એક માતાએ તેની એક વર્ષની પુત્રી ને બંધ કરી રૂમ મા, વર્ષો બાદ દીકરી ને જોતા મુકાઇ આશ્ચર્ય મા

Spread the love

મિત્રો, ઘણી વાર ઈશ્વર પણ આ સૃષ્ટિમા એવા ખેલ રચી દેતા હોય છે કે જેને જોઈને આપણે ઉંડાણપૂર્વક વિચારસરણી મા સરી જતા હોઈએ છીએ. હાલ આજે આપણે આપણા લેખમા આવા જ એક કિસ્સા ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, કોણ એવી કલ્પના કરી શકે કે આજ થી ૧૫ વર્ષ પહેલા તરછોડાયેલી એક યુવતી આજે સમગ્ર વિશ્વમા એટલી પ્રખ્યાત બની જશે કે સૌ કોઈના મોઢા પર ફક્ત તેણી નુ જ નામ ગુંજતુ હશે.


આ કિસ્સો કઈક એવો છે કે આજ થી ૧૫ વર્ષ પહેલા રશિયા ના યારોસ્લાવ મા એક ઘર મા એક નાનુ એવુ બાળક રડી રહ્યુ હતુ. આ ઘર સાવ ઉજ્જડ અને બંધ હતુ. એક દિવસ એક માણસ ત્યાંથી પસાર થયો તેણે સાંભળ્યુ કે કોઈ બાળક જોર-જોર થી રડી રહ્યુ છે. તેણે આજુબાજુ મા જોયુ તો કશુ જ ના દેખાયુ એટલે તેને થયુ કે મને ભ્રમ થયો છે.

પરંતુ, તેને ફરી આ રડવાનો અવાજ સંભળાયો અને તેણે ધ્યાન થી સાંભળ્યું તો તેને ખ્યાલ પડ્યો કે આ અવાજ પેલા બંધ પડેલા ઘર માંથી આવે છે. તેણે થોડી મહેનત કરીને ઘર ની અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો અને તે સફળ રહ્યો. તેણે આ રડવાના અવાજ નો પીછો કર્યો અને એક રૂમ પાસે આવીને અટકી ગયો. તેણે જોયુ તો આ રૂમ લોક હતો. તેણે ૨-૪ ધક્કા મારીને બારણુ તોડવાનો પ્રયાસ કર્યો.

જ્યારે તેણે બારણુ તોડ્યુ અને અંદર જે દૃશ્ય જોયુ તે જોઈને તે થોડી વાર માટે સ્તબ્ધ થઇ ગયો. તેણે જોયુ કે એક બંધ દરવાજા ની પાછળ ૧ વર્ષ ની બાળકી એકલી જમીન પર પડેલી હતી અને જોર-જોર થી રડી રહી હતી. આ માણસે તુરંત જ પોલીસ નો સંપર્ક કર્યો. થોડા જ સમયમા પોલીસ પણ ત્યા આવી પહોંચી અને તે બાળકી ખૂબ જ કમજોર હોવાના કારણે તેને સારવાર માટે દવાખાને એડમીટ કરવામા આવી.

ત્યારબાદ પોલીસે આ ઘર ની શોધખોળ શરૂ કરી. પોલીસ ની શોધખોળ દરમિયાન જાણવા મળ્યુ કે ઘરમા કોઈ જ સામાન નહોતો અને આ બાળકી ને પણ રૂમ મા બંધ કરી દેવામા આવી હતી. તેના પરથી એવુ અનુમાન લગાવી શકાય કે કોઈ આ બાળકી ને જાણપૂર્વક અહી છોડીને ચાલ્યુ ગયુ હતુ. આ બાળકી ની યોગ્ય સારવાર પૂર્ણ થઈ ગયા બાદ તેની કોઈ ઓળખાણ પ્રાપ્ત ના થતા તેને અનાથ આશ્રમ મા મોકલવા માટે નો નિર્ણય લેવાયો હતો.

જ્યારે આ બાળકી હોસ્પિટલ મા દાખલ હતી અને સારવાર લઈ રહી હતી ત્યારે એક સ્ત્રી દરરોજ તેને મળવા આવતી , તેનુ ધ્યાન રાખતી, તેની સાર-સંભાળ લેતી. આ સ્ત્રી નુ નામ હતુ “નીકા”,  દરરોજ આ બાળકી ને મળવા આવતી અને તેને રમાડતી. નીકા ને આ બાળકી પ્રત્યે એક વિચિત્ર લાગણી બંધાઈ ગઈ હતી. માટે જ્યારે તેણી ને ખબર મળી કે તેને અનાથ આશ્રમ મા મોકલવામા આવી રહી છે , તે તુરંત ત્યા પહોંચી અને તેણીએ આ બાળકી ને એડોપ્ટ કરી લીધી.

નીકા ને બે પુત્રો પણ હતા. નીકા આ બાળકી ને પોતાના સંતાન ની જેમ જ સાચવતી ને વ્હાલ કરતી. નીતા એ તેણી નુ નામ લીસા રાખ્યુ હતુ. ખૂબ જ નાની ઉંમરે આટલો મોટો આઘાત નો સામનો કરવાના કારણે લીસા ખૂબ ડરેલી-ડરેલી રહેતી હતી ને શાળામા પણ અન્ય બાળકો તેને ખૂબ જ ચીડવતા. પરંતુ, નીકા ની સાર-સંભાળ અને પ્રેમે તેને એટલી મજબૂત બનાવી દીધી તે આજે સમગ્ર વિશ્વમા તે એક ઉત્કૃષ્ટ મોડેલ તરીકે જાણીતી બની છે.

લીસા ની આ પ્રસિદ્ધિ તેની વાસ્તવિક માતા સુધી પણ પહોંચી અને તેણીએ તેને મળવાના ખૂબ પ્રયાસ કર્યા અને લીસા સુધી તે પહોંચી પણ ગઈ. તેણીએ લીસા ની માફી માંગી અને તે સમય ની સ્થિતિ વિશે જણાવ્યુ અને હવે તેણીને પોતાની સાથે ચાલવા કહ્યુ. આ દ્રશ્ય નીકા દૂર થી જોઈ રહી હતી અને તેના મોઢા પર નિરાશા છવાઈ ગઈ હતી કે હવે લીસા તેનાથી દૂર થઈ જશે.

નીકા પોતાના ઘર તરફ જવા માટે નીકળી. ઘરે પહોંચીને જોયુ તો લીસા ઘરે આવી ગઈ હતી. આ જોઈને તે આશ્ચર્ય મા પડી ગઈ, ત્યારે લીસા એ તેણીને જણાવ્યુ કે, તેના માટે બસ તે જ તેની માતા છે , બીજુ કોઈ નહી. આ સાંભળીને નીતા ની આંખો માથી અશ્રુ સરવા માંડયા. ખરેખર અદ્ભુત છે આ પ્રેમ ની લાગણી જે વિના કોઈ શબ્દો ના સહારે એકબીજા ના સાથ માત્ર થી મહેસૂસ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *