જયારે દીકરાની વહુએ આપ્યો દીકરી ને જન્મ, તો હરખઘેલા સાસુએ કર્યું એવુ કે આખું ગામ નાખી ગયું મોઢામાં આંગળા, જાણો સમ્પૂર્ણ વિગત…

Spread the love

આજના આ આધુનિક સમયમા પણ ઘણા લોકો દિકરીના જન્મ થવા પર ખુશ થતા નથી તે લોકો તેને વધાવતા નથી. ઘણા પરીવાર એવા છે જે લોકો દિકરીનો જન્મ થયાને અપશુકન માને છે. વહુને દિકરિ થવા પર તેને દુખ આપવામા આવે છે અને મેનાટોણા સંભળાવામા આવે છે. આમ સાસરીયાના લોકોનો વહુ પર ત્રાસ વધી જાય છે. ત્યારે ઉત્તર પ્રદેશમા ૨૦૧૬મા બનેલ એક કિસ્સો યાદ આવે છે.

ઉત્તર પ્રદેશના હમીરપુર નો આ પહેલો કિસ્સો છે. તે ગામમા કદાચ આ પહેલી વખત બન્યુ હશે. તે ગામમા સાસુએ દિકરિ જન્મવા પર વહુને ગળે લગાવી અને એક એવી ભેટ આપી કે ગામના બધા લોકો મોંમા આંગળા નાખી ગયુ હતુ. તે સાસુ કહે છે દિકરા કરતા દિકરીઓ સારી હોય છે.

આ સાસુ અને વહુ દિકરીની જેમ સાથે રહે છે. સાસુનુ નામ પ્રેમા દેવી છે. તે આરોગ્ય વિભાગમા નિરિક્ષકનુ કામ કરતા હતા. તે રીટાયર થઇને પોતાના દિકરા અને વહુ ભેગા રહેવા ગયા હતા. વહુનુ નામ ખુશ્બુ છે. તેણી એક ગૃહિણિ છે. તેનો પતિ હમીરપુર જીલ્લા ઓફિસમા સરકારી નોકરી કરે છે. તે તેની સાસુ સાથે એક દિકરિની જેમ રહે છે.

૨૦૧૬ની શરુઆતમા ખુશ્બુએ દિકરીને જન્મ આપ્યો હતો. તેથી તેના સાસુમા દિકરી થવા પર ખુબ ખુશ થયા હતા. તેથી તેને પોતાની વહુ અને દિકરિનુ ઘરમા ખુબ શાનદાર સ્વાગત કર્યુ હતુ. તેમની આજુબાજુમા રહેતા લોકો કહે છે કે પ્રેમા દેવીએ દિકરી માટે ઘરમા પાર્ટી રાખી હતી. તેમા તેની ખુશી ચોખ્ખી દેખાય આવતી હતી.

પાર્ટીમાં સાસુમાએ કરી જાહેરાત :

પાર્ટી ચાલી રહી ત્યારે સાસુમાએ અચાનક બધાની વચ્ચે જઈને એક જાહેરાત કરી કે તેમની પુત્રવધૂએ દિવાળી પહેલા દીકરીને જન્મ આપ્યો તેથી તેને એક કાર ભેટમાં આપશે. આ સાસુમાની જાહેરાત સાંભળીને તમને આશ્ચર્ય થશે.

વહુની આંખમાં હરખના આંસુ આવ્યા :

પાર્ટીમાં સાસુએ જાહેરાત કરી તે રીતે તેને દિવાળી પહેલા તેની વહુને હોંડા સિટી કાર ભેટમાં આપી હતી. કારની ભેટ મળતા પુત્ર વધુની આંખો છલકાય ગઈ હતી. તેની સાસુમાં પ્રેમા દેવી જણાવે છે કે દીકરીને ગર્ભમાં જ મારી નાખાવાની ખરાબ આદત ત્યારે જ દૂર થઈ શકે જ્યારે તમે વહુને પણ તમારી દીકરી જ માનો. કારણકે તમારી વહુ પણ કોઇની દીકરી છે. તેથી તેને તમારે સાસરિયામાં પણ સાસુએ તેને માતાનો પ્રેમ આપવો જોઈએ. તેનાથી તે ઘરમાં હમેશા માટે ખુશી રહે છે.

ત્યારે તે તેની વહુએ જણાવ્યુ હતું કે તે ખૂબ ભાગ્યશાળી છે કે તેમણે આવી સાસુ મળી. તે તેને પોતાની દીકરીની જેમ પ્રેમ કરે છે. તે એવું મને છે કે આ સમાજમાં જ્યારે સાસુ તેની વહુને દીકરીની જેમ પ્રેમ કરશે ત્યારે જ સાસુ વહુના ઝઘડા હમેશા માટે બંધ થઈ જશે. તેથી બધાએ તેની વહુએ દીકરીની જેમ પ્રેમ કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *