એકદમ રજવાડી અને ઠાઠમાઠ ભરેલુ જીવન જીવે છે ફિલ્મજગતની આ અભિનેત્રી, એક નજર તમે પણ નાખો આ તસ્વીરો પર…

Spread the love

કરીના કપૂર ને તો તમે બધા ઓળખતા જ હશો. તે ૪૦ વર્ષ ની થાય ગઈ છે. તેનો જન્મ ૨૧ સપ્ટેમ્બર ૧૯૮૦ ના રોજ મુંબઈમાં થયો હતો. તેના પિતા રણધીર અને માતા બબીતા છે. તેની મોટી બહેન કરિશ્મા કપૂર પણ એક લોકપ્રિય અભિનેત્રી રહી ચૂકી છે. કરીનાએ ફિલ્મ રેફયુજીથી બોલીવુડ માં એન્ટ્રી કરી હતી.

ત્યારબાદ તેણે ટસન, જબ વી મેટ, કભી ખુશી કભી ગમ, તલાશ, હિરોઇન, મે પ્રેમ કી દીવાની, મુજસે દોસ્તી કારોગે વગેરે ફિલ્મોમાં કામ કર્યું છે. કરીના ની સંપત્તિ વિશે વાત કરીએ તો, કરોડો નો આલીશાન બંગલો, કાર, કરોડોનો પટૌડી પેલેસ છે. તેને તેનાથી ૧૦ વર્ષ મોટા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે. તેમને તૈમુર નામ નો પુત્ર પણ છે.

બોલીવુડ માં આ કપલ તેમની ફિલ્મો માટે તો ચર્ચા માં રહે જ છે, આ ઉપરાંત તે તેની આગવી જીવનશૈલી ને લીધે પણ ખૂબ ચર્ચા માં રહે છે. સંપત્તિ ની દ્રષ્ટિએ સૈફ – કરીના ઇન્ડસ્ટ્રી ના ટોપ લિસ્ટ માં આવે છે. સૈફ ના હાથ પર સૈફિના નામ નું ટેટૂ પણ છે. જે તેના અને કરીના ના નામ મિક્સ કરીને બને છે.

હરિયાણા ના પટૌડી ગામ ખાતે તેમની પૂશતેની હવેલી છે. જે પટૌડી પેલેસ તરીકે જાણીતી છે. જેની કિંમત આસરે ૮૦૦ કરોડ રૂપિયા છે. તે મેહેલ ૮૪ વર્ષ જૂનો છે. તેની રચના ૧૯૩૫ માં ૮ માં નવાબ અને ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ઇફીત ખાન અલી હુસેન સિદ્દીકી એ કરી હતી. આ મહેલ માં ૧૫૦ થી વધુ રૂમ છે અને એક સમયે તેમ ૧૦૦ થી પણ વધુ નોકરો કામ કરતાં હતા.

આ ઉપરાંત મુંબઈ માં તેમનો ફોરચુન હાઈટ્સ નામનો બંગલો પણ છે. જેની કિંમત આસરે ૪૮ કરોડ રૂપિયા છે. આ બંગલા ની સજાવટ માં રાજસી ઝલક દેખાય છે. કરીના તેના પતિ અને પુત્ર સાથે આ બંગલામાં રહે છે. સૈફને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ છે, તેથી આ ઘરમાં પુસ્તકો માટે એક અલગ જગ્યા છે.

ઘરમાં વિંટેજ લેમ્પસ અને પુરાની નવાબી વસ્તુઓની સજાવટ જોવા મળે છે. પટૌડી પરિવાર પાસે ભોપાલમાં પણ ૧૦૦૦ એકર જમીન છે. જે અબજો રૂપિયાની હશે. આ ઉપરાંત તેમણે સ્વીટઝરલેન્ડ માં પણ એક ઘર લીધું છે જેની કિંમત ૩૩ કરોડ હોવાનું મનાય છે. સૈફ પાસે ૫૦૦૦ કરોડ ની સંપત્તિ છે તો કરીના પાસે ૪૫૦ કરોડ ની સંપત્તિ છે. એક ફિલ્મ માટે તે ૧૭ કરોડ ચાર્જ લ્યે છે.

આ ઉપરાંત તેમની પાસે ઔડી ક્યુ૭, બીએમડબલ્યુ ૭,લેક્સસ એલએક્સ ૪૭૦ સહિતની અન્ય કાર પણ છે. સૈફ એ કરીનાને સગાઈ માં પહેરાવેલી વીંટી ની કિંમત ૨ કરોડ હતી. ૧.૩૦ કરોડ ની કાર તૈમુર ને ગિફ્ટ માં આપી હતી. તૈમુર ના પહેલા જન્મદિવસ પર ૧૦૦૦ ચોરસફૂટ જંગલ ગિફ્ટમાં આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *