એક માટી નો ઘડો દરિદ્રતા દુર કરવાની સાથોસાથ તણાવ ને પણ કરે છે સમાપ્ત, બસ ખાલી કરવું પડશે આ કામ…

Spread the love

મિત્રો, એક સમય એવો હતો કે, જ્યારે તમને દરેક વ્યક્તિના ઘરમા માટીનો ઘડો જોવા મળતો હતો પરંતુ, આજે આ માટીના ઘડાની જગ્યા આધુનિક વોટર ફિલ્ટર, ફ્રિજમાં રાખેલી પાણીની બોટલો અને સ્ટીલના વાસણોએ લઇ લીધી છે. આ માટીના વાસણોનો ઉપયોગ હવે માત્ર ગ્રામ્ય વિસ્તારમા બનાવેલા મકાનોમા જ જોવા મળે છે. હાલ, મોટા શહેરમા વસતા લોકો ઘરમા માટીના વાસણો રાખવા પોતાની શાનની વિરુદ્ધ સમજે છે.

પરંતુ, શું તમને ખ્યાલ છે કે, ઘરમા માટીનો ઘડો રાખવો એ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આપણા વાસ્તુશાસ્ત્રમા એવુ જણાવવામા આવ્યુ છે કે, તમારે ઘરમા કમ સે કમ એક માટીનુ પાત્ર તો અવશ્યપણે રાખવુ જ જોઇએ. આ ઉપરાંત એ વાતની વિશેષ સાવચેતી રાખવી કે, આ માટીનુ વાસણ ક્યારેય પણ ખાલી ના રહેવુ જોઈએ, તે હમેંશા પાણીથી ભરેલુ રહેવુ જોઈએ.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમા માટીનુ વાસણ રાખવુ અત્યંત શુભ સાબિત થઇ શકે છે. ઘરમા માટીના વાસણો રાખવાથી તમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓમા રાહત મળે છે. જો તમે માટીના ઘડામા ભરેલા પાણીનુ નિયમિત સેવન કરો તો તમારુ સ્વાસ્થ્ય તો સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે પરંતુ, તેની સાથે જ તમારા ઘરમા ક્યારેય પણ ધન અને ધાન્યની ઉનો સર્જાતી નથી.

આ ઉપરાંત હમેંશા ઘરમા માટીના ઘડાને ઉતારની દિશા તરફ જ રાખવો. વાસ્તુશાસ્ત્ર મુજબ આ દિશામા માટીનો ઘડો રાખવો અત્યંત શુભ સાબિત થાય છે. આ દિશાને જળદેવતાની દિશા માનવામા આવે છે, જો તમે આ દિશામા માટીનો ઘડો રાખો છો તો તમારા ઘરમા ક્યારેય પણ કોઈપણ પ્રકારની સમસ્યાઓ સર્જાતી નથી અને તમારા ઘરનુ વાતાવરણ સુખ અને શાંતિથી ભરપૂર રહેશે.

જો તમારા ઘરનો કોઈપણ વ્યક્તિ માનસિક રીતે બીમાર અથવા તણાવગ્રસ્ત હોય છે તો તેમને માટીના વાસણમા જ ભોજન કરાવો તથા માટીના વાસણમા જ પાણીનુ સેવન કરાવડાવો. જો આમ કરવામા આવે તો તેમને માનસિક શાંતિ મળે છે અને તમારી બીમારી પણ દૂર થઇ જાય છે.

આ સિવાય માટીની બનેલી ભગવાનની મૂર્તિ ઘરમા રાખવામા આવે તો તેનાથી ઘરમા અઢળક નાણા આવી શકે છે. આ સિવાય ઘરમા કોઈપણ પ્રકારના વાદ-વિવાદ થતા નથી. ઘરનુ વાતવરણ પણ એકદમ શુદ્ધ અને મધુર બને છે. આ ઉપરાંત તમે ઘરમા જે જગ્યાએ પણ માટીનો ઘડો રાખો છો, તેની નજીક હંમેશા તેલનો દીવો પ્રજ્વલિત કરો. તેનાથી ઘરમા કોઈપણ પ્રકારની આર્થિક મુશ્કેલીઓ આવતી નથી અને તમારુ જીવન સુખ અને સમૃદ્ધિથી ભરપૂર રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *