એકપણ રૂપિયો બગાડ્યા વિના શરીરના સોજા, કફ, ઉધરસ, શરદી અને દમની સમસ્યાથી મેળવો મુક્તિ, આ ઉપચાર છે સો ટકા અસરકારક, આજે તમે પણ જાણો…

Spread the love

મિત્રો, આપણે સૌ એ વાત ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે, હળદર એ આપણી ભારતીય રસોઈઘરનો એક ખુબ જ મહત્વપૂર્ણ ભાગ છે. તે એક આયુર્વેદિક ઔષધ છે, જેમા પુષ્કળ માત્રામા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. તે આપણા સ્વાસ્થ્યને અનેકવિધ રીતે ફાયદાકારક સાબિત થાય છે. જો તમે તમારા રોજીંદા આહારમા તેનો સમાવેશ કરશો તો તમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ લાભ જોવા મળશે. તો ચાલો આજે આપણે હળદરના સેવનથી સ્વાસ્થ્યને થતા જુદા-જુદા લાભ વિશે માહિતી મેળવીએ.

કાચી હળદરમા પુષ્કળ માત્રામા લોહતત્વ સમાવિષ્ટ હોય છે. તે તમારા લોહીમા હિમોગ્લોબીનની માત્રા વધારે છે, જેથી લાલ રક્તકણોના ઉત્પાદનમા પણ વૃદ્ધિ થાય છે અને શરીરના દરેક ભાગને આવશ્યક માત્રામા ઓક્સિજન મળી રહે છે. આ ઉપરાંત જો તમે ચહેરા પરના અનિચ્છનિય વાળથી પરેશાન છો તો તેના માટે પણ હળદર ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તેના નિરંતર ઉપયોગથી આ સમસ્યાથી તમને તુરંત રાહત મળી શકે છે.

જો તમારા શરીરમા પણ સોજા ચડી ગયા છે તો તે સમયે ભૂલ્યા વગર સૌથી પહેલા હળદર વાળું પાણી પી લો. આ પાણી પીવાથી સોજા દૂર થઈ જશે અને તમને દર્દમાથી પણ તુરંત રાહત મળી જશે. તેમા કરક્યુમીન નામનુ તત્વ મળી આવે છે, જે તમારા શરીરના દર્દ અને સુજને દૂર કરવામા કારગર સાબિત થાય છે.

આ સિવાય જો કોકોનટ ઓઈલમા હળદર મિક્સ કરીને ઘાટો લેપ તૈયાર કરીને ફાટેલી એડીઓ પર લગાવો તો તેનાથી પણ તમને ખૂબ જ રાહત મળશે અને તમારી એડીઓ પણ એકદમ મુલાયમ બની જશે. હળદરમા પુષ્કળ માત્રામા એન્ટી-બેક્ટેરિયલ ગુણતત્વો સમાવિષ્ટ જોવા મળે છે, જે શરીરના ઘાવ ભરવામા ખુબ જ અસરકારક સાબિત થાય છે.

આ સિવાય જો તમે અડધી ચમચી હળદરનુ ચુર્ણ, અરડુસીનો રસ ત્રણ ચમચી અને એક ચમચી મધ સવાર-સાંજ લો તો તમને કફની સમસ્યા, ઉધરસ, શરદી, દમ વગેરે જેવી સમસ્યાઓ સામે રાહત મળી શકે છે. આ સિવાય આમળા અને હળદરનુ એકસમાન માત્રામા તૈયાર કરેલુ ૧-૧ ચમચી જેટલુ ચુર્ણ નિયમિત સવાર-સાંજ લેવાથી તમને તમામ પ્રકારના પ્રમેહની સમસ્યાથી રાહત મળે છે. આ સિવાય સુતી વખતે શેકેલી હળદરનો ટુકડો ચુસવાથી પણ તમને ઉધરસ, કાકડા અને ગળાની બીમારીઓમા લાભ મળે છે.

જો તમે હળદર, ફટકડી અને પાણી મિક્સ કરી તેને તમારી રોગગ્રસ્ત ચામડી પર લગાવો તો તેનાથી તમને સ્કીન સાથે સંકળાયેલ સમસ્યાઓમા રાહત મળી શકે છે. આ ઉપરાંત જો તમે નિયમિત હળદર અને સાકર ચૂસો તો તેનાથી તમારો અવાજ એકદમ ખુલી જાય છે અને સ્વર પણ સારો થાય છે.

વજન ઘટાડવા માટે પણ હળદર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જે લોકો મોટાપાની સમસ્યાથી પરેશાન હોય તેમણે નિયમિત વહેલી સવારે ગરમ પાણી સાથે હળદરનુ સેવન કરવુ. આ ઉપાય અજમાવ્યાના થોડા દિવસોમા જ તમને તમારા શરીરમા ફરક જોવા મળશે.

સ્ત્રી અને પુરુષ બંને માટે આંબા હળદર એ ખુબ જ લાભદાયી અને સારી ગણવામા આવે છે, તે તમારા ગર્ભાશયના મસલ્સને એકદમ મજબૂત બનાવે છે, જેથી ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રી કે બાળકને કોઈપણ પ્રકારની તકલીફ પડતી નથી. આ ઉપરાંત તે શિશ્નોત્થાનની સમસ્યાનો પણ રામબાણ ઈલાજ છે. તેમા સમાવિષ્ટ તત્વો તમારી કામોત્તેજના વધારે છે. આ કારણોસર જ યુવાન સ્ત્રી-પુરુષોએ નિયમિત તેનુ સેવન કરવુ જોઈએ. તો આજથી તમે પણ શરુ કરી દો હળદરનુ સેવન અને મેળવો આ ફાયદા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *