એક બાપ ને દીકરી અને જમાઈએ કાઢી મુક્યા ઘરની બહાર તો દીકરાએ પણ કર્યા હાથ ઊંચા, ત્યારે પોલીસે દાખવી માનવતા
મિત્રો, અત્યાર સુધી ની બનેલી ઘટનાઓ મા પુત્ર કપૂત નીકળી શકે છે પરંતુ, પુત્રીઓ હમેંશા પોતાના માતા-પિતા ની હંમેશા સહાયતા કરે છે. પરંતુ, હાલ ભરતપુરમા રહેતી એક પુત્રીએ આ સંબંધ ને કલંકિત કરીને આ વાત ને જૂઠી પાડી દીધી છે. ૮૦ વર્ષના પિતા પંજાબ થી પોતાની પુત્રી ને મળવા આવ્યા હતા.
પરંતુ, લોકડાઉન ના કારણે ફસાઈ ગયા. પુત્રી અને જમાઈ ને વૃદ્ધ નુ તેમના ઘરે રહેવુ જરાપણ પસંદ નહોતુ. આ બંનેએ આ કપરી સ્થિતિમા ધક્કા મારીને તેમને ઘર માંથી બહાર કાઢી મુક્યા અને શરમજનક વાત તો એ છે કે પુત્રએ પણ હવે પિતા ને સ્વીકારવા ની ના પાડી દીધી.
આ દુઃખી વૃધ્ધે જણાવી આખી ગાથા :
૮૦ વર્ષના પિતા પંજાબથી પોતાની પુત્રી ને મળવા આવ્યા હતા. પરંતુ, તેમને ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા. આ માહિતી જ્યારે પોલીસ સુધી પહોંચી ત્યારે તેમણે આ વૃદ્ધના રહેવા અને જમવાની વ્યવસ્થા કરી આપી. આ વાત છે લુધિયાણામા રહેતા રમેશચંદ્ર શર્મા ની. જ્યારે તેમને તેમની પુત્રીની યાદ આવી તો તેણીને મળવા માટે તે ભરતપુર આવી પહોંચ્યા.
પરંતુ, લોકડાઉન ના કારણે પાછા જવુ શક્ય ના બન્યુ એટલે તેમણે સંજોગોવશાત પુત્રી ના ઘરે આશ્રય લેવો પડ્યો. ૨-૪ દિવસ સુધી તો કંઈ વાંધો ના આવ્યો પરંતુ, ત્યારબાદ પુત્રી અને જમાઈ નુ તેમના પ્રત્યે નુ વર્તન બદલાઈ ગયુ. તે બંને આ વૃધ્ધ ને મહેણા-ટોણા મારવા લાગ્યા. તેમને માનસિક ત્રાસ આપવા લાગ્યા.
વૃધ્ધ મજબૂરી ના કારણે આ બધુ જ સહન કરવા લાગ્યા પરંતુ, બંનેએ તેમને ધક્કા મારીને બહાર કાઢી મુક્યા. ઉદ્યોગનગર પોલીસ ને માહિતી મળતા જ ઘટનાસ્થળે આવી પહોંચી. તેમના રહેવા માટે અને ભોજન માટેની વ્યવસ્થા કરાવવામા આવી.
પુત્ર પણ નીકળ્યો કપૂત :
ઉદ્યોગનગરના પોલીસ સ્ટેશનના ચંદ્રપ્રકાશ ચૌધરીએ જણાવ્યું કે, આ વૃદ્ધ વ્યક્તિ એ પોતાના ઘરે લુધિયાણા જવાની ઈચ્છા વ્યકત કરી હતી. એટલા માટે વૃદ્ધને ઑનલાઈન પાસની વ્યવસ્થા કરી આપવામા આવી. પરંતુ, જ્યારે આ વૃદ્ધના પુત્ર સાથે વાત કરવામા આવી તો, તે પણ પિતાને પોતાની સાથે રાખવા રાજી નહોતો. આ સમગ્ર ઘટના બાદ પોલીસે જમાઈ પ્રદીપ શર્માની સામે કેસ નોંધ્યો અને રાજેશ ગોયલે તેમના રહેવા માટે ની વ્યવસ્થા કરી છે.