એક યુવક મુંબઈ થી ૧૬૦૦ કિ.મી ચાલીને પોહચ્યો પોતાના ગામડે, ઘરે પોહાચ્તા ની છ કલાકમા આ રહસ્યમયી રીતે થયું મૃત્યુ, જાણો સમગ્ર ઘટના..

Spread the love

મિત્રો, જ્યારથી આપણા દેશમા લોકડાઉન લાગુ પાડવામા આવ્યુ છે ત્યારથી અનેકવિધ વિચિત્ર ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. હાલ, આપણે અહી વાત કરવા જઈ રહ્યા છીએ કે યુ.પી. ના શ્રાાવસ્તી જિલ્લાના એક યુવક વિશે જે મુંબઇ થી ૧૬૦૦ કી.મી.ના અંતરે પોતાના ગામડે પહોંચ્યો હતો પરંતુ, વહીવટીતંત્રે તેમને ૧૪ દિવસ માટે ગામની એક શાળામા કવોરોન્ટાઈન કર્યા હતા. આ જ સમયે, તેમનુ ૬ કલાકમા રહસ્યમય રીતે અવસાન થયુ.

મીડિયા તરફથી મળતી માહિતી મુજબ સોમવારે શ્રાવસ્તી જિલ્લાના માલીપુર વિસ્તારના મથકણવા ગામે એક યુવક ગુપ્ત રીતે મહારાષ્ટ્રથી પગપાળા ગ્રામ્ય વિસ્તારમા પહોંચ્યો હતો. આ યુવકને ગ્રામ્ય વિસ્તારની શાળામા આવેલા ક્વોરેન્ટાઇન સેન્ટરમા ૧૪ દિવસ માટે રાખવામા આવ્યો હતો પરંતુ, ૧૪ દિવસ તો ઠીક પણ, તે ૧૪ કલાક પણ આ ક્વોરેન્ટાઇન સેન્ટરમા ગાળી શક્યો નહીં.

આ યુવક સોમવાર ના રોજ વહેલી સવારે ૭ વાગ્યે મહારાષ્ટ્રના મુંબઇ થી ૧૬૦૦ કિ.મી. નુ અંતર કાપીને તેના ગ્રામ્ય વિસ્તારમા પહોંચ્યો હતો. દિવસના ૧ વાગ્યાની આસપાસ તેનુ રહસ્યમય રીતે મૃત્યુ નિપજ્યુ હતુ. ક્વોરેન્ટાઇન સેન્ટરમા યુવકનુ મૃત્યુ થયાના સમાચાર સમગ્ર જિલ્લામા આગની જેમ ફેલાતા હાહાકાર મચી ગયો હતો. આરોગ્ય વિભાગ તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ગ્રામ્ય વિસ્તાર ના લોકો જ્યા તેનો મૃતદેહ રાખવામા આવ્યો હતો ત્યા પહોંચી ગયા હતા.

કોરોના પ્રોટોકોલ એકટ હેઠળ પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. આ જ સમયે મૃતદેહની સમીપ પહોંચેલા ઘરના તમામ સદસ્યો ને તે જ શાળામાં ક્વોરેન્ટાઇન કરવામા આવ્યા હતા. આ મૃતકના કુટુંબીજનો નો દાવો છે કે તેના શરીરની સ્થિતિને જોઈને એવુ લાગી રહ્યુ છે કે તેણે ચાલીને જ આટલુ લાંબુ અંતર કાપ્યુ હશે. આ સમગ્ર મામલે શ્રાવસ્તિના સી.એમ.ઓ. પી. ભાર્ગવે જણાવ્યુ હતુ કે, તેમના મૃત્યુનુ સચોટ કારણ જાણી શકાયુ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *