એક પણ રૂપિયાની દવાનો ખર્ચ કર્યા વગર મેળવો હાડ કળતર, તાવ અને સરદર્દની સમસ્યામાંથી મુક્તિ, આજે જ અજમાવો આ આયુર્વેદિક ઉપચાર અને જુઓ અસરકારક પરિણામ…

Spread the love

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા લોકો કામમા એટલા વ્યસ્ત બની ચુક્યા છે કે, પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવ બેદરકાર બનતા જાય છે અને પરિણામે હાડકળતર, સરદર્દ અને તાવ જેવી સમસ્યાઓથી પીડાય છે. આ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે લોકો ઘણી મોંઘી દવાઓનો સહારો લે છે પરંતુ, તેનાથી કશો જ ફરક પડતો નથી. આજે આ લેખમા તમને અમુક એવા દેસી ઉપાયો વિશે જણાવીશુ જેને અજમાવીને તમે સરળતાથી તમારા શરીરને નીરોગી બનાવી શકશો, તો ચાલો જાણીએ.

જો તમે નિયમિત ૧૦-૧૦ ગ્રામ ધાણા અને સાકરને ૬૦ મિલી પાણીમા એક કલાક માટે પલાળી રાખી ત્યારબાદ તેને મસળી અને ગાળીને તેનુ સેવન કરો તો બે કલાકમા જ તમને આમદોષની સમસ્યા સામે રાહત મળે છે. આ સિવાય જો તમે અનાનસનો રસ મધ સાથે લો તો તમને તાવની સમસ્યાથી ખુબ જ સરળતાથી રાહત મળી શકે છે. આ ઉપરાંત જો તમે વાયુ કે કફની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો તેના નિવારણ માટે આદુ અને ફુદીનાનો ઉકાળો ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

આ સિવાય જો તમે ગરમ કરેલા દૂધમા હળદર અને મરી મિક્સ કરીને તેનુ સેવન કરો તો તમને ટાઢીયા તાવની સમસ્યા સામે પણ રાહત મળી શકે છે. આ સિવાય જો તમે ફુદીના અને તુલસીના પાન મિક્સ કરેલો ઉકાળો નિયમિત સેવન કરો તો તમને તાવની સમસ્યા સામે રાહત મળી શકે છે.

આ ઉપરાંત જો તમે સફરજનના વૃક્ષની ચાર ગ્રામ છાલ અને પાન બસ્સો ગ્રામ ઊકળતા પાણીમા ઉમેરી અને તેને ૧૦-૧૫ મિનિટ સુધી ઢાંકી રાખો અને ત્યારબાદ તેને ગાળી લઇને તેમા એક ચમચી લીંબુનો રસ અને ૧૦-૧૫ ગ્રામ ખાંડ મિક્સ કરીને તેનુ સેવન કરો તો તમને તાવની સમસ્યાથી તુરંત રાહત મળી શકે છે. આ સિવાય જો તમે એક ચમચી આદુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરી તેનુ સેવન કરો તો પણ તમને તાવની સમસ્યા સામે રાહત મળી શકે છે.

આ સિવાય જો તમને એક ચમચી સિંધવનુ ચૂર્ણ અને એક ચમચી ખડી સાકરને મિક્સ કરી સવાર-સાંજ લેવાથી શરીરમા રહેલ કફ છૂટો પડે છે. આ ઉપરાંત ગાયનુ માખણ અને ખડી સાકરનુ એકસાથે સેવન કરવાથી ઝીણા તાવની સમસ્યા સામે રાહત મળે છે.આ સિવાય આમળાના ચૂર્ણ ને પાણીમા મિક્સ કરી તેનુ નિયમિત સેવન કરવાથી પણ તમને તાવની સમસ્યા સામે રાહત મળે છે.

આ ઉપરાંત તાવની સમસ્યાને દૂર કરવા માટે સંતરાનુ સેવન પણ ખુબ જ લાભદાયક સાબિત થાય છે. જો તમે નિયમિત સવારે ભૂખ્યા પેટે સંતરાના જ્યુસનુ સેવન કરો છો તો તમને આ તાવની સમસ્યાથી તો રાહત મળશે જ પરંતુ, તેની સાથે જ તમને ઝાડા, ઉલટી અને કબજીયાત જેવી સમસ્યાઓ સામે પણ રાહત મળશે. આ ઉપરાંત સંતરાની છાલનુ ચૂર્ણ બનાવીને જો તમે તેનુ નિયમિત સેવન કરો છો તો તમને પાચન સાથે સંકળાયેલ સમસ્યાઓ સામે પણ રાહત મળે છે. તો તમે પણ તમારા રોજીંદા જીવનમા આ ઉપાયો અજમાવો અને તમારા શરીરને નીરોગી અને તંદુરસ્ત રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *