એડી થી માંડીને શરીર સુધીની તમામ બીમારીઓ થશે દૂર, આજે જ અજમાવો ગરમ પાણી સાથે આ ઓઈલ અને જુઓ ફરક…

Spread the love

મિત્રો, ચાલો આજે આપણે એક એવા તેલ વિશે જાણીએ જેનું માત્ર અડધી ચમચી નિયમિત રીતે સેવન કરવાથી પગથી માથા સુધીના બધા જ રોગોને આપણે જડમૂળમાંથી નાબૂદ કરી શકીએ છીએ. આ તેલ છે કલોંજીનું તેલ. તે અલૌકિક ગુણકારી છે. આ તેલનો રોજિંદા જીવનમાં સમાવેશ કરવાથી તમે ક્યારેય બીમાર નહીં પડો. તો ચાલો જોઈએ કઈ રીતે આ તેલનો ઉપયોગ કરવો.

કલોંજી ના તેલ નો ઉપયોગ કરવા માટેની રીત :

એક ગ્લાસ પાણીને ગરમ કરીને તેમા અડધી ચમચી કલોંજીનું તેલ નાખી તેને પીવુ. દરરોજ સવારે ખાલી પેટે તેનું સેવન કરવું અને સેવન કર્યા પછી અડધી કલાક સુધી કંઈ ખાવું કે પીવું નહીં. જો તમે રોજ આમ કરશો તો તમારું શરીર સ્વસ્થ અને નીરોગી રહેશે અને તમારુ શરીર ઉર્જાથી ભરપૂર રહેશે.

ફાયદા :

ડાયાબિટીસથી મુક્તિ મળે :

દરરોજ ગરમ પાણીમાં કલોંજીનું તેલ મિક્સ કરી પીવાથી ડાયાબિટીસ જેવી મોટી બીમારીઓમાં પણ રાહત મળી શકે છે. તે બ્લડ સુગર ને કંટ્રોલમાં રાખી ને ડાયાબિટીસ થી છુટકારો આપે છે.

હૃદયરોગની સંભાવના ઘટે :

હૃદય ની બીમારીથી બચવા અને હૃદયને મજબૂત રાખવા માટે કલોંજીનું તેલ ખુબ જ ફાયદાકારક છે. તે કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરે છે જેથી નસોમાં લોહી ગાંઠતું નથી તેથી હાર્ટ એટેક આવતો નથી.

પેટ સાથે સંકળાયેલ બીમારીઓ દૂર થાય :

તે પાચનતંત્રને મજબૂત કરે છે. ખોરાકને બરાબર રીતે પચવામાં મદદ કરે છે. આ સિવાય પેટમાં કબજિયાત, એસિડિટી, અને ગેસ જેવા રોગોમાં પણ કલોંજીનું તેલ રાહત આપે છે તેથી તેનું ગરમ પાણીમાં સેવન કરવું જોઈએ.

વજન ઓછો થાય :

કલોંજીનું તેલ ફાયબર યુક્ત હોય છે. તે પાચનક્રિયા ને મજબૂત કરે છે અને ખોરાક ને બરાબર રીતે પચાવે છે જેથી શરીરમાં ચરબી જમા થતી નથી. તેથી તે મેદસ્વિતાને ઘટાડે છે અને તમને ફિટ અને પાતળા રાખે છે.

હાડકા મજબૂત બનાવે :

શરીરમાં કેલ્શિયમ ની ખામી ને પૂરી કરી હાડકાં મજબૂત કરવા માટે આ તેલ ગુણકારી છે. તે હાડકાંને મજબૂત કરી સાંધાનો દુખાવો અને સંધિવાને મટાડે છે.

આંખોનુ તેજ વધારવા :

નબળી આંખો અને આંખોની રોશની વધારવા આ તેલ ખૂબ ફાયદાકારક છે. તે વિટામીન અને ખનીજોથી ભરપૂર હોય છે જે આંખોના દરેક રોગને મટાડે છે અને આંખોના નંબર પણ ઘટાડે છે. આંખને લગતા અન્ય રોગો દૂર કરવા માટે તમે ખાલી પેટે કલોંજી ના તેલ ને ગરમ પાણીમાં નાખી સેવન કરી શકો છો.

રોગપ્રતિકારક શક્તિ વધારવા :

રોજ સવારે ખાલી પેટે ગરમ પાણીમાં કલોંજીના તેલનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જેથી તમે શરીરની કોઈપણ બીમારી થી રક્ષણ મેળવી શકશો. આ સિવાય કલોંજીનું તેલ શરીર માંથી બિનજરૂરી તત્વોને દૂર કરી લોહી શુદ્ધ રાખે છે અને શરીરની નબળાઈ દૂર કરી શરીરને સ્વસ્થ રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *