દુબઈ ની આ રોયલ ફેમિલી તેના અબજો રૂપિયા ક્યાં ખર્ચ કરે છે? જાણો એક ક્લિક પર….

Spread the love

મિત્રો, દુબઈ ના શાહી કુટુંબ ની નાણાંકીય સમૃધ્ધિ પર તો સમગ્ર વિશ્વ ગાંડુ છે. જે રૂપિયા પ્રાપ્ત કરવાના આપણે ફક્ત સ્વપ્ન જોઈએ છીએ, તે તો આ શાહી કુટુંબ મા શહેઝાદા ખિસ્સામા લઈને ફરે છે. આ શાહી પરિવાર પાસે એટલી સંપત્તિ છે કે જો ૨૦૦ લોકો ભેગા મળીને આ સંપત્તિ ની ગણતરી કરે તો પણ ૧ વર્ષ નો સમય લાગી જાય.

દુબઈ ના આ શહેઝાદા ની શાન એવી છે કે ગમે તેવો વિશ્વ નો સિતારો , ફિલ્મ સ્ટાર કે મોટો ઉધોગપતિ પણ તેમની સામે ફિક્કો પડી જાય છે , તે પાછળ નુ કારણ છે તેમની વધતી જતી સંપત્તિ. આ લોકો ગમે તેટલા નાણા વેડફે પરંતુ, તેમની સંપત્તિ મા દિવસે ને દિવસે વૃધ્ધિ જ થતી જતી હોય છે. જેટલી રોયલ તેમનુ જીવન હોય છે તેટલો જ રોયલ તેમનો દિમાગ હોય છે.

આ દુબઈ ના શહેઝાદાઓ ના નામ છે શેખ હમદાન બીન, મોહમ્મદ બીન રાશીદ અને અલ મખ્દૂમ. ખૂબ જ નાની ઉમર મા આ ત્રણેય પાસે એટલી સંપત્તિ છે કે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. તેમની પાસે ૧ હજાર કરોડ નો પ્રાઇવેટ યોર્ટ પણ છે. આ યોર્ટ મા નોકરો ના રહેવા માટે ૨૪ જેટલા આલિશાન રૂમ ની સુવિધા છે , આ પર થી તમે અંદાજ લગાવી શકો કે આ યોર્ટ કેટલુ ભવ્ય હશે!

આ યોર્ટ પર આ તમામ સુવિધાઓ ફક્ત ૧૦ લોકો ની પાર્ટી માટે કરવામા આવી છે. સાઉદી ના ફ્યુચર ક્રાઉન કિંગ પ્રિન્સ તરીકે ઓળખાતા મોહમદ બિન સલમાન ૧૭ બિલિયન ની સંપત્તિ ના માલિક છે. તેમના શોખ પણ ઘણા રોયલ છે. એકવાર તે ફ્રાંસ ફરવા માટે ગયા હતા ત્યા તેમને એક યોર્ટ ખૂબ જ પસંદ આવી ગયો હતો , તેમણે આ યોર્ટ ના માલિક ને બોલાવી ૫૦૦ મિલિયન મા આ યોર્ટ ખરીદી લીધો.

જ્યારે ત્રીજા પ્રિન્સ બિન અબ્દુલ્લાહ અલઉસદ પાસે સ્વર્ણ જડિત ચાર ગાડીઓ છે , આ બહુમૂલ્ય ગાડીઓ ખરીદવી સૌ કોઈ ના બસ ની વાત નથી. આ સ્વર્ણ જડિત ગાડી લઈને પ્રિન્સ લંડન ના રસ્તાઓ પર પોતાનો જાદુ વિખેરે છે. આ રોયલ ફેમિલી નો એક ભાગ અલ વલિદ બિન દલાલ પણ હતા જે અરબ ના સૌથી શ્રીમંત વ્યક્તિ તરીકે ઓળખાતા. આ એકલા વ્યક્તિ ની સંપત્તિ ૧૮.૭ બિલિયન ડોલર છે.

તેમની પાસે ૨૦૦ કરતા પણ વધુ ગાડીઓ નુ કલેક્શન છે , જેનુ મૂલ્ય કરોડો મા છે. તેની મર્સિડિઝ કાર હીરા થી જડેલી છે , આ ગાડી ને ૩ લાખ હીરાઓ થી શણગારવામા આવી છે. આ ગાડી નુ મૂલ્ય અંદાજિત ૩૫ કરોડ રૂપિયા છે, કારણ કે આ હીરા ઉપરાંત ગાડી ના અમુક ભાગ સ્વર્ણ થી મઢેલા છે , આ ગાડી ને ફક્ત અડકવા માટે ૭૦,૦૦૦ રૂપિયા ખર્ચવા પડે છે. ખરેખર દુબઈ ની આ રોયલ ફેમિલી રોયલ જીવન જીવી રહી છે જેની આપણે ફક્ત કલ્પના જ કરી શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *