એકપણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર મેળવો અસ્થમા અને કફની સમસ્યામા રાહત, એકવાર અજમાવો આ ઘરેલુ ઉપચાર અને જુઓ તેના અસરકારક ફાયદા…

Spread the love

ભારતીય રસોડા માં લગભગ બધા રોગ ની દવા મળી આવે છે. આજે આપણે વાત કરીશુ એલચી ની જે આપણા મરી-મસાલા માંથી એક ખુબજ ઉપયોગી તેમજ ફાયદાકારક વસ્તુ છે. એલચી માત્ર ભોજનમાં સુગંધ લાવવા માટે નથી પરંતુ સાથે સાથે તે આરોગ્ય માટે પણ ખૂબ ઉપયોગી ઔષધિ છે.

એલચીમાં વિટામિન બી, વિટામિન સી, આયર્ન, રિબોફ્લેવિન અને નિયાસિન જેવા વિટામિન રહેલા છે. તે લાલ રક્તકણો અને મેટાબોલિઝમ માં વધારો કરે છે. એલચીનો ઉપયોગ સામાન્ય રીતે ખોરાક તેમજ ચાનો સ્વાદ વધારવા માટે થાય છે. ચાલો જોઈએ તેના આયુર્વેદિક ફાયદાઓ.

એલચી શરીરને અંદરથી ગરમ કરે છે અને કફ ને ઓગાળે છે. એલચી થી ફેફસામાં લોહીની અવરજવર વધે છે તેથી શ્વાસને લગતી સમસ્યાઓ જેવી કે દમ, અસ્થમા, શરદી કે ખાંસી જેવા રોગોમાં રાહત આપે છે. કોલેરા ની બીમારીમાં એલચી ખૂબ ફાયદાકારક છે. તેના રસના ૫ થી ૧૦ ટીંપા પીવાથી ઝાડા-ઉલ્ટી માં રાહત મળે છે. આ ઉપરાંત ૧ લિટર પાણીમાં ૧૦ ગ્રામ એલચી ઉકાળો. આ ઉકાળો ૨૫૦ મિલી પાણી વધે ત્યાં સુધી ઉકાળી ત્યારબાદ ગાળી લો. હવે તેને ૨-૨ ઘૂટડા થોડી થોડી વારે પીવાથી કોલેરામાં ફાયદો થશે.

એલચી ચાવવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે. તે પાચનતંત્રના રોગો જેવા જે ગેસ, કબજિયાત વગેરે મા પણ રાહત આપે છે અને પાચનક્રિયા ઝડપી બનાવે છે. એલચી થી ગળાનો દુખાવો દૂર થાય છે અને અવાજ પણ ચોખો થઈ છે. ગરમ પાણી સાથે ૧ નંગ લીલી એલચી, ૧ નાનો ટુકડો આદુ, ૧ લવીંગ અને ૪-૫ તુલસીના પાન ગળું ખરાબ હોય ત્યારે ખાવાથી ફાયદો થશે.

મોઢામાં ચાંદી પડી હોય તો એલચીના દાણાને ખાંડી પીસી લો તે પાવડર ને ચાંદી પર લગાડવાથી રાહત મળશે. હૃદયના રોગીઓ માટે એલચી ઉત્તમ છે, તેથી તેઓએ દરરોજ એલચીનુ સેવન કરવું જોઈએ. તેનાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે. એલચીના દાણા ના પાવડર માં મધ મિક્સ કરી ખાવાથી પેશાબ માં થતી બળતરા માટે છે. આ સિવાય ઊલટી માં પણ તે રાહત આપે છે.

એલચીમાં કેલ્શિયમ હોય છે, તેથી તેને દૂધમાં નાખીને પીવાથી વધુ ફાયદો કરે છે. એલચીના દાણા અને સાકર મિક્સ કરી તેનું ચૂર્ણ બનાવી એરંડિયા ના તેલ સાથે મિક્સ કરી તેનુ સેવન કરવાથી માથા અને આંખોને ઠંડક મળે છે અને આંખની રોશની પણ વધારે છે. આમ એલચી શરીર માટે ખૂબ ફાયદાકારક છે. એલચી વાળી ચા પીવાથી આયુષ્ય વધે છે. તે તમારું આંતરિક શુદ્ધિકરણ કરી રક્તનુ પરિભ્રમણ નિયમિત રાખે છે. તેથી હાર્ટ એટેકનો ખતરો પણ ઓછો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *