ઢોસા બનાવવાની એકદમ સરળ અને સાચી રીત, ક્યારેય નહી ચોંટે તવી પર, જાણો તમે પણ…

Spread the love

બધાને ઢોસા ખૂબ પસંદ હોય છે તેનું નામ પડતાં જ બધાના મોં માં પાણી આવી જાય છે. આ એવી વાનગી છે જે નાના બાળકોથી લઈને મોટા બધાને બાવતા હોય છે. ઘણી વાર ઘરે ઢોસા બનાવવાની મહેનત કરીએ છીએ તે છતાં પણ બહાર હોટલ જેવા ઢોસા આપના ઘરે બનતા નથી. ઘણી વાર ઘરે જ્યારે ઢોસા બનાવીએ ત્યારે અનેક તકલીફ પડતી હોય છે તેમાથી સૌથી વધારે તે તવા પર ચોંટી જાય ત્યારે સૌથી વધારે તકલીફ પડે છે.

આવું થવાના લીધે ઘણી વખત ઘરે ઢોસા બનાવમાં કંટાળો આવે છે. આજે આપણે એવી રીત જાણીએ કે જ્યારે આપણે ઘરે ઢોસા બનાવીએ ત્યારે તેને તવા પર ન ચોંટે તેના વિષે જાણીએ તેને બનાવતા પહેલા આપણે અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડે છે. તમે તેનું ખાસ ધ્યાન રાખીને આને બનાવશો તો તમારા ઢોસા ક્યારેય પણ તવા પર ચોંટશે નહિ. તેની સાથે તે બહાર જેવાજ મસ્ત બનશે.

તેને બનવાની તવી અલગ રાખવી તેમાં બીજી વસ્તુ ન બનાવવી :

તમારે હમેશા માટે આને બનાવટી વખતે નોનસ્ટિક તવીનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં તમારે ક્યારેય પણ રોટલી કે કોઈ બીજી વસ્તુ બનાવી ન જોઈએ. તેના માટે તમારે સૌ પહેલા તેને સારી રીતે સાફ કરવી તેના પર તેલ લાગેલું હોવું જોઈએ નહીં.

તવાની ઉપર તેલને લગાવીને તેને સાફ કરવી :

તમારે તવા પર તેલ લગાવીને તેને ધીમા ગેસ પર ગરમ કરવા માટે મૂકવું. તે સરખી રીતે ગરમ થાય એટલે તમારે ગેસને બંધ કરી દેવાઓ અને ભીના કપડાથી તેને સારી રીતે લૂંછી લેવું. એક ઢોસાનું પેપર બની જાય એટલે તેને ફરીથી આવી રીતે સાફ કરવી.

તવી પર લોટ મૂકી સાફ કરી શકાય :

તમારે આનું પેપર જ્યારે ઊથલાવવું હોય ત્યારે તમારે તાવેથા પર પાણી નાખીને અથવા તેને પાણીમાં ડૂબોડીને તેનો ઉપયોગ કરવો. તે છતાં પણ તમારા ઢોસો ચોંટે તો તમે તેના પર થોડો લોટ નાખીને તેને સારી રીતે સાફ કરી શકો છો. આ બાબતોનું ખાસ ધ્યાન રાખવાથી તમારો ઢોસો ક્યારેય પણ ચોંટશે નહીં. તમે પણ ઘરે સરળતાથી બહાર જેવો જ ઢોસો બનાવી શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *