ટિપ્સ વિશે જણાવીશુ. જેનાથી ઓછા સમયમા વધુ વજન જિમ ગયા વિના જ ઉતારી શકાય છે.
આ છે ડાયટીંગ પ્લાન :
નિયમિત વહેલી સવારે ઉઠીને ત્યારબાદ ભૂખ્યા પેટે લીંબુના રસમા મધ ઉમેરી તેનુ સેવન કરો, જેથી તમે આ મોટાપાની સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. આ સિવાય વહેલી સવારે નાસ્તામા સુકા મેવા સાથે એક બાફેલું ઈંડાનુ સેવન કરો અથવા સફરજન અને બાફેલા ચાણાનુ સેવન કરવામા આવે તો તમે આ મોટાપાની સમસ્યામાથી મુક્તિ મેળવી શકો.
આ સિવાય બપોરના સમયે ભોજનમા સબ્જી અને રોટલી ની જગ્યા એ ચા સાથે ૪-૫ બિસ્કીટનુ સેવન કરવુ. ત્યારબાદ સાંજે ૮ વાગ્યે ભોજન કરવુ જેમા તમે સબ્જી, રોટલી, ભાત અને સલાડ નુ સેવન કરી શકો છો. આ ઉપરાંત વધુમાં વધુ પાણી પીવાની ટેવ પાડવી. આખા દિવસમા કમ સે કમ ૩-૪ લિટર પાણી પીવાનો આગ્રહ રાખવો. સ્ટ્રીટ ફૂડ, જંક ફૂડ અને ઓઇલ ફૂડનુ સેવન ઘટાડી દેવુ.
દિવસમા ૪-૫ વાર ગ્રીન ટી નુ સેવન કરવુ. ભોજન હંમેશા લો કેલેરીવાળુ લેવાનુ રાખવુ તેમજ બટેટા અને ખાંડ સાવ બંધ કરી દેવા. આ સિવાય જીમમા જવાનુ ટાળીને ઘરે જ વ્યાયામ કરવાનુ રાખવુ. જો તમે આ બધી વાતોનુ યોગ્ય રીતે પાલન કરો તો શક્ય છે કે તમે તમારા વજનમા અપેક્ષિત ઘટાડો જોઈ શકશો.