દૂધમા આ એક વસ્તુ ભેળવીને પીવાથી થાય છે આવા અઢળક લાભ, સાંધા થી લગતા દુખાવામા મળશે રાહત…

Spread the love

મિત્રો, આપણા ભારતીય રસોઇઘરમા ઉપયોગ થનારા મસાલા ના ફક્ત ભોજનના સ્વાદને વધારે છે પરંતુ, આપણા સ્વાસ્થ્યને પણ અનેકવિધ લાભ પહોંચાડે છે. તજ પણ આ મસાલામાંથી એક મસાલો છે. એક તરફ તે ભોજનનો સ્વાદ વધારવાનુ કાર્ય કરે છે અને બીજી તરફ તે સ્વાસ્થ્ય માટે પણ તે લાભદાયી છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર તજ સ્વાસ્થ્ય સાથે-સાથે સુંદરતા વધારવા માટે હોય છે. આ મસાલાને તમે દૂધની સાથે મિક્સ કરીને પીવુ વધારે લાભદાયી હોય છે. આ મસાલાવાળુ દૂધ તમારા શરીરને અનેકવિધ લાભ પહોંચાડી શકાય.

ઉંઘ :

ઘણા લોકોને રાતે સારી ઉંઘ આવતી નથી. જો ઊંઘ આવે છે તો પણ વારંવાર આંખ ખુલી જાય છે તો આવા લોકો માટે આ મસાલાવાળુ દૂધ પીવુ ખૂબ જ લાભદાયી હોય છે. આ મસાલામા સમાવિષ્ટ એમીનો એસિડ મગજને શાંત કરવાન કાર્ય કરે છે. જેનાથી સારી ઉંઘ આવે છે. જ્યારે ગરમ દૂધના સેવનથી શરીરનો થાક અને તણાવ દૂર થાય છે.

ડાયાબિટીસ નિયંત્રણમા રહે :

આ મસાલો શરીરમા બ્લડ શુગરને નિયંત્રિત કરવાનુ કાર્ય કરે છે. ડાયાબિટીસની સમસ્યાથી પીડિત લોકોએ તજવાળા દૂધનુ સેવન કરવુ જોઇએ. એક અભ્યાસમા આ વાત સામે આવી છે કે, આ ઔષધોમા સમાવિષ્ટ ઔષધીય ગુણતત્વો બ્લડશુગરને નિયંત્રિત કરવાનુ કાર્ય કરે છે.

હાડકા મજબુત રહે :

આ મસાલામા સમાવિષ્ટ કેલ્સિયમ, ફાઇબર અને મેંગેનીઝ હાડકાઓને મજબૂતી આપવાનુ કાર્ય કરે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનુ માનીએ તો પહેલાથી જ લોકો હાડકાને મજબૂત કરવા માટે મસાલાવાળા દૂધનુ ઉપયોગ કરતા આવ્યા છે એટલુ જ નહી આ મસાલાવાળા દૂધનુ નિયમિત સેવનથી સાંધાના દુ:ખાવામા લાભ થાય છે.

સ્કીન અને વાળ સાથે સંકળાયેલ સમસ્યામાંથી મુક્તિ મળે :

આ મસાલાવાળા દૂધના સેવનથી સ્કીન સાથે સંકળાયેલ દરેક સમસ્યાઓ દૂર થાય છે. તેમા સમાવિષ્ટ એન્ટી-બેક્ટેરિયલ ગુણતત્વો સ્કીન સાથે સંકળાયેલ સમસ્યા અને ચેપ સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત વાળ સાથે સંકળાયેલ સમસ્યાને દૂર કરવા માટે પણ તજ અને મધનુ મિશ્રણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *