એક પાગલ પ્રેમી દરરોજ પ્રેમિકાની કબર પર જઈ ને સુતો અને એક દિવસ અચાનક શક થયો કે…
એવું કહેવામાં આવે છે ને કે, જ્યારે પ્રેમ અને દુશ્મનાવટ કોઈની સાથે હોય છે ત્યારે તે બધી જ મર્યાદા ઓળંગી જાય છે. હાલ ઉત્તર પ્રદેશ રાજ્યના હાપુર શહેરમાં આવા કેસથી ચારે બાજુ જાણે કે સનસનાટી મચી ગઈ છે. જે આ સમાચાર સાંભળી રહ્યા છે તેને ખાતરી નથી કે કોઈ આવું પણ કરી શકે છે. પ્રેમીનું પાગલપન એટલી હદે પહોંચી ગયું હતું કે, તે તેની ગર્લફ્રેન્ડ ની કબર પર જઈને રોજ સુતો હતો. પ્રેમિકાની કબર પર સૂતા સમયે એક દિવસ અચાનક તેને શંકા ગઈ કે, તેની ગર્લફ્રેન્ડની મૃત્યુમાં કંઇક ખોટું લાગી રહ્યું છે. તેણે વિચાર્યું કે, તેની પ્રેમિકાનું મૃત્યુ કુદરતી નહિ પરંતુ હત્યા કરી મરી નાખવામાં આવી છે.
માટે આ પાગલ પ્રેમી તેની પ્રેમિકાના મૃત્યુના ૪ મહિના બાદ કોર્ટમાં ગયો અને કોર્ટને શરીરનો પોસ્ટમાર્ટમ કરવા માટે વિનંતીની અરજી કરી હતી . કોર્ટે તેમની અરજી સ્વીકારી અને મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી દેવાયો હતો. પ્રેમીની આ વાત મૃતકના પરિવાર પચાવી શાયો ન હતો. તેણે પ્રેમી ઉપર ગોળીબાર પણ કર્યો હતો. આ ગોળીબારમાં ૨ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેને નજીકની હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા. એકની હાલત વધારે ગંભીર હોવાથી તેને મેરઠ શહેરની હોસ્પીટલમાં રિફર કરાયો છે. પોલીસ હાલ આ કેસની આગળની વધુ તપાસ કરી રહી છે.
તમને એ પણ જણાવી દઈએ કે, આ ઘટના સિમ્ભાવલી પોલીસ સ્ટેશન વિસ્તાર ના મુરાદપુર ગામનો છે. ગામના છોકરો અને છોકરી એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. તેનો આ પાગલ પ્રેમ છોકરીના પરિવારના સભ્યોને પસંદ ન હતો. એક દિવસ શંકાસ્પદ સંજોગોમાં જ યુવતીનું અચાનક મોત નીપજ્યું હતું. અને પરિવારના સભ્યોએ મૃતદેહને તાત્કાલિક નજીકના કબ્રસ્તાનમાં દફનાવી દીધો હતો.
કોર્ટના આદેશ બાદ ભારે પોલીસ જવાનો મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલવા કબ્રસ્તાનમાં દોડી ગયા હતા. પોસ્ટમોર્ટમ અહેવાલમાં બહાર આવ્યું છે કે, કીટનાશક દવા ખાવાથી યુવતીનું મોત નીપજ્યું હતું. આ ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ યુવતીના પરિવારમાં જાણે હંગામો મચી ગયો હતો અને ગુસ્સે ભરાયેલા પરિવારના સભ્યોએ છોકરાના પરિવાર પર ગોળીબાર કરી હુમલો કર્યો હતો. ગોળીબારમાં ૨ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. જેને નજીકની હોસ્પિટલ માં એડમીટ કરવામાં આવ્યા છે.