એક વખતે પોતાના માતા-પિતા દ્વારા કચરાના ઢગલામા ફેંકી દેવાયેલ આ દીકરીએ અત્યારે કરી બોલિવૂડમા એન્ટ્રી..
મિત્રો, હાલ વર્તમાન સમય ઘણો આધુનિક બની ગયો છે પરંતુ, જો આપણે વાત કરીએ થોડા વર્ષો પહેલાના આપણા દેશની તો અહી અનેક પ્રકારના કુરિવાજો અને ભેદભાવ જોવા મળતા હતા. પુત્ર અને પુત્રી વચ્ચે અહી વધુ પડતા ભેદભાવ જોવા મળતા હતા. જો હજુ પણ અમુક સ્થળોએ આ જ પરિસ્થિતિ છે પરંતુ, પહેલા કરતા થોડી ઓછી છે. ૯૦ ના દશકામા પુત્રી બનવુ એ પાપ માનવામા આવતુ હતુ અને સ્ત્રીભ્રૂણ હત્યા પણ કરવામા આવતી હતી અથવા તો નવજાત બાળકી ને ક્યાંક રસ્તામા ફેંકી દેવામા આવતી હતી.
જે લોકોના ઘરે પુત્રીઓનો જન્મ થતો ત્યા ખુબ જ ઓછા લોકો આ ક્ષણ ને માણતા હતા. આ દિવસોમા નવજાત શિશુને કચરાપેટીમા ફેંકી દેવુ એ ખૂબ જ સામાન્ય હતુ. તો ચાલો આજે આ મુદ્દા પર પ્રકાશ પાડતી એક ઘટના વિશે ચર્ચા કરીશુ. મિથુન ચક્રવતી કે જે બોલીવુડ જગતના એક પ્રખ્યાત અભિનેતા છે. ૯૦ ના દશકામા તેમણે એક થી એક સુપરહિટ ફિલ્મ આપી છે. આજે પણ તે વર્ષમા ૧-૨ ફિલ્મો અવશ્ય કરે છે.
હાલમા, મિથુન તેમના પુત્રના લગ્નના કારણે ચર્ચામા છે. થોડા સમય પહેલા જ તેના લગ્ન હતા પરંતુ, પુત્ર ઘોડે ચડે તે પહેલા જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. વાસ્તવમા, મિથુન ચક્રવર્તીના પુત્ર મીમોહ પર બળાત્કારનો આરોપ લગાવવામા આવ્યો છે, જેના કારણે લગ્ન પહેલા જ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામા આવી હતી. ફક્ત એક જ ક્ષણમા મિથુનના ઘરે વાગતો આ શેહનાઇનો સ્વર શોકમા પરિવર્તિત થઈ ગયો.
હાલ, આપણે આજે આ લેખમા મિથુનની પુત્રી વિશે થોડી ચર્ચા કરવાની છે, જે હાલ બોલિવૂડ જગતમા એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. મિથુનના ત્રણ પુત્રો ઉપરાંત દત્તક પુત્રી દિશા પણ છે. દિશા હાલ બોલિવૂડમા એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. મિથુને તેમની પુત્રીનો ઉછેર ત્રણ તેમના પુત્રોની માફક જ કર્યો છે. મિથુને દિશા સાથે ક્યારેય પણ ભેદભાવ રાખ્યો નથી. દિશા એ સલમાન ખાનની ખૂબ જ મોટી ફેન છે. દિશા સલમાન ખાનની દરેક ફિલ્મ જુએ છે.
આ સ્થિતિમા મળી હતી મિથુનને દિશા :
આપણે સૌ જાણીએ છીએ કે, દિશા મિથુનની પુત્રી નથી પરંતુ, તેમછતા તે દિશાને ખૂબ જ પ્રેમ કરે છે. વર્ષો પહેલા, બંગાળી ન્યૂઝપેપરમા પ્રકાશિત થયેલા સમાચાર ને વાંચીને મિથુનનુ હૃદય ભરાય ગયુ હતુ. તે સમાચાર અનુસાર, એક નિર્દોષ બાળકીને તેના માતા-પિતા દ્વારા કચરામા ફેંકી દેવામા આવ્યો છે, જેને ઉછેરવા માટે કોઈ જ તૈયાર થતુ નથી.
આવી પરીસ્થિતિમા મિથુને ત્યા જઇને આ બાળકીને ગળે લગાવી અને થોડી કાનૂની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેમણે આ બાળકીને દત્તક લીધી હતી અને આજે તે બાળકી મોટી થઈ ગઈ છે અને બોલિવૂડમા ડેબ્યૂ કરવા જઇ રહી છે. દિશા હાલ ન્યૂયોર્કમા અભિનયનો અભ્યાસ કરી રહી છે. તેનો કોર્સ હાલ સમાપ્ત થવાના આરે છે. આ કોર્ષ પૂર્ણ થયા બાદ તે બોલિવૂડમા પગ મૂકશે. દિશાને બાળપણથી જ અભિનયનો ખૂબ જ શોખ હતો.
જેના કારણે મિથુન પણ તેના આ શોખ ને બઢાવો આપતા અને તેણી અભિનય ક્ષેત્રે આગળ વધે તે માટે તેને હમેંશા પ્રોત્સાહિત કરતા. મિથુને દિશાને કોઈ જ વસ્તુની કમી આવવા દીધી નથી. હાલ, દિશા આ લાઇમલાઇટથી થોડી દૂર રહે છે. દિશા જ્યારે ૮ વર્ષની હતી ત્યારે તેને ખબર પડી હતી કે મિથુન તેમના પિતા નથી પરંતુ, ત્યારબાદ મિથુનના ઘરે આ વાતનો ક્યારેય પણ ઉલ્લેખ કરવામા આવ્યો નથી. દિશા તેના ભાઈઓ સાથે ખુશહાલીપૂર્વક પોતાનુ જીવન વ્યતીત કરી રહી છે.