ડુંગળીનો આ રીતે ઉપયોગથી દુર થશે ખરતા વાળ ની તકલીફ, જાણીલો આ રીત…

Spread the love

અત્યારે વાળ ખરવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે, જે બધા લોકોમાં જોવા મળે છે. વાળ ખરવા માટે જો કોઈ કારણ હોય તો છે આપણું ખાવાનું અને પીવાનું પણ ખુબ જવાબદાર છે. આજના સમયમાં બહારના ફાસ્ટ ફૂડ ખાવાનું લોકોને વધી ગયું છે. જેને લીધે વાળ ખરવાની સમસ્યા થાય છે. આપણા શરીરમાં પ્રોટીન ની ઉણપને લીધે પણ વાળ ખરવાની સમસ્યા થાય છે. અત્યરે નાના થી લઈ મોટા સ્ત્રી પુરુષ બધાને આ સમસ્યા જોવા મળે છે.

આજકાલ આપણા મનમાં વધુ તણાવને લીધે પણ આપણા વાળ ખરવાની સમસ્યા આવી રહી છે. પહેલાના જમાનામાં લોકો પોતાનો આહાર શુદ્ધ અને પોષ્ટિક લેતા. તેથી તે લોકો વૃદ્ધ હોવા છતાં પણ તેના વાળ મજબુત રહેતા અને વાળ ખરવાની સમસ્યા ના થતી. આજકાલ તો બાળકોમાં પણ આ સમસ્યા જોવા મળે છે. જો વાળ ખરવાનું કારણ પ્રદુષણ પણ હોય શકે છે.

અત્યારે પાણી થી માંડી હવામાં પણ પ્રદુષણ ફેલાવા લાગ્યું છે. જે આપણા વાળને નુકશાન પોહ્ચાડે છે. આજકાલ વધુ બહારના હેર પ્રોડક્ટ વાપરવાથી આ પણ સમસ્યા આવે છે. જયારે આપણા વાળ ખરવા લાગે ત્યારે આપણે બહારના કેમિકલ વાળા પ્રોડક્ટ વાપરીએ છીએ. જે આપણા વાળને સારા બનવાની બદલે વાળમાં નુકશાન કરે છે, અને આપણા વાળને નબળા બનાવે છે.

જે પહેલા કરતા પણ વધુ વાળ ખરવાનું કારણ બને છે. આજે અમે આ લેખમાં દ્વારા એવા જ અસરકારક ઉપાયો વિષે બતાવીશું જે કરવાથી વાળ ખરવાની સમસ્યા દુર થશે. આ ઉપાય ઘરેલું છે. જેનો ઉપયોગ કરવાથી વાળ ખરવાની સમસ્યા દુર થશે, અને તે આપણા વાળને મજબુત પણ બનાવે છે.

ડુંગળીનો રસ :

એક સંસોધન દ્વારા એવું જણાવામાં આવ્યું છે કે ડુંગળીનો રસ વાળ ખરતા રોકવા માટે સારો ઉપાય છે. તે આપણા વાળને અંદરથી મજબુત બનાવે છે, અને ખરતા પણ અટકાવે છે. ડુંગળીમાં રહેલું સલ્ફર આપણા વાળને મજબુત બનાવાનું કામ કરે છે. તે ઉપરાંત તે આપણા તૂટેલા વાળને ફરીથી ઉગાડે પણ છે. ડુંગળીમાં એન્ટી બેક્ટેરીયલ ગુણધર્મ છે.

જે તમારા વાળમાં રહેલા બેકટેરિયાને દુર કરે છે. જેથી આપણા વાળ તૂટવાની સમસ્યા દુર થાય છે. જે લોકોને વાળની વૃદ્ધિ ધીમી થતી હોય તેના માટે પણ ડુંગળી ખુબ ઉપયોગી છે. ૨૦૦૨ માં, ડર્મેટો સંશોધન દ્વારા એ પ્રકાશિત થયું હતું કે ડુંગળીના રસમાં વાળ માટે ફાયદાકારક ગુણો હોય છે. તે આપણા વાળને લગતી અનેક પ્રકારની સમસ્યાને તે દુર કરે છે. તે આપણા વાળને કાળા લાંબા અને મજબુત પણ બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *