એક કલાક ની અંદર પૂરી કરી દો આ થાળી અને ઇનામ માં મળશે શાનદાર “બુલેટ”, જાણો આ થાળીની કિંમત અને મેનુ…
પુણે ખાતે આવેલા એક રેસ્ટોરન્ટે ખૂબ ધમાકેદાર ઓફર કાઢી છે તેને જાણીને તમે ચોંકી જશો. ટે રેસ્ટોરન્ટમાં જમવા આવતા લોકો રોયલ એનફિલ્ડ બુલેટ જીતી શકે છે. આ એવી ઓફર છે જેના માટે ગ્રાહકે ૬૦ મિનિટની અંદર બુલેટ થાળી ખાવાની રહેશે. જે આ થાળી ખાશે તેને ઇનામના રૂપમાં રોયલ એનફિલ્ડ બુલેટ મળશે. આપણને વિચારીને લાગે જે આ થાળી કોઈ એક કલાકમાં ન ખાઈ શકે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ થાળી એક અકલાકની અંદર ખાઈને એક વ્યક્તિએ આ બુલેટ જીતી છે.
પુણે શહેરની બહાર આવેલી એક હોટલ કે તેનું નામ શિવરાજ હોટલ છે તેને તેના ગ્રાહકો માટે એક અનોખી ઓફર રાખી છે. કોરોનાને લીધે મંદી આવતા હોટલના લોકોએ આ ઓફર શરૂ કરી હતી. તેમાં જે ગ્રાહક આખી થાળી ખાઈ જાય અને એ પણ એક કલાકની અંદર તેના માટે તેમણે ૧.૬૭ લાખની કિમતનું બુલેટ આપવાની ઓફર રાખી હતી. રેસ્ટોરન્ટની આ થાળી નોનવેજ છે. આ બુલેટ થાળીમાં ૧૨ રીતની જુદીજુદી વસ્તુઓ પીરસવામાં આવે છે. તે થાળીનું વજન અંદાજે ૪ કિલો જેટલું હોય છે. તે એક થાળીની કિમત ૨૫૦૦ રૂપિયા છે. આ બુલેટ થાળીને તમારે એક કલાકની અંદર પૂરી કરવાની હોય છે.
આ એક થાળીને તૈયાર કરવામાં તે રેસ્ટોરન્ટના ૫૫ જેટલા સભ્યો મહેનત કરે છે અને ત્યારબાદ આ થાળી બને છે. તેમાં ફ્રાય સુરાઈ, ફ્રાય ફિશ, ચિકન, તંદૂરી, ડ્રાય મટન, ચિકન મસાલા અને પ્રોન બિરયાની જેવી અનેક વાનગીઓ પીરસવામાં આવે છે. આ હોટેલમાં જ્યાં જમવાની જ્ગ્યા છે ત્યાં બાજુમા એક નવી ચમકતી બુલેટ પણ રાખવામા આવી છે. શિવરાજ હોટલના મેનૂ કાર્ડમાં પણ આ બુલેટ થાળીના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં આ બુલેટ થાળી એક વ્યક્તિ જ ખાઈને બુલેટ જીતી છે. આ આખી થાળી જેને ખાધી છે તે સોલાપૂરનો વાતની સોમનાથ પવાર નામનો યુવક છે. તેને એક કલાકમાં આ ચાર કિલોની બુલેટ થાળી ખાઈને તેને નવી બુલેટ જીતી હતી.
આ હોટલ આઠ વર્ષની જૂની છે. આ પહેલી એવી હોટલ છે જેને આવી આકર્ષક ઓફર આપી છે. આ પહેલા તેમણે રાવણ થાળીની પણ ઓફર કરી હતી. તે થાળી ૮ કિલોની હતી તેને પણ એક કલાકમાં ખાવાની હતી. તેને જે વ્યક્તિ ખાઈ તેને ૫૦૦૦ રૂપિયા રોકડા આપવાનું ઈનામ આપવામાં આવતું હતું.