એક સંતાનની માતાએ ૩૫ કિલો ઘટાડયો વજન, વજન ઘટાડવા માટે અજમાવો આ સરળ ટીપ્સ…

Spread the love

મિત્રો, જો તમે વજન વધવાની સમસ્યાથી પીડાવ છો તો આજે આ લેખમા અમે તમને વજન ઘટાડવા માટેની અમુક રસપ્રદ વાતો વિશે જણાવીશું. આજે અમે તમને અમુક એવી બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેને અજમાવીને તમે તમારા વજનને નિયંત્રણમા લાવી શકો છો. લોકોની માનસિકતા એવી હોય છે કે, ભારે વર્કઆઉટ અને જીમ કરીને જ વજન ઉતારી શકાય છે પરંતુ, આ વાત સદંતર ખોટી છે.

આજે અમે તમને એક સામાન્ય સ્ત્રીએ જે ચમત્કારિક રીતે વજન ઘટાડ્યો છે તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેણે કોઈપણ ટ્રેનર વિના ૯ માસની યાત્રામા ૩૫ કિલો જેટલુ વજન ઘટાડ્યુ હતુ. તમને જણાવી દઈએ કે, આ સ્ત્રી સાત વર્ષના બાળકની માતાએ કેવી રીતે ઘટાડ્યુ પોતાનુ વજન?

તેની પાસે એક યુટ્યુબ ચેનલ છે. જ્યાં તે વજન ઘટાડવા માટેની અને આરોગ્ય ટીપ્સ આપે છે. તુલિકાની વેઈટલોસ જર્ની પણ એક વિશેષ છે કારણકે, જ્યારે તેણે સાત વર્ષના બાળકની માતા હતી ત્યારે આ તેણે આ મુશ્કેલ કાર્યની શરૂઆત કરી હતી. તેણીએ જણાવ્યુ કે, આ કાર્ય મારા માટે એટલું સરળ નહોતું પરંતુ, અથાગ પરિશ્રમ અને સંપૂર્ણ સમર્પણ પછી જ તે તંદુરસ્ત શરીર મેળવી શકી.

વજન ઘટાડવા માટે મોટાભાગના લોકો બજારમા મળતા સ્ટીરોઇડ્સ અથવા મોંઘા ઉત્પાદનોને ટાળીને તેણીએ ઘરેલુ ઉપાયોનો ઉપયોગ કરીને વજન ઘટાડવાનો આગ્રહ રાખે છે. તેણી જણાવે છે કે, આજે તેની યુટ્યુબ ચેનલ પર ઘણા બધા લોકો તેની વેઇટ લોસ ટીપ્સ જાણવા માટે આવે છે.

તેણી વહેલી સવારે એક ગ્લાસ વરિયાળીના પાણીમા મધ મિક્સ કરી તેનુ સેવન કરે છે. તેના ૨૦ મિનિટ પછી ચાર પલાળેલી બદામ દૂધ સાથે અને સ્વાદિષ્ટ ઓટસનું નાસ્તામા સેવન કરેક છે. આ સિવાય તે મીડટાઈમમા એક સફરજન અને ગ્રિન ટી, પપૈયા, તરબૂચ વગેરે જેવા ફળોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બપોરના સમયે મલ્ટી ગેઇન ઓટમલ, એક ચમચી દેશી ઘી અને એક વાટકી દહીંનુ સેવન કરો. આ ઉપરાંત સાંજના સમયે તેણી શેકેલા ચણા અને ગ્રીન ટીનુ સેવન કરતી.

આ ઉપરાંત તે નિયમિત ૪-૬ લિટર પાણીનુ સેવન કરતી. આ સિવાય તે કોઈપણ પ્રકારની ફ્રિજની વસ્તુઓનુ સેવન કરતી ના હતી. તે સિવાય તે હમેંશા તાજા ભોજનનુ સેવન કરતી. શરૂઆતના સમયમા તેણી તેના ડાયટ પ્લાન મુજબ ૬-૭ કિ.મી. ચાલતી હતી. આ સિવાય તે અઠવાડિયામા ત્રણ દિવસ સુધી નૃત્ય કરતી. આ પ્લાન અજમાવ્યા પછી મારુ વજન ૧૫ કિલો જેટલું ઓછું થઈ ગયું હતું અને હવે તે નિયંત્રણમા છે.

આ ઉપરાંત તેણીએ જીમ વર્કઆઉટ્સ માટેની પણ યોજના બનાવી હતી જેથી, તેનો વજન ઝડપથી ઘટી જાય. શરૂઆતમાં તેણે કોઈ વેઇટ લિફ્ટિંગ એક્સરસાઇઝ નહોતી કરી. તેણે પોતાનો સ્ટેમિના વધારવા માટે વેઇટ લિફ્ટિંગ ઉમેર્યુ. તેણી અઠવાડિયામાં ૬ દિવસ જીમમાં જુદી-જુદી કસરતો કરતી. તેણી આ સમય દરમિયાન લીંબુ પાણી અને બ્લેક કોફીને વધારે પડતુ પ્રાધાન્ય આપતી હતી. જો તમને પણ તંદુરસ્તી જોઈએ છે, તો પછી તૈયાર થઈને આહાર સાથે કસરત શરૂ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *