એકપણ રૂપિયાની દવાનો ખર્ચ કર્યા વગર કોલેસ્ટ્રોલ, ડાયાબીટીસ તથા અન્ય ૫૦ જેટલી બીમારીઓનુ કરો નિદાન, સો ટકા અસરકારક છે આ ઉપાય, એકવાર અજમાવો અને જુઓ ફરક…

Spread the love

જાંબુના ફળનો પાક ઉનાળાની ઋતુમાં જોવા મળે છે. જાંબુ જેટલું ખાવામાં મીઠું અને સ્વાદિષ્ટ છે, તેટલું જ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ ઉપયોગી છે. જાંબુને ખાવાથી તે આપણા શરીરના ઘણા રોગને દુર કરવામાં મદદ કરે છે. જાંબુ પેટમાં દુખાવો, ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશર જેવા રોગો માટે ઉપયોગી બને છે. તો ચાલો જાંબુથી થતા ફાયદા વિષે જાણીએ.

જાંબુમા વિટામિન-સી અને આયરન ભરપૂર માત્રામા હોય છે. દિલ, શુગર, કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશરના દર્દીઓ માટે તેમાં ચોંકાવનારા ફાયદા છે. નિષ્ણાંતોના મતે જો તમારા શરીરમાં વિટામિન સી અથવા આયરનની ખામી છે તો જાંબુ ખાવુ જોઈએ. પાચન ક્રિયા માટે જાંબુ બહુ જ ફાયદાકારક હોય છે.

જાંબુ ખાવાથી વ્યક્તિ ની પાચન ક્રિયા મજબૂત થાય છે, અને ગેસ જેવી સમસ્યાથી પણ છુટકારો મળી જાય છે. તમને જાણીને હેરાની થશે કે મધુમેહ ના રોગીઓ માટે જાંબુ કોઈ વરદાન થી ઓછું નથી. મધુમેહ ના રોગી જાંબુ ના બીજ ને સુકવીને પીસી લો અને તેનો ઉપયોગ કરો. પથરી ના ઈલાજ માટે પણ જાંબુ બહુ ફાયદાકારક હોય છે.

પથરી ની સમસ્યા થવા પર જાંબુ ના બીજ ને સુકવીને બારીક પીસી લો અને તેને દહીં ની સાથે ખાઓ. કેટલાક જ દિવસો માં પથરી ની સમસ્યા થી છુટકારો મળી જશે. પિત્ત ની સમસ્યા થી પરેશાન છો તો જાંબુ ના સિરકા માં પલાળીને રાખો અને દરરોજ સવાર-સાંજ તેનું સેવન કરો. તેનાથી પિત્ત શાંત થાય છે.

જાંબુમાં પોટેશિયમની માત્રા ભરપુર હોવાથી હાર્ટએટેક, હાઇ બ્લડપ્રેશર, સ્ટ્રોક વગેરેથી બચી શકાય છે. સૌપ્રથમ તો ડાયાબીટીઝના દર્દી માટે જાંબુ ઠળીયાનો પાવડર કરી સેવન કરવામાં આવે તો ફાયદો થાય છે. ઠળીયામાં રહેલું જામ્બોલીન તત્વ સ્ટાર્ચને શર્કરામાં રૂપાંતરીત થતા રોકે છે. જાંબુમાં વિવિધ પ્રકારના પોષકતત્વો વિટામીન કેલ્શિયમ, આયર્ન પોટેશિયમ આવેલા છે તેથી રોગપ્રતિકારક શકિતમાં ફાયદાકારક છે.

જાંબુના ઠળીયાની પેસ્ટ બનાવીને દાંતે ઘસવાથી દાંત મજબુત થાય છે. કાચા જાંબુનો રસ કાઢીને પીવાથી પેટના રોગોમાં રાહત થાય છે. ઝેરી જીવજંતુ કરડી ગયું હોય તો જાંબુના પાનનો રસ પીવડાવવો તેમજ તેના પાનની પેસ્ટ કરીને બાંધવાથી ઘા રૂઝાઇ જશે. ગળાના રોગમાં જાંબુના ઝાડની છાલને પીસીને તેનો પાવડર બનાવો, અને આ પાવડરને પાણીમાં નાખી કોગળા કરવાથી ગળુ સાફ થાય છે, તેમજ મોની દુર્ગંધ પણ દુર થાય છે.

જાંબુમાં મીઠુ અને મરી નાખીને પીવાથી હરસ મસામાં ફાયદાકારક રહે છે. જાંબુની સીઝનમાં તેના ઠળીયા સુકવીને પાવડર બનાવી લેવો જે બારેમાસ વાપરી શકાય છે. ચહેરાની સૌંદર્ય વધારવા પણ ઉપયોગી જાંબુ જાંબુનું સેવન વાળ માટે ખુબ ફાયદાકારક છે. જાંબુના સેવનથી ત્વચામાં પણ ચમક આવે છે, અને મૃત ત્વચા દુર થાય છે.

જાંબુ ખાવાના કારણે રકતસંચાર થાય છે. જેના કારણે કરચલીઓ દુર થાય છે તેમજ કાળા દાગ ધબ્બા થવાની શકયતા રહેતી નથીં. જાંબુના પલ્પને સ્કીન પર લગાવવાથી ત્વચા કોમળ અને ચમકીલી બને છે. તેના ઠળીયાનાં પાવડરની પેસ્ટ બનાવી વાળમાં નાખવાથી પણ ફાયદો થાય છે. જાબુમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ઇન્ફેક્ટીવ અને એન્ટી પ્રોપર્ટીઝ હોય છે. તે સિવાય તેની અંદર કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન સી અને આયર્ન હોય છે, જે આપણા શરીરના હાડકાંને મજબૂત બનાવે છે, અને શરીરમાં રહેલી કેલ્શિયમની ઉણપને દુર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *