એકપણ રૂપિયાના ખર્ચ વિના ઉધરસ, કફ, ખંજવાળ અને દાંત સાથે જોડાયેલી સો થી પણ વધુ બીમારીઓથી રાહત અપાવશે આ સામાન્ય એવી ઔષધી, આજે જ જાણો તેના ઉપયોગની રીત અને ફાયદા વિશે…

Spread the love

મિત્રો, આયુર્વેદ એ એક વિશેષ શાસ્ત્ર છે. આ શાસ્ત્રમા અનેકવિધ એવી ઔષધીઓનો ઉલ્લેખ કરવામા આવ્યો છે, જે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આજે આ લેખમા આપણે આ શાસ્ત્રમા દર્શાવેલી એક વિશેષ ઔષધી વિશે ચર્ચા કરીશુ તો ચાલો જાણીએ.

આ ઔષધી છે ભોંયરીંગણી. તેના પાન, થડ અને ડાળી પર અનેકવિધ પ્રકારના કાંટા જોવા મળે છે, જેથી તેને કંટકારી પણ કહે છે. આ છોડમા જાંબુડિયા રંગના પુષ્પ પણ જોવા મળે છે. આ વૃક્ષ પરના ફળ કાચા હોય ત્યારે લીલા રંગના અને જ્યારે પાકે ત્યારે પીળા રંગના જોવા મળે છે. આ છોડ ની દરેક વસ્તુઓ જેમકે, એનાં પાંચેય અંગ – મૂળ, પાન, છાલ, પુષ્પ અને ફળ દવામા વપરાય છે. આ ઔષધી એકદમ કડવી, તુરી, તીખી, ઉષ્ણ, પાચક, લઘુ અને સારક છે.

આ ઔષધી ઉધરસ, કફના રોગો, દમ, ખંજવાળ, કૃમિ, હૃદયરોગ, અરુચિ, પાર્શ્વશુળ વગેરે જેવી બીમારીઓને મટાડે છે. જો તમે શરીરમાથી કફ દૂર કરવા ઈચ્છો છો તેના માટે ભોંયરીંગણીના છોડને સુકવીને ત્યારબાદ તેના કટકાને મગ સાથે મિક્સ કરીને તેમા આદુ, લસણ વગેરે જેવી વસ્તુઓ ઉમેરો, તેને ખાવાથી આ સમસ્યાઓ તુરંત દૂર થશે.

આ ઉપરાંત આ ઔષધિના વૃક્ષના પુષ્પના રસનો લેપ તૈયાર કરીને એને કપાળ પર લગાવી રાખવાથી સરદર્દની સમસ્યાથી તુરંત રાહત મળે છે. આ સિવાય ઉધરસની સમસ્યાને દૂર કરવા માટે આ ઔષધીનો ઉકાળો તૈયાર કરી તેમા લીંડીપીપરનુ ચૂર્ણ મિક્સ કરીને પીવુ જોઈએ. આ ઉકાળાના સેવનથી તમને કફની સમસ્યાથી પણ રાહત મળે છે.

આ ઔષધિના પાન તોડવાથી એમાંથી જે દૂધ જેવો રસ નીકળે છે એ રસના એક કે બે ટીપા તમારી આંખમા ઉમેરો તો આંખમા રહેલુ બધુ જ ખરાબ પાણી બહાર નીકળી જાય છે અને આંખ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓમા પણ રાહત મળે છે. આ સિવાય જો તમને ઉધરસ કે પછી લોહી વાળું કફ આવતું હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે આ વૃક્ષના સૂકા પાનને અધકચરા ખાંડીને તેનો ઉકાળો તૈયાર કરી નિયમિત સવારે પીવા જોઈએ. જેથી, આ સમસ્યા સામે રાહત મળે.

આ સિવાય જો તમે માથામા ટાલ પડવાની સમસ્યાથી પીડાતા હોવ તો આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે ભોંયરીંગણીનો રસ અને મધ એકસમાન માત્રામા મિક્સ કરીને તેને લગાવવો જેથી તમને આ સમસ્યાથી તુરંત રાહત મળી શકે છે. આ ઉપરાંત પાયોરિયાની સમસ્યાના નિદાન માટે પણ આ ઔષધી ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત આ ઔષધિનો બે ચમચી જેટલો રસ દિવસમા ત્રણ વખત મધ સાથે ઉમેરીને સેવન કરવાથી મૂત્ર સાથે સંકળાયેલી સમસ્યા પણ મટે છે.

આ ઉપરાંત જો તમે આ ઔષધિનો રસ દહી સાથે મિક્સ કરીને તેનુ સેવન કરો તો તમને પથરીની સમસ્યાથી પણ ખુબ જ સરળતાથી રાહત મળી શકે છે. આ ઉપરાંત આ ઔષધી માથાની ટાલ અને ઉંદરીની સમસ્યાને દૂર કરવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ સિવાય જો તમે સર્પગંધા ચૂર્ણ અને ભોંયરીંગણીના કાંટાનું કંટકારી ચૂર્ણનુ સેવન કરો તો તમે બ્લ્ડપ્રેશરની સમસ્યામા પણ રાહત મેળવી શકો છો. એકવાર તમે આ ઔષધિનુ સેવન રોજીંદા જીવનમા કરો અને પછી જુઓ ફરક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *